કેન્સરથી પીડીત આઈપીએસ અધિકારી હિમાંશુ રોયે આપઘાત પહેલા બે આરોપીઓને આજીવન કારાવાસની સજા દેવડાવી

154
Himanshu Roy
Himanshu Roy

બોલીવુડ એકટર મિનાક્ષી થાપા મર્ડર કેસ: આરોપીઓને સજાના એલાનના દિવસે જ હિમાંશુ રોયે ગોળી મારી આત્મહત્યા કરી

મહારાષ્ટ્ર એટીએસના પૂર્વ પ્રમુખ હિમાંશુ રોયે બ્લડ કેન્સરની બિમારીથી પોતાને જ ગોળી મારી આપઘાત કરી લીધો છે. આઈપીએસ અધિકારી હિમાંશુ રોયે કાનુન વ્યવસ્થામાં ઘણી સફળતાઓ હાંસલ કરી છે. તેમણે ૨૦૧૩ના આઈપીએલ સ્પોટ ફિકસિંગ મામલો, અન્ડર વર્લ્ડ ડોન દાઉદના ભાઈ પર ગોળીબાર, પત્રકાર જેડે મર્ડર કેસ, લેલાખાન ડબલ મર્ડર કેસ અને વિજય પલંડે જેવા મહત્વપૂર્ણ કેસોનો નિપટાવવામાં અતિમહત્વની ભૂમિકા ભજવી છે. આ ઉપરાંત આપઘાત પહેલા હિમાંશુ રોયે બે આરોપીઓને આજીવન કારાવાસની સજા પણ દેવડાવતા ગયા.

હિમાંશુ રોય પર જોઈન્ટ કમિશનર ઓફ પોલીસની પણ જવાબદારી હતી. તેઓ મુંબઈમાં વર્ષ ૨૦૧૨માં થયેલા એકટર મિનાક્ષી થાપાનો મર્ડર કેસ હેન્ડલ કરી રહ્યા હતા. જેના બે આરોપી અમિત જેસ્વાલ અને તેની ગર્લફ્રેન્ડ પ્રિતી સુરીનની ધરપકડ કરવામાં હિમાંશુ રોયે સફળતા મેળવી હતી. આ બંનેને શુક્રવારે કોર્ટમાં રજુ કરાયા હતા અને મુંબઈ કોર્ટે આ બંને અમિત અને સુરીનને આજીવન કારાવાસની સજા ફટકારી હતી. આ જ દિવસે બપોરે ૧ને ૪૦ મિનિટે હિમાંશુ રોયે આપઘાત કરી લીધો. આરોપીઓને સખ્ત સજા ફટકારવા અને પોતાના કડક વલણથી પ્રખ્યાત એવા આઈપીએસ અધિકારી હિમાંશુ રોયે આપઘાત પહેલા વધુ બે આરોપીઓને આજીવન કેદની સજા દેવડાવી હતી. જણાવી દઈએ કે, હિમાંશુ રોય છેલ્લા ઘણા સમયથી બ્લડ કેન્સરની બિમારીથી પીડાતા હતા. વર્ષ ૨૦૧૬થી તેઓ છુટ્ટી પર હતા. હિમાંશુ રોયને ગોળી લાગ્યા બાદ પરિવારજનો તેમને બોમ્બે હોસ્પિટલ લઈ ગયા હતા જયાં પ્રયાસો છતાં દબંગ આઈપીએસ હિમાંશુ રોયને બચાવવામાં ડોકટરો નિષ્ફળ રહ્યા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

Loading...