Abtak Media Google News

શાકાહારી ભોજનમાંથી મળતા રેસાઓ એટલે કે ફાઇબર્સ પાચનને પ્રબળ કરવામાં મદદરૂપ થાય છે, આ ફાઇબર્સ પેટને લગતી કોઈ પણ બીમારી અપચો, ગેસ, ઍસિડિટી, કબજિયાતની સાથોસાથ મેટાબોલિક ડિસીઝ એટલે કે ઓબેસિટી, કોલેસ્ટ્રોલ, બ્લડ-પ્રેશર, ડાયાબિટીસ જેવા રોગોથી બચવા અને જો એ રોગો હોય તો એના મેનેજમેન્ટમાં પણ એ અત્યંત ઉપયોગી થાય છે

શાકાહારી ભોજનનું સૌથી વધારે મહત્વ એમાં રહેલા પોષણને કારણે છે. કુદરતમાંથી મળતાં ફળ, શાકભાજી અને ધાન્ય આપણને પ્રોટીન, વિટામિન્સ અને મિનરલ્સનો ખજાનો અર્પે છે અને એની સાથે અર્પે છે ફાઇબર્સ એટલે કે રેસાઓ. શાકાહારી ભોજન રેસાયુક્ત ભોજન છે. શાકભાજી અને ફળોમાંથી જ નહીં; આખાં ધાન્ય, ફોતરાંવાળી દાળ, કઠોળમાં પણ ઘણી બહોળી માત્રામાં રેસાઓ છે જે આપણી પાચનપ્રક્રિયાને બળ આપે છે અને શરીરને તંદુરસ્ત રાખવામાં આપણી મદદ કરે છે. દૂધ, દૂધની બનાવટો અને નોનવેજ ખોરાકમાં આ રેસાઓનો અભાવ હોય છે. ખોરાકમાં મળતા આ રેસાઓ પાચનમાં ઉપયોગી છે, જેને લીધે જરૂરી વજન જાળવી રાખવામાં એ મદદરૂપ થાય છે અને શરીરને એના થકી પૂરતું પોષણ મળે છે.

તાજેતરમાં અમેરિકાની જ્યોર્જિયા સ્ટેટ યુનિવર્સિટીના રિસર્ચ મુજબ ફાઇબરી રિચ ડાયટ મેટાબોલિક ડિસીઝ સામે લડવામાં મદદરૂપ છે. ઉંદરો પર કરવામાં આવેલા આ રિસર્ચ મુજબ જોવા મળ્યું કે જે ડાયટમાં સોલ્યુબલ ફાઇબર્સનો અભાવ જોવા મળે છે એ ડાયટ લેવાને કારણે આંતરડામાં સોજો આવે છે, પાચનપ્રક્રિયા મંદ થાય છે અને વજન વધવાની પૂરી શક્યતા રહે છે. આ ડાયટમાં જ્યારે ફાઇબર્સનો ઉમેરો કરવામાં આવે છે ત્યારે આ જ વસ્તુઓ વિપરીત થતી જોવા મળી હતી. ઉંદરોની પાચનપ્રક્રિયા પ્રબળ બની હતી અને એમના ફેટ્સ જમા વાના દરમાં ઘટાડો થયો હતો. વળી ફાઇબર્સ વગરની ડાયટ શરૂ કર્યાના બે દિવસ પછી આ ઉંદરોના આંતરડાનો આકાર પણ બદલાયેલો જોવા મળ્યો. ખાસ કરીને આંતરડું નાનું ઈ ગયેલું લાગ્યું અને એની દીવાલો પણ પાતળી થઈ ગઈ હતી. ઉંદરોમાં જોવા મળેલાં પરિણામો પરી રિસર્ચમાં એ સાબિત કરવામાં આવ્યું કે જે રીતે ઉંદરોમાં જોવા મળ્યું એ જ રીતે માણસોમાં પણ મેટાબોલિક ડિસીઝ જેમ કે ઓબેસિટી, બ્લડ-પ્રેશર, ડાયાબિટીઝ જેવા રોગોથી બચાવ અને જો એ થયા હોય તો એના મેનેજમેન્ટ માટે ખોરાકમાં ફાઇબર્સ અત્યંત ઉપયોગી સાબિત થાય છે. ખોરાકમાં ફાઇબર્સ એટલે કે રેસાઓની માનવશરીરમાં શું ઉપયોગિતા છે અને એ આપણને કઈ-કઈ શારીરિક તકલીફી દૂર રાખે છે અવા તો એ તકલીફો દરમ્યાન મદદરૂપ થાય છે એ આજે વિસ્તારમાં સમજીએ ક્રિટીકેર હોસ્પિટલ, જુહુનાં ડાયટિશ્યન  પાસેથી.

કબજિયાતમાં રાહત

ફાઇબર્સ આખા પાચનતંત્રમાંથી પસાર ઈને અંતે શરીરની બહાર ફેંકાઈ જાય છે. જો એ પોટી કે મળ સો ભળે તો મળનું વજન અને સાઇઝ વધી જાય છે. જો એવું થાય તો મળ પાસ કરવાનું સરળ બને છે. મળ જો લૂઝ હોય, પાણી જેવો હોય તો એમાં ફાઇબર્સ ભળીને એ પાણીને શોષી લે છે જેને લીધે એને પાસ કરવાનું સરળ બને છે અને કબજિયાતની સમસ્યા રહેતી નથી. ખાસ કરીને ઇનસોલ્યુબલ ફાઇબર્સ ખાવાી આ ફાયદો થાય છે.

