Abtak Media Google News

મોદીજીનાં રૂ.૨૦ લાખ કરોડના આર્થિક પેકેજનાં નિર્ણયને પ્રદેશ અધ્યક્ષ વાઘાણીએ આભાર સહ વધાવ્યો

ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા રૂપિયા ૨૦ લાખ કરોડના વિશેષ આર્થિક પેકેજને સહર્ષ આવકારું છું, કોરોના મહામારીના આ સંકટના સમયમાં દેશવાસીઓના હિતમાં અને દેશની અર્થવ્યવસ્થા માટે સંજીવનીરૂપ આ ઐતિહાસિક નિર્ણય લેવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમનજીનો આભાર વ્યક્ત કરું છું.  દેશના સૂક્ષ્મ, લઘુ, મધ્યમ, ગૃહ તેમજ કુટીર ઉદ્યોગો કે જે દેશના ૧૨ કરોડથી વધુ નાગરિકોને રોજગાર પૂરો પાડે છે તેમને ચાર વર્ષ માટે કોઈપણ જાતની ગેરંટી વગર રૂપિયા ૩ લાખ કરોડની લોન આપવાનો નિર્ણય દેશના એમએસએમઈ સેક્ટર ને મજબૂત બનાવશે, આ નિર્ણયથી આ સેક્ટરમાં કામ કરી રહેલા કર્મચારીઓની નોકરી, સુનિશ્ચિત થશે. આ જાહેરાત અંતર્ગત દેશના ૪૫ લાખ ખજખઊ ને ફાયદો થશે.

વાઘાણીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે સંકટમાં ફસાયેલા ખજખઊ માટે ૨૦,૦૦૦ કરોડ રૂપિયાની જાહેરાત કરી છે જેનાથી બે લાખથી વધુ એમએસએમઈ યુનિટને ફાયદો થશે, પૂરું આને કારણે તેમનું અટકેલું કામ આગળ વધશે. એટલું જ નહીં, જે એમએસએમઈ સારો કારોબાર કરી રહ્યા છે તેમને વધુ પ્રોત્સાહિત કરવા, તેમના આકાર ક્ષેત્રનો વિસ્તાર કરવા રૂપિયા ૫૦ હજાર કરોડ ફાળવવામાં આવ્યા છે તેમજ રૂપિયા ૧૦ હજાર કરોડ ફંડસ ઓફ ફંડ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ખજખઊ ને શેર બજારમાં લિસ્ટિંગ કરવા માટે પણ સરકાર દ્વારા મદદ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.