Abtak Media Google News

પ્રાચીન ગરબીના માઘ્યમથી સંસ્કૃતિની ઝાંખી કરવાનો અનોખો પ્રયાસ

ધોકળીયા સ્કુલ રાજકોટ પંચાયતનગર ચોક પાસે જી.કે. ધોળકીયા સ્કુલના ચાચર ચોકમાં છેલ્લા પાંચ વર્ષની પ્રાચીન નવરાત્રી રાસ ગરબા મહોત્સવનું શ્રેષ્ઠતમ આયોજન કરી રહી છે. જેમાં દરરોજ નવા નવા પ્રાચીન રાસ ગરબાઓ પરંપરાગત રીતે રજુ કરવામાં આવે છે. જે નિહાળવા રોજના લગભગ સેંકડો ભકતજનો માઇ ભકતો, મનોરંજન અને ઉત્સવપ્રિય લોકો આ ચાચર ચોકમાં ઉમટીપડે છે.

ધોળકીયા સ્કુલ દર વર્ષે નવરાત્રી ગરબાનું આયોજન કરે છે. પ્રાચીન ગરકા નવીનતમ રીતે તૈયાર કરી રજુ કરે છે. આ વર્ષે પણ એજ લોકોને કંઠે વસેલા રાસ-ગરબા જેવા કે મોર બની થનગાટ કરે મોગલ છેડતો કાળો નાગ, ઘોર અંધારી રે… આસમાના રંગની ચુંદડી આવા અનેક પ્રાચીન ગરબાઓને નવો જ ટચ અને લૂક આપી તૈયાર કરવામાં આવ્યા છે.

ધોળકીયા સ્કુલ્સ રાજકોટ આયોજીત આ પ્રાચીન નવરાત્રી રાસ-ગરબા મહોત્સવ ની સફળતાના સોપાનો માં સુંદર, નયનરમ્ય, મનોહર અને વિશાળ રંગમંચની સજાવટના સારથીઓ નરેન્દ્રભાઇ મેવાસર, રજનીભાઇ પટેલ, અનકભાઇ વાળા, ગજેન્દ્રભાઇ ગોકાણી તથા હિરેનભાઇ દોમડીયા પોતાના અનુભવો અને આવડત વડે સજાવી રહ્યા છે.

જયારે અઘતન લાઇટીંગ અને સાઉન્ડ સિસ્ટમ વિડીયોગ્રાફી, ફોટોગ્રાફીના માટેના ટીમના સભ્યો કૃણાલભાઇ, વિમલભાઇ, ગગનભાઇ, હિનેશભાઇ, દિપેશભાઇ, નૈમિષભાઇ, અપૂર્વભાઇ, ધવલભાઇ ભોરાણીયા, ધવલભાઇ કકૈયા, સુધીરભાઇ શૈલેષભાઇ અભિષેકભાઇ વગેરે  જહેમત ઉઠાવી રહ્યા છે.

મા અંબાની ભવ્ય અને મનોહર મૂર્તિની કલા કારીગરી તેમજ સ્થાપન અને સજાવટ કૈલાસબેન શીંગાળા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.

આંખોની આંજી નાખતી અને અત્યંત લેટેસ્ટ ટેકનોલોજીથી સજજ અને કલરફૂલ લાઇટીંગના મનીષભાઇ પટેલ, લાઇટ ડેકોરેશન સંભાળી રહ્યા છે.

નવરાત્રી મહોત્સવના સમગ્ર ક્ષેત્ર જેવા કે રંગમંચ લાઇટ, સાઉન્ડ એલઇટી સ્ક્રીન, સીંગન ચોઇસ વગેરે વગેરેનું કવોલીટી પસંદ કરી અને તમામ પ્રકારની વ્યવસ્થાઓ જેમાં કયાંય કશી કચાશ ન રહી જવા પામે તેવું જીણવટ પૂર્વકનું ઘ્યાન રાખી આખા નવરાત્રી મહોત્સવને એક મહાનતમ મહાપર્વ બનાવવા સતત કટ્ટીબઘ્ધ રહેતા એવા ધવલભાઇ ધોળકીયા પોતાની દુદર્શિતાથી સુંદર સંચાલન કરી રહ્યા છે.

તેવું અબતકની મુલાકાતે આવેલા જીતુભાઇ ધોળકીયા, ઇદિરાબા, મીતામેડમ, નેહલમેડમ, કિમામેડમ, હિના મેડમે કહ્યું હતું

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.