Abtak Media Google News

મૌલેશભાઈ ઉકાણી વિદ્યાર્થીઓને રસપ્રદ માહિતી આપશે: કુલપતિ ડો. નીતિન પેથાણી, ઉપકુલપતિ ડો. વિજય દેસાણી ખાસ ઉપસ્થિત રહેશે: આગેવાનો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે

સમગ્ર શિક્ષણ જગતાં આગવી છાપ ઉભી કરનાર એચ.એન.શુકલ ગ્રુપ ઓફ કોલેજીસ દ્વારા આઈ.ટીના વિદ્યાર્થીઓ માયે ખાસ ટોક વીથ ટાઈકૂનનું આયોજન તા. ૨૧.૯ના રોજ સવારે ૯ થી ૧૧.૩૦ના સમયમાં કરવામાં આવ્યું છે.

આ ટોક વીથ ટાઈકૂનમાં બાન લેબના મેનેજીંગ ડીરેકટર મૌલેશભાઈ ઉકાણી ખાસ ઉપસ્થિત રહેશે.

અતિથિ વિશેષ પદે સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિ ડો. નીતીનકુમાર પેથાણી તથા ઉપકુલપતિ ડો. વીજયભાઈ દેસાણી ખાસ ઉપસ્થિત રહેવાના છે. આ ટોક વીથ ટાઈકૂનનો હેતુ વિદ્યાર્થીઓમાં વ્યાપારની આવડત વિકસાવવા તથા વિદ્યાર્થીઓમાં વ્યાપાર સંબંધી આવડત કઈ રીતે વિકાસવવીતે છે.

મૌલેશભાઈ ઉકાણી બાન લેબના એમડી છે તેમજ બાન લેબનું શૂન્યમાંથી સર્જન કરવામાં તેઓનું મોટુ યોગદાન છે. શરૂઆતમાં મૌલેશભાઈ ઉકાણી દ્વારા બાન લેબની સફર વિષે વિદ્યાર્થીઓને રસપ્રદ માહિતી ખૂબજ ઉંડાણ પૂર્વક આપશે.

ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા મૌલેશભાઈ ઉકાણી સાથે પ્રશ્ર્નોતરી કરવામાં આવશે. આ પ્રશ્ર્નોતરી દ્વારા વિદ્યાર્થીઓ વ્યાપારને લગતા પ્રશ્ર્નો જેવાકે વ્યાપાર શરૂ કરવા માટે રોલમોડેલ કોને રાખવા? કેવી રીતે વ્યાપારની શરૂઆત કરવી? કેવી રીતે વ્યાપારને આગળ વધારવો? જેવા અનેક પ્રશ્ર્નો વિશે ચર્ચા થશે.

આ ટોક વીથ ટાઈકૂનના અંતમાં વિદ્યાર્થીઓને બાન લેબન તરફથી એક હેલ્થકીટ આપવામાં આવશે. તથા એચ.એન.શુકલ ગ્રુપ ઓફ કોલેજીસ દ્વારા બધા વિદ્યાર્થીઓને સર્ટીફીકેટ એનાયત કરવામાં આવશે.

એચ.એન.શુકલ ગ્રુપ ઓફ કોલેજીસના પ્રેસીડેન્ટ ડો. નેહલ શુકલ મેનેજીંગ ટ્રસ્ટી ડો. મેહુલ રૂપાણી તથા ટ્રસ્ટી સંજય વાઘરના માર્ગદર્શન હેઠળ વિશાલભાઈ રાણપરા, નીખીલભાઈ દવે તથા તમામ સ્ટાફ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. કાર્યક્રમ માટે મયુરભાઈ વ્યાસ, વિશાલભાઈ, નિરૂપાબેન, વંદનાબેન ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.