સૌરાષ્ટ્રભરમાં જય શ્રીરામના ગગનચુંબી નાદ સાથે અયોઘ્યા પ્રસંગની ઐતિહાસિક ઉજવણી

રામલલ્લા મંદિરના ભુમિપુજન પ્રસંગની ગામો-ગામ હર્ષોલ્લાસ સાથે ઉજવણી: નર, નારી, બાળકો, વૃઘ્ધો સૌ કોઇ ઉત્સવમાં જોડાયાં: બહેનો દ્વારા ઘર આંગણે રંગોળી તો મંદિરે ભવ્ય દીપમાળા, મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાયા: બાળકો, યુવાનોએ ફટાકડા ફોડી દિવાળી જેવો માહોલ સર્જયો: મીઠાઇ-પેંડા વહેંચી એકીબીજાના મોં મીઠાં કરાવાયાં

ગઇકાલે અયોઘ્યામાં રામલલ્લા મંદિરના ભૂમિપુજન પ્રસંગને લઇને દેશભરમાં અનેરો ઉલ્લાસ- ઉત્સાહ છવાયો હતો. નર-નારી, બાળકો, વૃઘ્ધો સૌ કોઇ આ ઐતિહાસિક ક્ષણને ઉજવવા ઉત્સુક બન્યા હતા. રાત્રિના ઘેર ઘેર દીવડાં પ્રજજવલિત કરાયા હતા તો બહેનોએ ઘરઆંગણે મંદિરે રંગોળીઓ પુરી હતી. શ્રાવણ માસમાં જાણે દિવાળી જેવો માહોલ સર્જાયો હતો.

સૌરાષ્ટ્રભરના તમામ મંદિરોમાં દીપમાળા, મહાઆરતી ધુન, ભજન, કિર્તન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. બાળકો-યુવાનોએ ગામ-શહેરના ચોકમાં ફટાકડા ફોડી જય જય શ્રીરામનો નાદ કર્યો હતો. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ પણ ઠેર ઠેર રામલલ્લા મંદિરના ભુમિપુજન પ્રસંગને ફટાકડા ફોડી ઉજવ્યો હતો.

ચોટીલા

ભારતભરમાં આજે ભગવાન શ્રી રામ મંદિર નો શિલાન્યાસ આયોધ્યા ખાતે મંદિર નું ખાતમુહરત કરવામાં આવી રહ્યું છે ત્યારે ચોટીલા ના રામચોક ખાતે વિશ્વહિન્દુ પરિષદ,બજરંગદળ,ભાજપ,આર એસ એસ તેમજ કારસેવકો સહિત ના શહેરીજનો એ ભગવાન શ્રી રામ ના મંદિર નો શિલાન્યાસ આજે થવા જય રહ્યોં છે ત્યારે પોતપોતાની ખુશી વ્યક્ત કરીને રામચોક ખાતે મહાઆરતી,આતસબાજી સહિત જયશ્રી રામ ના નારાઓ લગાવી મો મીઠા કર્યા હતા.આ ઉત્સવ નિમિતે ચોટીલા શહેર માંથી ગંભીરસિંહ ચૌહાણ સહિત ૫  કારસેવકો અયોધ્યા ખાતે ઇટો  મુકવા ગયેલ હોવાથી આ અયોધ્યા ના કારસેવકો ને સન્માનિત પણ કરાયા હતા.  જ્યારે ચોટીલા મધ્યમાં આવેલ નાની જગ્યા તેમજ ભંગનીધારે  આવેલ મંદિરે બપોરે ભગવાન શ્રી રામની આરતી કરવામાં આવિ હતી.