પાચનમાં ફાયદો

પાચન એક જટિલ પ્રક્રિયા છે. એને સરળ બનાવવાનું કામ ફાઇબર્સ કરે છે. મહત્વની વાત એ છે કે ગમે તેટલો ભારે ખોરાક તમે ખાઓ, પરંતુ જો તમારો ફાઇબર ઇન્ટેક વ્યવસ્તિ હોય તો તમને પાચનમાં ક્યારેય તકલીફ ન પડે. જે લોકોને પાચનની સમસ્યા હોય, ખોરાક પચતો ન હોય તેમણે તેમના ખોરાકમાં ફાઇબર્સનું પ્રમાણ વધારવું જરૂરી છે.

7537D2F3 3F16 418C 8E45 6B879E722C20 3

પોષક તત્વોની પૂર્તિ

ઘણા લોકો ખોરાક વ્યવસ્થિત લેતા હોય, પરંતુ તેમના શરીરમાં પોષકતત્વોની કમી જોવા મળે છે. એનું કારણ જ એ છે કે એ પોષકતત્વોયુક્ત ખોરાકનું પાચન થયું નથી અને શરીરને એ જેટલા પ્રમાણમાં જોઈએ એ ખોરાકમાંથી મળી શક્યાં નથી. ફાઇબર્સ આ સમસ્યાને દૂર કરી શકે છે. એ લેવાી શરીરને લેવાતા ખોરાકમાંથી પૂરતા પ્રમાણમાં પોષકતત્વો મળે છે.

ગેસ-ઍસિડિટીથી રાહત

જેમને અપચાની સમસ્યા છે એ લોકોને અપચાને કારણે પેટને લગતા પ્રોબ્લેમ્સ, ગેસ અને ઍસિડિટી રહે જ છે. આ બન્ને પ્રોબ્લેમ ભલે સમાન્ય લાગે, પરંતુ એનાથી શરીરને ઘણું નુકસાન પહોંચે છે. આખી સિસ્ટમને એ અસરકર્તા છે. જેમને ગેસ-ઍસિડિટીનો પ્રોબ્લેમ રહેતો હોય તેમણે પણ ખોરાકમાં ફાઇબર્સનું પ્રમાણ વધારવું જરૂરી છે.

કોલેસ્ટરોલ ઘટાડે

સોલ્યુબલ ફાઇબર્સ શરીરમાં લો ડેન્સિટીના લિપો પ્રોટીનની માત્રાને ઘટાડે છે એનો ર્અથ એ થયો કે એ બેડ કોલેસ્ટરોલને ઘટાડે છે. બેડ કોલેસ્ટરોલ ઘટવાથી કોલેસ્ટરોલની ટોટલ માત્રામાં પણ ઘટાડો થાય છે, જેને કારણે બ્લોકેજ થવાની સમસ્યામાં ઘણો ફાયદો થાય છે. ઘણાં રિસર્ચ એ સાબિત કરી ચૂક્યાં છે કે ફાઇબર્સ સારી માત્રામાં ખવાતાં હોય એવા લોકોનું બ્લડ-પ્રેશર પણ ઘણું કંટ્રોલ રહે છે. લોહીની નળીઓમાં ઇન્ફ્લેમેશન ઘટે છે. કોલેસ્ટરોલ અને બ્લડ-પ્રેશર બન્ને કાબૂમાં રહે તો સમજી શકાય છે કે ફાઇબર્સ હૃદયના સ્વાસ્થ્ય માટે કેટલાં ઉપયોગી થઈ શકે છે.

ડાયાબિટીઝ માટે અત્યંત લાભદાયી

જે લોકોને ડાયાબિટીઝ છે તેમના માટે ફાઇબર્સ, ખાસ કરીને સોલ્યુબલ ફાઇબર્સ અત્યંત ઉપયોગી સાબિત થાય છે. ખોરાકમાંથી જે શુગર છુટ્ટી પડે છે અને લોહીમાં સીધી ભળે છે એ શુગર જો ફાઇબર્સ હોય તો એ ધીમે-ધીમે લોહીમાં ભળે છે, એકસો ભળી જતી નથી. એટલે લોહીનું શુગર-લેવલ ડાયાબિટીઝમાં એકદમ વધી જતું હોય તો એ અટકે છે. સોલ્યુબલ કે ઇન્સોલ્યુબલ કોઈ પણ પ્રકારનાં ફાઇબર્સનું પ્રમાણ ડાયાબિટીઝના દરદીઓએ પોતાના ડાયટમાં વધુ રાખવું ખૂબ ફાયદેમંદ સાબિત થાય છે. જે લોકોને જિનેટિકલી ડાયાબિટીઝ વાની શક્યતા વધુ રહે છે એવા લોકોએ પણ એનાથી બચવા ફાઇબર્સયુક્ત ડાયટ લેવું જોઈએ. એમ કરવાથી તેમની ડાયાબિટીઝી બચવાની શક્યતામાં ઉમેરો થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.