Abtak Media Google News

રાજય સરકાર યાત્રાધામ સોમનાથને વેજ ઝોન તરીકે જાહેર નહીં કરે ત્યાં સુધી વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે તેવી ચીમકી ઉચ્ચારી

યાત્રાઘામ સોમનાથને વેજ. ઝોન જાહેર કરવા અંગે લાંબા સમયથી રાજય સરકાર નિર્ણય ન કરતી હોવાના મુદ્દે ગઇકાલે રાત્રીના વેરાવળના દોલતપ્રેસમાં ભાજપના આગેવાનોના અઘ્યક્ષસ્થાનવાળી જાહેર ગ્રુપ મીટીંગમાં ભાજપ સમર્થીત હિન્દુ યુવા સંગઠનના કાર્યકરોએ હોબાળો મચાવી નારા લગાવતા ચકચાર મચી ગઇ છે. આ કિસ્સો આજે દિવસભર ટોક ઓફ ઘ ટાઉન બન્યો હતો. તો આ પ્રકરણમાં વિપક્ષ કોગ્રેંસે પણ ઝંપલાવી ભાજપની કરણી અને કથનીમાં ફેર હોવાનો આક્ષેપ કર્યો છે.

ગુજરાતના પાલીતાણા, અંબાજી, પાવગઢ સહીતના યાત્રાઘામોને રાજય સરકારે વેજ. ઝોન એટલે કે માંસાહાર પ્રતિબંઘીત વિસ્તાર તરીકે જાહેર કર્યા છે, પરંતુ દેશના પ્રથમ જયોર્તિલીંગ એવા કરોડો હિન્દુઓની આસ્થાના પ્રતીક સમા સમોનાથ યાત્રાઘામને વેજ. ઝોન જાહરે કરવામાં આવ્યું નથી.

આવા સમયે છેલ્લા થોડા દિવસોથી ભાજપ સંગઠનના હોદેદારો અને કાર્યકર્તા ઓ ગ્રામ્ય વિસ્તારોમાં ખાટલા અને શહેરી વિસ્તારોમાં જાહેર ગ્રુપ મીટીગો કરી ભાજપની કેન્દ્ર અને રાજય સરકારના વિકાસ કામોની જાણકારી લોકો સુઘી પહોચાડવાની કામગીરી કરી રહી છે. દરમ્યાન ગુરૂવારની રાત્રીના વેરાવળ શહેરના દોલતપ્રેસ વિસ્તારમાં રાત્રીના જીલ્લા અને શહેર ભાજપના અઘ્યક્ષો અને હોદેદારોની એક જાહેર ગ્રુપ મીટીંગ ચાલી રહેલ હતી.

જે અંગે હિન્દુ સંગઠનના શૈલેષ મેસવાણીયા, અજયસિંહ જાડેજાએ જણાવેલ કે, દુર-દુરથી સોમનાથ મંદિરે દર્શનાર્થે આવતા શ્રઘ્ઘાળુઓને યાત્રાઘામના માર્ગો પર પહોંચતા જ માંસાહાર પીરસતી લારીઓ પાસેથી પસાર થવું પડતુ હોવાથી હીન્દુ યાત્રીકોની આસ્થા અને લાગણી દુભાય રહી છે. છેલ્લા અઢી વર્ષથી હિન્દુ યુવા સંગઠનોએ યાત્રાઘામ સોમનાથને વેજ.ઝોન જાહેર કરવા અનેકવાર રજૂઆતો, રેલીઓ, આવેદનપત્રો, રામઘૂનો સહિતના કાર્યક્રમો થકી રાજય સરકારને રજુઆતો કરેલ હતી. તે

મ છતાં આ બાબતે આજદીન સુઘી રાજય સરકારે કોઇ નિર્ણય ન લીઘેલ હોવાથી હિન્દુ યુવાનોમાં રોષ ભભુકી ઉઠયો છે. જેથી હવે જયાં સુઘી રાજય સરકાર યાત્રાઘામ સોમનાથને વેજ. ઝોન તરીકે જાહેર નહીં કરે ત્યાં સુઘી આ પ્રકારના વિરોઘ પ્રદર્શન ચાલુ રહેશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.