Abtak Media Google News

આ છે આપણા માનદ રાજકારણીઓ

ચંદ્રાબાબુના પત્નીની સંપતિ રૂ.૧૫ કરોડ તો પૌત્રની સંપતિ ૧૮ કરોડ !

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ અને તેના પરિવારની વાર્ષિક સંપતિ રૂ.૧૨.૫ કરોડની હોવાના અહેવાલ મળ્યા છે તો તેના પુત્ર નારાલોકોશે બુધવારે જાહેર કર્યું હતું કે, પારદર્શકતા માટે ચંદ્રાબાબુ નાયડુ તેના પરિવારની સંપતિ ડિસ્કલોઝ કરી રહ્યાં છે. ગત વર્ષે ડેમોક્રેટીક રી-ફોર્મ એસોશીએશનના રિપોર્ટમાં સામે આવ્યું હતું કે, ચંદ્રાબાબુ નાયડુ રૂ.૧૫૭ કરોડની સાથે દેશના સૌથી અમીર મુખ્યમંત્રી છે. પરંતુ ૬૮ વર્ષીય મુખ્યમંત્રીના પરિવારની સંયુકત સંપતિ રૂ.૧૨.૫૫ કરોડથી રૂ.૬૯.૨૮ અને ત્યારબાદ હવે ૮૧ કરોડે પહોંચી ગઈ હતી. પરંતુ મુખ્યમંત્રીની સંપતિ કરતા તેના પૌત્ર દેવાંશને સંપતિ ૬ ગણી વધુ હોવાનું સામે આવ્યું છે.

ચંદ્રાબાબુના પુત્રને ૧૫.૨૧ કરોડની સંપતિ ગત વર્ષે રહી હતી ત્યારે આ વર્ષે તે ૨૧.૪૦ કરોડે આંકડો પહોંચી ગયો છે. જયારે ૩ વર્ષના પુત્ર દેવાંશની મિલકત ૧૧ કરોડથી ૧૮ કરોડ સુધી પહોંચી ચૂકી છે. ચંદ્રાબાબુ પ્રસિધ્ધ વેપારીમાંથી રાજકારણ તરફ આવનારા મુખ્યમંત્રી બન્યા છે.

ત્યારે તેની પત્ની બ્રાહ્મીણીની સંપતિ પણ ૧૫.૧ કરોડની છે. ત્યારે આવકવેરા વિભાગની રેઈડ અંગે મુખ્યમંત્રીએ કેટલાક ખુલાસા કર્યા હતા. ચંદ્રાબાબુએ આ અંગે કહ્યું હતું કે, રોકાણકારો અને વેપારીઓ માટે દરોડા ખુબજ સામાન્ય બાબત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.