અમદાવાદ સ્થિત પાટીદાર સમાજની ઐતિહાસિક સંસ્થા

67

અમીન પી.જે.કે.પી.વિદ્યાર્થી ભવનના નવા બિલ્ડિંગનો મંગળવારે અમિત શાહના હસ્તે શિલાન્યાસ

ભવનના પ્રાંગણમાં ૧૮૦૦ દિકરા-દિકરીઓ રહેવા, અભ્યાસ કરવા એસીરૂમો, લાયબ્રેરી,કોમ્પ્યુટર લેબ, ટ્રેનીંગ સેન્ટર,કોન્ફરન્સ હોલ સહિતની અંધતન સુવિધાવો થશે ઉપલબ્ધ

મણિભાઈ પટેલ (મમ્મી)મહેસુલમંત્રી કૌશિકભાઈ પટેલ ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલ સહિતના મહાનુભાવો, રાજકીય સામાજિક આગેવાનો ,દાતાઓ, સમાજ શ્રેષ્ઠીઓ તેમજ મોટી સંખ્યામાં સમાજના લોકો હાજર રહી કાર્યકમની શોભા વધારશે.

પાટીદાર સમાજની ઐતિહાસિક સંસ્થા એટલે કે અમીન પી.જે. કે.પી. વિદ્યાર્થી ભવન અમદાવાદ સ્થિત સંસ્થાના નવા બિલ્ડીંગનો શિલાન્યાસ કાર્યક્રમ તારીખ:- ૨૫/૦૨/૨૦૨૦, મંગળવારના રોજ સવારે ૯:૦૦ કલાકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહના  હસ્તે થનાર છે.

આ અવસરે મુખ્ય મહેમાન તરીકે નાયબ મુખ્યમંત્રી નીતીનભાઈ પટેલ ઉપરાંત મણિભાઈ પટેલ (મમ્મી) (ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝાના પ્રમુખ) મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલ ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલ,સાંસદ હસમુખભાઈ પટેલ, શારદાબેન પટેલ, સહિતના અનેક મહાનુભાવો, સમાજના આગેવાનો દાતાઓ, સેવાભાવીઓ તેમજ બહોળી સંખ્યામાં સમાજના લોકો જોડાનાર છે.વિઝન ૨૦૨૦ પ્રોજેકટના મુખ્ય દાતા શાંતાબેન અમૃતભાઈ પટેલ (પોપ્યુલર)છે. સમાજ સેવાથી રાષ્ટ્રસેવાને સમર્પિત ૧૯૬૨થી કાર્યરત પીઢ ઐતિહાસિક શૈક્ષણિક સંસ્થા કે.પી.વિદ્યાર્થી ભવનના પ્રાંગણમાં ૧૮૦૦ દિકરા દિકરીઓને રહેવા, અભ્યાસ કરવા માટે એ.સી.રૂમો (એટેરડ બાથરૂમ) લાયબ્રેરી-કોમ્પ્યુટર લેબ, ટ્રેનીંગ સેન્ટર, કોન્ફરન્સ હોલ સહિતની અદ્યતન સુવિધાઓ સભર નવીન મલ્ટી સ્ટોરી બિલ્ડિગના શિલાન્યાસ પ્રસંગે સર્વેને પધારવા જાહેર અનુરોધ કરાયો છે.

તા.૨૫ના રોજ શિલાન્યાસ કાર્યક્રમની રૂપરેખામાં શિલાન્યાસ વિધિ બાદ સવારે ૯.૩૦ કલાકેખી મહેમાનોનું  સ્વાગત, સ્થાનગ્રહણ, પ્રાર્થના,સ્વાગત પ્રવચન પ્રમુખ,કે.પી ભવન દિપ પ્રાગટય શિલાન્યાસ, ગૃહમંત્રી અમિતશાહનું સન્માન, એવોર્ડ વિતરણ,સમાજ ઉત્કર્ષની કામગીરી બદલ દાતાઓનું સન્માન ,મહેમાનોનું પ્રવચન, ગ્રૃહમંત્રી અમિતભાઈ શાહનું પ્રવચન આભારવિધિ અને ત્યારબાદ સ્વરૂચિ ભોજન સમારંભ સાથે કાર્યક્રમની પુર્ણાહુતિ કરવામાં આવશે.

Loading...