Abtak Media Google News

જેકી ભગનાનીનું મૂળી ‘યંગીસ્તાન ૨૦૧૪માં આવેલુ અને તે સમયે ખૂબજ પ્રખ્યાત થયું હતુ. તમામ લોકોના હૃદયની વાત લોકોના હોઠ સુધી લાવનાર આ મૂવી ‘યંગીસ્તાન’ એટલે કે, યુવાઓની ભૂમિ. ચૂંટણી પ્રક્રિયા માટેનો તબકકો ચાલી રહ્યો છે દેશની ભાવિ રાજનીતિ કેવી હશે? તેનો ખ્યાલ હવે દેશના નાગરીકોને આવશે પરતું, આજે દેશની રાજનૈતિક બાબતોમાં દેશના યુવાનોનો ફાળો કે તેમનો રોલ શું? આ એક વિચારવા જેવીબાબત છે.

કોઈપણ દેશ માટે પોતાનું યુવાધન એ અમૂલ્ય મિલકત સમાન છે અને આ યુવાધનન રાષ્ટ્રવિકાસ પ્રત્યેની ભૂમિકાને કયારેય પણ અવગણીના શકાય.ભારતની ભૂમી એ યુવાઓની ભૂમિ છે યુવાનોનો દેશ છે માટે એ વધારે મહત્વનું છે કે, યુવાનો તેમના હકકો અને ફરજોને સારી રીતે સમજી અને રાષ્ટ્રવિકાસ કે રાજનૈતિક બાબતોની પ્રક્રિયામાં પોતાને ભાગીદાર બનાવે.

આજે મોટાભાગના યુવાઓને દેશની રાજનીતિ પરનો વિશ્વાસ હવે ડગમગી રહ્યો છે. અને તેની પાછળ ભ્રષ્ટાચાર અવનવા કૌભાંડો વગેરે કારણો જવાબદાર છે. સામાન્ય રીતે, એવો ખ્યાલ પ્રવર્તે છે કે રાજનીતિ એ શિક્ષીત સારા લોકો માટે નથી પરંતુ તમામ રાજકીય સમસ્યાઓ વચ્ચે આજના સમયમાં જો કોઈ બદલાવ લાવવા સક્ષમ હોય તે આજનું યુવાધન છે એટલા માટે તેઓને રાજકીય પડખો અને સ્વીકારવા જોઈએ.

સારામાં સા‚ શિક્ષણ જ્ઞાન મેળવીને રાજકીય ક્ષેત્રે કારકીર્દી બનાવવાનો વિચાર એ પણ ખૂબજ મહત્વની બાબત ગણાવી શકાય. મહત્વની બાબત માત્ર એટલી છે કે, વ્યકિતનું ચરિત્ર સારૂ હોવું જોઈએ રાજનીતિમાં ચરિત્ર એક આગવી ઓળખાણ છે.દેશની અનેક સમસ્યાઓ કે જેમના મૂળ ખૂબજ ઉંડે સુધી જકડાયેલા છે. તેમને દૂર કરવા સમય શકિત ખર્ચાશે જ પણ, અશકય નથી આ બધાની વચ્ચે જ આજે યુવાનોએ પોતાનું ચરિત્ર નિર્માણ કરીને જાળવવાનું છે.સ્વામી વિવેકાનંદે કહેલું કે,‘એક સારા ચરિત્રનું નિર્માણ હજારોવાર ઠોકરો ખાઈને જ થાય છે.’

એક લોકતારણ પ્રમાણે મૂળ સમસ્યા એ છેકે, શિક્ષણમાં રાજકારણ છે, અને રાજકારણમાં શિક્ષણ ઓછું છે. આ બાબત ઉપર વિચાર કરતા તેમાં તથ્ય રહેલું જોવા મળે છે.કારણ કે શિક્ષણથી વ્યકિતત્વ, મૂલ્યશિક્ષણ અને વૈચારીક શકિતનો વિકાસ થાય છે. પરિણામે કઈ વસ્તુ કરવી જોઈએ? કેવીરીતે અમલી બનાવવી જોઈએ? વગેરે ખ્યાલ પણ સ્પષ્ટ થાય છે.