રાજુલા

રામ મંદિરના નિર્માણ ને લઇ રાજુલા શહેરમાં નગરજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો  હતો. ખરીદી અર્થે નીકળેલા શહેરીજનોને વ્યાપારીઓ દ્વારા ચોકલેટ નું વિતરણ પ્રસાદી રૂપે કરવામાં આવ્યું શહેરના ખડપીઠ વિસ્તારમાં વેપારી આગેવાન તથા ભાજપ કાર્યકર તથા વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ ઉપપ્રમુખ સાથે મળી ભગવાન રામચંદ્ર ની છબી સામે પેંડા ની પ્રસાદી રાખી સોશિયલ ડીસ્ટન્સ રાખી

લાલપુર

લાલપુર અનુસુચિત જાતિ દ્વારા રામજન્મભૂમિ મંદિરના નિર્માણ સદર્ભે શ્રીરામનું પુજન કરી દિપ પ્રગટાવી ફટાકડા ફોડી ને ઉત્સવ ઉજવાયો હતો. આ કાર્યક્રમ માં હાજર રહેલ સામાજિક ન્યાય સમિતિ ચેરમેન ચાવડા હીરજીભાઈ તથા ભરતભાઈ મકવાણા તથાં અનુસુચિત જાતિ સમાજ ના કાર્યકર તથાં સંધ કાર્યકર હાજર રહ્યા હતા.

 ઓખા

અયોધ્યામાં ૫ ઓગસ્ટએ બપોરે ૧૨ વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહીતના મહાનુભાવોના હસ્તે રામના ભવ્ય મંદિર નવનિર્માણના શિલાન્યાસવિધિ કરવામાં આવી હતી. આ સમયે ઓખામંડળ દેવભુમી દ્વારકાના ઓખા ગામે રામ મંદિર, ગાયત્રી જ્ઞાનમંદિર, લહેરીમાતા મંદિર તા જલારામ મંદીરોમા દિપપ્રાગટય સો ભવ્ય આરતી રાખવામાં આવી હતી. તા તમામ રઘુવંશી સમાજના લોકોએ આ ઉત્સવને રધુવંશી ગૌરવ દિન તરીકે ઉજવતા તમામ ધરો માં રામલલાને ઝુલે ઝુલાવી હિડોળાના શૃંગાર દર્શન રાખ્યા હતા. તા ઓખા જ્ઞાન મંદીરમાં પણ પુજારીએ શ્રીરામ લાલા શ્રીજીને હિડોળે ઝુલાવતા શૃંગાર દર્શન રાખી આ ઉત્સવ ઉજવાયો હતો. હાલ કોરોના મહામારીને ધ્યાને રાખી સરકારના તમામ નીયમો નું પાલન કરી ભકતજનોએ માસ્ક પહેરી આરતીમાં ભાગ લીધો હતો અને ભગવાન શ્રીરામને આ મહામારી રોગમાંી ઉગારવા ર્પ્રાના કરી હતી.

ઉપલેટા

અયોધ્યામાં રામમંદિરના નિર્માણ અંતર્ગત ઉપલેટામાં મહિલાઓ દ્વારા મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો હતો. ગઈકાલે સમગ્ર દેશમાં ખરી આઝાદીનાં ઉત્સવ જેવુ વાતાવરણ જોવા મળ્યું હતું જેની લોકો સાત-સાત દાયકાઓ સુધી રાહ જોઈ રહ્યા હતા તે આખરે દેશના લોખંડી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ અયોઘ્યામાં રામમંદિરના નિર્માણના તમામ વિઘ્નો દુર કરી આખરે ગઈકાલે બપોરે ૧૨:૪૯ના ટકોરે અયોઘ્યામાં ભગવાન રામના મંદિર નિર્માણ માટેની પ્રથમ ઈંટ મુકી કરોડો હિન્દુ સમાજની આસ્થાને ખરાઅર્થમાં સાર્થક કરતા ઉપલેટામાં નવાપરા પાસે આવેલ રામજી મંદિરના ચોરામાં ભગવાન રામની મહિલાઓ દ્વારા મહાઆરતી ઉતારવામાં આવી હતી તેમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી.

