Abtak Media Google News

દર્દીઓના પરિવારજનોને ઇન્જેકશનો બહારથી લેવા કરાય છે મજબુર

સરકારની બેદરકારીથી આરોગ્ય કર્મીઓની મહેનત એળે જતી હોવાની ચર્ચા

પોરબંદરની સરકારી જનરલ તેમજ સરકારી કોવિડ હોસ્પિટલમાં લોહી પાતળા કરવાના ઈન્જેકશનો લો ડોઝના વપરાતા હોવાની ચચાઓ જાગી છે, જેના પરીણામે દદર્ીઓને હાઈ ડોઝના ઈન્જેકશનો ખાનગી મેડીકલ સ્ટોર્સમાંથી ખરીદવાનો વારો આવ્યો છે.

કોરોના કાળમાં એપ્રિલ મહીનાથી પોરબંદરમાં સરકારી કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવી હતી. અહીં કોરોનાના દદીઓને દાખલ કરી સારવાર આપવામાં આવતી હતી. કોરોનાના રોગમાં મોટાભાગના દદીઓને લોહીમાં ડી ડાઈમર વધી જાય છે. એટલે કે લોહી જાડું થઈ તેના ગાંઠા થવા લાગે છે અને તેના પરીણામે દદીઓના મોત નિપજતા હોય છે. આ ડી ડાઈમર ઘટાડવા માટે એલ.એમ.ડબલ્યુ.એચ. ના પોઈન્ટ સિકસના ઈન્જેકશનો વાપરવા પડતા હોય છે. કોવિડ હોસ્પિટલમાં શરૂઆતમાં આ ઈન્જેકશનનો જથ્થો ઉપલબ્ધ કરવામાં આવ્યો હતો અને દદીઓને આ ઈન્જેકશનો આપી દદીઓનો ળવ બચાવવા પૂરતો પ્રયાસ કરવામાં આવતો હતો. પરંતુ લગભગ છેલ્લા બે-ત્રણ માસથી એલ.એમ.ડબલ્યુ.એચ. પોઈન્ટ ચાર ના ઈન્જેકશનો હોસ્પિટલમાં ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. નિષ્ણાંત તબીબોના જણાવ્યા અનુસાર આ લો ડોઝના ઈન્જેકશનોના કારણે દદીઓને ડી ડાઈમરમાં કોઈ ખાસ્સો ફર્ક પડતો નથી. પોઈન્ટ ચારવાળા ઈન્જેકશન એવા લોકોને જ આપી શકાય કે જેમનું વજન ૪૦ કિલોથી નીચે હોય. કોરોનાના દદીઓમાં ૪૦ કિલોથી ઓછા વજનવાળા દદીઓ ખૂબ ઓછા જોવા મળે છે. ત્યારે હોસ્પિટલમાં બે-ત્રણ મહીનાથી આ લો ડોઝના ઈન્જેકશનો જ ઉપલબ્ધ હોવાને કારણે સારવાર આપતા ડોકટરો પોઈન્ટ ૬ ના ઈન્જેકશનો ખાનગી મેડીકલ સ્ટોર્સમાંથી લેવા માટે દદીઓને આગ્રહ રાખતા હતા. તબીબોના આ આગ્રહનું કારણ માત્ર દદ્ીઓનો જીવ બચાવવાનો જ હોય છે. લો ડોઝના ઈન્જેકશનો પૂરતી અસર કરતા નથી. ત્યારે હાઈ ડોઝના ઈન્જેકશનો ફરજીયાતપણે દદ્ીઓને બહારથી મંગાવવા પડતા હતા. સામાન્ય રીતે હાઈ ડોઝના આ ઈન્જેકશનની કિંમત રૂપીયા પાંચસો થી છસ્સો જેટલી જોવા મળે છે. આવી ઈન્જેકશનોની આકરી કિંમત ચૂકવવી જરૂરીયાતમંદ દદીઓ માટે ભારે થઈ પડે છે. તો કોવિડના દદીઓની સાથે હ્રદયરોગ અથવા કોઈપણ પ્રકારના એટેકના દદીઓને પણ લોહી પાતળું કરવા માટે એલ.એમ.ડબલ્યુ.એચ. ના આ ઈન્જેકશનો આપવા પડતા હોય છે. પરંતુ વચ્ચે હોસ્પિટલનો બે થી ત્રણ મહીના જેટલો સમય એવો ગયો છે કે જેમાં માત્ર લો ડોઝના જ ઈન્જેકશનો રાજ્ય સરકાર દ્વારા ઉપલબ્ધ કરવામાં આવતા હતા. જેને કારણે જરૂરીયાતમંદ દદ્ીઓએ ખૂબ મુશ્કેલીઓ ભોગવી છે. તો બીળ તરફ આ હોસ્પિટલના ડોકટરો દદીઓના ળવ બચાવવા માટે હાઈ ડોઝના ઈન્જેકશનો બહારથી મંગાવવા માટે દદીઓના સગાવ્હાલાઓ પાસે આગ્રહ રાખતા હતા. જેના પરિણામે સરકારી ડોકટરો કમીશન માટે આવું કરતા હશે તેવી ગેરસમજણ પણ ઉભી થઈ હતી. પરંતુ વાસ્તવિકતા એ હતી કે ડોકટરો માત્ર દદીઓનો ળવ બચી શકે તેવા હેતુસર હાઈડોઝના ઈન્જેકશનો બહારથી મંગાવવા માટે આગ્રહ કરતા હતા. પોરબંદરની કોવિડ હોસ્પિટલમાં તબીબો સહીતનો મેડીકલ સ્ટાફ દદીઓ માટે ખૂબ સારી સેવાઓ આપી રહ્રાો છે ત્યારે સરકારની આવી બેદરકારીને કારણે દદીઓને યોગ્ય સારવાર મળી શકતી નથી. જેને લઈને પોરબંદર જિલ્લાવાસીઓમાં રોષ જણાઈ રહ્રાો છે. જો કે હાલ છેલ્લા બે-ત્રણ દિવસથી હોસ્પિટલમાં ઝીરો પોઈન્ટ છ ના એટલે કે હાઈ ડોઝના ઈન્જેકશનો ઉપલબ્ધ કરાવી દેવામાં આવ્યા હોય તેવા સમાચારો મળી રહ્રાા છે..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.