હવે, કોઈપણ બાબતને અલગ અલગ દ્રષ્ટિકોણથી ધ્યાનમાં લેવી જોઈએ જેથી કરીને એક તારણ કે નિષ્કર્ષ ઉપર આવી શકાય સામાન્ય જીવન કે રાજકીય ક્ષેત્રે ઘણા એવા મહાન વ્યકિતઓ આપણી સમક્ષ છે કે, શિક્ષણ ઓછુ મેળવેલું હોય પરંતુ તેમની આવડત, નૈતૃત્વ શકિત, વૈચારિક શકિત, વાંચન પ્રવૃત્તિ વગેરે જેવા ગૂણો ખૂબજ સારી રીતે વિકાસ થયેલા જોવા મળેલ છે. આ સાથે એક બાબતનું નિરૂપણ ચોકકસ કરવાનું થાય કે, અમુક પ્રકારનાં પદ કે હોદા માટે તે મુજબનું શિક્ષણ કે લાયકાત હોવી જરૂરી છે.

આજના સમયમાં યુવાઓને ખરેખર સાચી દિશા બતાવવી જ‚રી બની ગઈ છે. તેમનામાં શિસ્ત અને હૃદયમાં સેવા ભકિત વિકસાવવાનું અતિ મહત્વનું કાર્ય કરવાની જરૂર છે.

સ્વામિનારાયણ સંપ્રદાયના બ્રહ્મસ્વરૂપ સ્વામી શ્રી યોગીજી મહારાજ કહેતા કે, ‘યુવાનો મા‚ હૃદય છે’ તેમણે યુવકોમાં શિસ્ત, સેવા-ભાવના, આદર્શોનું પાલન વગેરે પ્રવૃત્તિઓની શરૂઆત કરાવી હતી જે આજે ઘણા વેગથી વિસ્તાર પામી જાય છે.કોઈપણ પરિસ્થિતિ બદલવા માટે પરિસ્થિતિઓને સમજવી પડે. પરંતુ પરિસ્થિતિ સમજવા કે સામનો કરવા ઘણાબધા પ્રકારની કુટેવો, વ્યસનોમા ફસાયેલા આજના યુવાનોની દશા અને દિશા શુ હશે? એ આજે ગંભીર પ્રશ્ન છે.મોબાઈલ વ્યસન જેવા કે, સોશિયલ મીડિયા, ગેમ, શોપીંગ વગેરનું વર્ચસ્વ આજે આજની ‘યુવા શકિત’ના દિલો-દિમાગમાં પ્રવર્તી ગયું છે.

પોતાનામાં કે અન્ય બાબતોમાં બદલાવ લાવવાની પ્રક્રિયામાં અડચણો (chaiienges)તો આવશે જ આજની યુવાશકિતને એ સમજવું જ પડશે કે, જે વસ્તુ/કાર્યને આપણે (chaiienges) કરી શકતા હોય, તેને જ આપણે (change) કરી શકીએ છીએ.આજના સમયમાં દેશના યુવાનો એ રાજનીતિ સાથે સાંકળવા પહેલા જ‚રીયાત એ છે કે, તેઓ દેશની સંસ્કૃતિ નિહાળે અને સમજે અને સાથોસાથ ધર્મ તરફી પોતાનો ઝુકાવ સવિશેષ રાખે મન અને વિચારોને અંકુશમાં રાખવા ધાર્મિક બાબતો સાથે પોતાનું અનુસંધાન રાખે એ ખુબજ ઈચ્છનીય છે.

ઘણા યુવાનો સમાજમાં જોવા મળે છે કે, જેઓ પોતાના મન કરતા પણ હૃદયથી વધારે રાજનીતિ બાબતો સાથે જોડાયેલા હોય છે અથવા જોડાવાની ઈચ્છા ધરાવતા હોય છે. તેઓને ખાસ આવકારવા જોઈએ તેઓ કયારેય કોઈનું ખરાબ નહિ કરે કારણ કે તેમનો અંતરાત્મા તેમને અવ કરવાની મંજૂરી નહિ આપે.આખરે, આજનો યુવાન એ યુવાન તોજ કહી શકાય કે જેમનામાં દેશહિતની ભાવના હોય, ઉમંગ ઉલ્લાસ, તરવરાટ હોય અને દેશની દશા અને દિશા બદલાવવાની મહત્વાકાંક્ષા ધરાવતો હોય એક નવા ખ્યાલ તેમજ નવા આયામ સાથે સૌ આગળ વધીએ અને દેશને વિકાસની દિશામાં આગળ લઈ જઈએ સલામ છે આજના યંગીસ્તાનને?

જેઓ વિકસવા આતુર છે

તેવા વૃધ્ધો, યુવાનો છે.

જેઓ વિકસવા આતુર નથી

તેવા યુવાનો, વૃધ્ધો છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.