જામજોધપુર

જામજોધપુર ભાજપ દ્વારા રામ મંદિરનું ભૂમિપૂજન અયોધ્યામાં થતાં ભાજપ શહેર પ્રમુખ જયેશ ભાલોડિયા, ભાજપ યુવા અગ્રણી ભાવેશ ખાંટ, લાલો સુતરીયા તથા કાર્યકરોએ ફટાકડા ફોડી આતશબાજી કરી હતી. ધુનડા સતપુરણ ધામ આશ્રમ મુકામે સત પરિવાર તથા સદ્ગુરૂ જેન્તી રામબાપા દ્વારા આશ્રમ ખાતે દીવા પ્રગટાવ્યા હતા.

જામજોધપુર કનકેશ્ર્વર મહાદેવ મંદિર મુકામે રઘુવંશી યુવક મંડળના પ્રમુખ મુન્નાભાઈ ચોટાઈ, ક્ષત્રિય યુવા અગ્રણી અર્જૂનસિંહ જાડેજા, મંદિરના મહંત રમણ ગીરીબાપુ, ભોલુ દરજી વગેરે દ્વારા આતશબાજી કરી પેંડા વહેંચી લોકોના મોઢા મીઠા કરાવ્યા હતા.

કેશોદ

કેશોદના રામ મંદિર તથા જલારામ મંદિરે આરતી નું આયોજન કરવામાં આવ્યું હતું. દેશભરમાં રામ મંદિર નિર્માણ અને ખાત મુહૂર્ત ના પ્રસંગેને લઈ લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને લોકો એ  દિવાળી  જેવો માહોલ બનાવ્યો હતો કોઈએ ભગવાનની ધરમાં આરતિ કરી દિપ માળાઓ કરી તો કોઈ એ આતશબાજી પણ કરી અને દેવાલયોમાં પણ આ ક્ષણે મહા આરતી કરવામાં આવી હતી  આ પ્રસંગે કેશોદ ના જલારામ મંદિરે અને રામ મંદિરે આરતી મહાનુભાવો ની હાજરીમાં કરવામાં આવી હતી અને લોકો રામ મય બની જય શ્રી રામ ના નારા લગાવ્યા હતા આ પ્રસંગે જુનાગઢ ભાજપ કાર્યાલય ને રોશની થી સજાવાયુ હતુ.

લોધીકા

લોધીકા ના છાપરા ગામે અયોધ્યા  રામ જન્મભુમી પુજનને અનુલક્ષી સરપંચ તેમજ ગ્રામજનોની ઉપસ્થિતિમા રામજી મંદિરમાં આરતી તેમજ પુજા અર્ચના કરવામાં આવી હતી.

 ગોંડલ

અયોધ્યામાં ભવ્ય શ્રી રામજન્મભૂમિ નિર્માણ સાથે આ ઐતિહાસિક ઘડી ને ગોંડલ ખાતે ફટાકડાં ફોડી,મિઠાઇ બાંટી વધાવાઇ હતી.તો નાનાં મોટાં મંદિરો માં મહાઆરતી કરાઇ હતી.વિશ્ર્વ હિન્દુ પરિષદ તથાં બજરંગ દળ ઉપરાંત ભાજપ સહીત વિવિધ સંસ્થાઓ દ્વારા અયોધ્યા રામજી મંદિર નાં નિર્માણ ને હષઁભેર વધાવાયું હતું.શહેર માં ઠેરઠેર ફટાકડાં ફુટયા હતાં.

