Abtak Media Google News

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ૨૫મીએ સિન્ડિકેટ બેઠક

વર્ષ ૨૦૧૨થી હોમિયોપેથીમાં અન્ય યુનિવર્સિટીમાથી આવેલા ૨૭ વિર્દ્યાથીઓના પરીક્ષાના પરિણામ રદ્દ કરાશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી સોમવારના રોજ યોજાનાર સિન્ડિકેટ બેઠકનો એજન્ડા જાહેર કરાયો છે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ફાર્મસી ભવનમાં ફાર્મ ડી અભ્યાસક્રમ દાખલ કરાયા બાદ વિર્દ્યાથીઓની સવલત માટે અંદાજે રૂ.૫ કરોડના ખર્ચે હાઈટેક લેબોરેટરી વિકસાવવામાં આવશે. જેમાં વિર્દ્યાથીઓને રિસર્ચ માટે સ્કેનીંગ ઈલેકટ્રોન માઈક્રોસ્કોપ, પોલોરાઈઝીંગ માઈક્રોસ્કોપ સહિતના અન્ય નાના મોટા સાધનો વિકસાવવામાં આવશે અને મળતી માહિતી મુજબ આ હાઈટેક લેબોરેટરીનું નિર્માણ કાર્ય આગામી બે સપ્તાહમાં શરૂ કરવામાં આવશે.

તદ્ઉપરાંત ખૂબજ લાંબા સમયના અંતરાળે મળનારથી સિન્ડિકેટ બેઠકમાં અનેક નિર્ણયોને બહાલી આપવામાં આવશે. જેમાં યુનિવર્સિટીના જુદા જુદા અનુસ્નાતક ભવનોમાં ૧૧ માસ માટે રિન્યુ કરવા તેમજ અધ્યાપક તરીકે ફરજ બજાવતા સહાયકોને રૂ.૨૫ હજારમાંથી રૂ.૪૦ હજાર સુધીનું વેતન નક્કી કરવામાં આવશે.

આ ઉપરાંત એકઝામિનેશન ડીફોલ્ટ ઈન્કવાયરી કમીટી માટે સિન્ડિકેટના ચાર સભ્યો નિયુક્ત કરવા વિચારણા કરાશે. ગ્રંથાલય સમિતિ દ્વારા સામાયિક લવાજમ તેમજ પુસ્તકોની ખરીદી માટે રૂ.૨૩ લાખની ફાળવણી કરવા અંગે ભલામણ કરવામાં આવશે તેમજ યુનિવર્સિટી દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓના પ્રશ્ર્નપત્રોના દૈનિક વિતરણ અને ઉતરવહીઓ પરત લાવવાની કામગીરી કરી આચાર્યના ભથ્થામાં પણ રૂ.૨૦૦૦ સુધીનો વધારો કરવામાં આવશે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વર્ષ ૨૦૧૨ી બી.એચ.એમ.એસ.માં અન્ય યુનિવર્સિટીમાંથી આવેલા ૨૭ વિર્દ્યાથીઓના પરીક્ષાના પરીણામ રદ્દ કરવા અંગે બહાલી આપવામાં આવશે.

ફાર્મસી ભવનમાં કાલે સેલલાઈન લેબોરેટરીનું ઉદ્ઘાટન

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફાર્મસી ભવનમાં અભ્યાસ કરતા વિર્દ્યાથીઓ માટે આવતીકાલે સેલલાઈન લેબોરેટરીનું ઉદ્ઘાટન બપોરે ૭ વાગ્યે જી.ટી.યુ.ના કુલપતિ ડો.નવીનભાઈ શેઠના હસ્તે કરવામાં આવશે. ખાસ તો આ લેબોરેટરીમાં સીઓટુ ,ઈન્યુબેટર, ઈન્વોટર માઈક્રોસ્કોપ સહિતના નાના મોટા સાધનોની વિર્દ્યાીઓ રિસર્ચ કરી શકશે. આ લેબોરેટરીના કોઈપણ નવી દવાની શોધ માટે શરીરના કોર્ષને ડેવલોપ કરવામાં આવશે. ત્યારબાદ આ કોર્ષ રીઈકેટ કરે છે કે કેમ તેનું રિસર્ચ થઈ આગળ ઉપયોગી થશે તેમ ફાર્મસી ભવનના વડા ડો.નિહિર રાવલે  અબતક સોની વાતચીતમાં જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.