Abtak Media Google News

નામાંકીત વકતા શૈલેષ સગપરિયા ૬૫૦૦થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશે

 

એચ.એન. શુકલા કોલેજના પ્રમુખ ડો. નેહલ શુકલ, મેનેજીંગ ટ્રસ્ટી ડો.મેહુલ રૂપાણી અને કેમ્પસ ડાયરેકટર સંજય વાઘરના માર્ગદર્શન વર્ષોથી સદંતર રીતે શિક્ષણ ક્ષેત્રમાં મહત્વનું પ્રદાન આપતી ખૂબજ પ્રસિધ્ધ એ.પી. શૈક્ષણીક સંસ્થા એચ.એન. શુકલ ગ્રુપ ઓફ કોલેજ જેમાં આઈ.ટી.એન્ડ મેનેજમેન્ટ , એમ.બી.એ, એમ.કોમ, ફાર્મસી, એન્જીનીયરીંગ, નર્સિંગ, હોમિયોપેથીક, બી.એ.સી. જેવા અલગ અલગ ૨૧ કોષીસ દ્વારા વિદ્યાર્થીઓમાં મૂલ્ય વૃધ્ધિ કરવામાં આવે છે. આવા જ મૂલ્ય વૃધ્ધિના પ્રપ્તન સ્વરૂપ સંસ્થામાં કોલેજ સામેવારે પ્રમુખ સ્વામી ઓડીટોરીયમમાં બપોરે ૨ કલાકે ૩સી કલ્ચર વિષયક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમા નામાંકિત વકતા શૈલેષ સગપરીયા ૬૫૦૦થી વધુ વિદ્યાર્થીઓને ૩સી કલ્ચર પોગ્રામ વિષયનું માર્ગદર્શન પૂરૂ પાડશે આ સેમીનારમાં આમંત્રીત મહેમાન તરીકે રમેશભાઈ ટીલાળા, શાપર એસો.ના પ્રમુખ શોભામાં અભિવૃધ્ધી કરશે.

ખાસ તો આ સેમીનારમાં જીવનમાં ઘણી વાર વિદ્યાર્થી માટે અનેક મુકામો આવતા હોય છે. ત્યારે એક સાથે બધુ જ ધણીવાર વિચારી શકતા નથી. કઈ બાબતને કેટલું મહત્વ આપવું એ આપણે સમજી શકતા નથી. ત્યારે કેવી રીતે આવી બધી બાબતોમાંથી માર્ગ શોધવો તે ૩સી કલ્ચરમાંથી વિદ્યાર્થી જાણી શકશે અને કેવી રીતે સફળતા હાંસલ કરવી એ બાબત પર વકતા શૈલેષભાઈ રાણપરીયા દ્વારા વિદ્યાર્થીઓને જ્ઞાન આપવામાં આવશે.

આ સેમીનારના આયોજન માટે કોલેજનાં ટ્રસ્ટી તેમજ કેમ્પસ ડાયરેકટર સંજય વાઘરનાં માર્ગદર્શન હેઠળ કાર્યદક્ષ અને મહેનતું એવા સ્ટાફ મેમ્બર્સ કરિશ્માબેન શ્રધ્ધાબેન પૂજાબેન ભૂમિકા, હિરલબેન હેમાંગભાઈ, ગૌરાંગભાઈ, અયુબભાઈ, રાજીવભાઈ, વિશાળભાઈ, નવીનભાઈ, પ્રતીકભાઈ, પાર્થભાઈ, પ્રશાંતભાઈ, રાહુલભાઈ, જયેશભાઈ, રજનીભાઈ, જહેમત ઉઠાવી રહ્યા છે. આ સેમીનારની માહિતી આપવા આયુબભાઈ સહિતની ટીમે ‘અબતક’ મીડીયા હાઉસની મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.