પડધરી

પડધરીની ધર્મપ્રેમી જનતા દ્વારા મેઈન બજારમાં ભગવા ધ્વજ લહેરાવી ફટાકડા ફોડી અને એક બીજાના મો મીઠા કરાવી ને ખુશી વ્યકત કરવામાં આવી હતી. હાલમાં જે કોરોનાની મહામારી ચાલી થઈ છે તેમા સરકારની પોલિસી મુજબ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ના નિયમનું પાલન કરીને સમગ્ર કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું

ડોડીયા પાર્કની બહેનો દ્વારા એક અલગ રીતે ઉજવણી કરી જેમાં સોસાયટીના ચોક માં ભગવાન શ્રી રામ ની ભવ્ય રંગોળી બનાવી અને તેની ફરતે દિવા પ્રગટાવી ભગવાન શ્રી રામ ની આરતી કરી હતી.

મોવૈયા ગામની ધર્મપ્રેમી જનતા દ્વારા સમગ્ર ગામ માં તોરણ બાંધી, ભગવાન ધ્વજ લહેરાવી ગામ ને દિવાળીના ઉત્સવ જેવું સુશોભિત કર્યું હતું. સમગ્ર ગામમાં ઘેર ઘેર દીવા પ્રગટાવી ભગવાન શ્રીરામ ની આરતી કરવામાં આવી હતી અને મોવૈયા ગામના રામજી મંદિરે શ્રીરામ ભગવાન ની મહાઆરતી કરી આ ભવ્ય ઉજવણીમાં ભાગીદાર થયા હતા. મોવૈયા ગામના ચોકમાં ફટાકડા ફોડી અને એક બીજાના મો મીઠા કરાવી ને ખુશી વ્યકત કરી વિજય ઉત્સવ મનાવ્યો હતો.

જૂનાગઢ

જૂનાગઢ શહેર સહિત ગઇકાલે જિલ્લાભરમાં જય જય શ્રી રામના ગગન ભેદી નારા સાથે રામ મંદિરોમાં બપોરે તથા રાત્રિના મહાઆરતીના કાર્યક્રમો યોજાયા હતા તો સવારથી જ સોરઠનની મહિલાઓએ પોતાના ઘરઆંગણે રંગબેરંગી રંગોળી પુરી હતી, બપોરે મિષ્ટાન બનાવી રામ ભગવાનને થાળ ધરાયા હતા, બપોરના રામ લલ્લના મંદિરના ભૂમિ પૂજન સમયે ફટાકડા ફોડી યુવાનો આનંદમાં ઓતપ્રોત થયા હતા. શહેર સહિત જિલ્લાભરમાં ગત રાત્રીના સમયે ઘરે દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા, અને બાળકો, યુવક, યુવતીઓએ ફટાકડા ફોડી જાણે શ્રાવણ મહિનામાં દિવાળી આવી હોય તેવું વાતાવરણ સર્જાયું હતું.

સાંજના ૭ કલાકે કાળવા ચોકમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામ મંદિર ખાતે મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, આ તકે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તથા ભાજપના અગ્રણીઓ સહીત જૂનાગઢના નગરજનો મોટી સંખ્યામાં સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરી, મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને  ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવ્યો હતો. શહેરની  હવેલી ગલી ખાતે આવેલા  જલારામ બાપા તથા  વીરબાઈ માં મંદિર ખાતે જલારામ સેવા ટ્રસ્ટ પ્રમુખ મહેન્દ્રભાઈ મશરૂ ત્થા સાથી કાયેકરો  ૫૦૦ દીવડા પ્રજ્વલિત કરવામાં આવેલ અને બપોરના ૧૨:૩૦ કલાકે સામાજિક અંતર સાથે શ્રી રામચંદ્રજી ભગવાનની વિશેષ મહા આરતી કરવામાં આવેલ હતી. જિલ્લાભરના કેશોદ, માણાવદર, ભેસાણ, વિસાવદર, માંગરોળ, માળીયા સહિતના શહેરો અને ગામડાઓમાં પણ રામ મંદિરોમાં મહાઆરતીના આયોજન કરવામાં આવ્યા હતા

દીવ

દીવ જિલ્લા ભારતીય જનતાપાર્ટી ના  તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ એ ફટાકડા ફોડી અને આ ભવ્ય દિવસની ઉજવણી કરી હતી. તેમજ જયશ્રી રામના નારા સાથે ગગનનાદ કર્યો હતો. દીવ જિલ્લા ભાજપ પ્રમુખ બીપીન શાહે તમામ હોદ્દેદારો અને સભ્યો  ને અયોધ્યામાં શિલાન્યાસ પ્રસંગે  શુભકામનાઓ પાઠવી હતી.

દીવના નાગવા ગામે આવેલા  રાધાકૃષ્ણ મંદિરમાં સવારે સાત વાગ્યાથી લઈને સાંજે સાત વાગ્યા સુધી અખંડ રામધૂનનો સુંદર આયોજન કરવામાં આવ્યું હતું નાગવા ગામ ના ગાયત્રી પરિવારના બહેનોએ પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક રામધુન અને ભજનો માં ભાગ લઈ ને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. તેમજ સાંજે સાત વાગ્યે શ્રીરામ પ્રભુ ની ૧૨૧ અને ૧૦૮ દિવા ની મહાઆરતી નુ અલૌકિક આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર આયોજન નાગવા ના પટેલ સ્ત્રીઓ તેમજ ગામ લોકોના સહયોગથી થયું હતું. તમામ કાર્યક્રમ દરમિયાન કોવિડ-૧૯ની મહામારી ને ધ્યાનમાં રાખીને દરેક સૂચનોનું પાલન કરવામાં આવ્યું હતું.

ભુજ

નખત્રાણા મઘ્યે વિશ્ર્વ હિન્દુ પરિષદ, મહિલા પાંખની બહેનો દ્વારા અતિ હર્ષ અને ઉલ્લાસીત બની હોમ હવન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં મહિલા સંયોજીકા સોનલબેન શેઠિયા સાથે ચંપાબેન છાભૈયા, વિજયાબેન પોાકાર, કંચનબેન રામાણી, ભારતીબેન સોની, ગીતાબેન વાળંદ, કમળાબેન દરજી, ભરતી સાંખલા, નિમુબેન મુખી વગેરે બેનોએ સહર્ષ ભાગ લઇ વધાવ્યો હતો. હમીરસર તળાવ પાસે રામધુનના કાર્યક્રમમાં સાંસદ વિનોદભાઇ ચાવડા, જિલ્લા ભાજપના પ્રમુખ કેશુભાઇ પટેલ, પૂર્વ સાંસદ પુષ્પદાનભાઇ ગઢવી,  કિરીટભાઇ સોમપુરા, ભુજ નગરપાલિકાના પ્રમુખ લતાબેન સોલંકી, કાઉન્સીલર ગોદાવરીબેન ઠકકર, ચમનભાઇ કંસારા, અનિરુઘ્ધભાઇ દવે, અરજણભાઇ રબારી, કૃષ્ણકાંત પંડયા, કિશોરદાસજી પ્રદિયાનંદજી ભરતદાસજી, મુકુન્દ્રદાસજી, સુરેશદાસજી, જયંતિ દાસજી, કેતનભાઇ, ચંદુભાઇ રૈયાણી, વગેરે ઉ૫સ્થિત રહ્યા હતા. તેમજ જયશ્રીરામના નારાથી રામદરબાર ગુંજી ઉઠયો હતો. અને કાર સેવકનું સન્માન કરવામાં આવ્યું હતું. વાડાસર ગ્રામ પંચાયતના સરપંચ િ૫્રતીબેન મુળજીભાઇ વેકરીયાએ ભુજના ગણેશ નગરમાં બાળકોને જમાડી અને સાથે બીજા દાતા કાન્તાબેન હરજીભાઇ ગોરસીયાએ સહયોગ આપી યા રામજન્મભૂમિ મંદિર ના ભુમી  પુજન નીમીતે આ કાર્યક્રમ યોજાયો હોવાનું જાણવા મળ્યું હતું.

Loading...