Abtak Media Google News
કાનૂની લડતમાં મોરબી સિરામિક એસોસિએશનનો હાથ ઉપર

મોરબીના ટાઇલ્સ ઉદ્યોગ સાથે સીધી જ હરીફાઈ કરતી ૪ ચાઈનીઝ કંપનીઓને એન્ટી ડમ્પિંગ ડ્યુટી માફી મામલે સિરામિક એસો.દ્વારા હાઇકોર્ટમાં કરાયેલી રીટ માં હાઇકોર્ટે સ્ટે આપી ભવિષ્યમાં ફાઇનલ ચુકાદો બંધનકર્તા બનાવતા સિરામિક ઉધોગમાં રાહતની લાગણી પ્રસરી છે.

સિરામિક એસોસિએશન પ્રમુખ કે.જી.કુંડારીયાના જણાવ્યા મુજબ ચાઈનામાંથી ઈમ્પોર્ટ થતી સિરામિક ટાઈલ્સ પ્રોડક્ટ પર ભારતના એન્ટીડમ્પિંગ વિભાગે ૨૮ કંપની સામે અલગ અલગ એન્ટીડમ્પિંગ ડ્યુટી લગાવી હતી જયારે ચાઈનાની ૪ કંપની સામે ઝીરો એન્ટીડમ્પિંગ ડ્યુટી લગાવી હતી. આ કાયદાનાં વિરોધાભાષનાં વિષય મુદ્દે મોરબી સિરામિક એસો.એ હાઈકોર્ટમાં રીટ દાખલ કરી આ નિયમોને પડકાર્યા હતા. પરિણામ સ્વરૂપે હાઈકોર્ટએ વચગાળાનો હુકમ આપી મોરબી સિરામિક ઉદ્યોગની તરફેણમાં ચુકાદો આપ્યો છે.

વધુમાં ભવિષ્યમાં જે અંતિમ ચુકાદો આવશે એ મુજબ આજથી ચાઈનામાંથી માલ ઈમ્પોર્ટ કરતી ૨૮ જેટલી કંપનીને આજ રોજથી જે એન્ટીડમ્પિંગ ડ્યુટી ભરવાની રહેશે. આથી વેપારીઓ ચાઈનાથી માલ મંગાવતા વિચારશે પરિણામે મોરબીના ઉત્પાદકોને ફાયદો થશે.

સિરામિક એસો. પ્રમુખ કે.જી કુંડારિયાએ વધુમાં જણાવ્યું હતું કે, હાઈકોર્ટનાં હુકમથી મોરબી સહિત તમામ સિરામિક ઉદ્યોગકારોને ફાયદો થશે. હોમ પ્રોડક્ટ્સનું વેચાણ વધશે. ચાઈનાનો માલ ભારતમાં ડમ્પિંગ થતા અટકશે જેનો સીધો ફાયદો ભારતનાં સ્થાનિક માર્કેટને થશે અને હોમ પ્રોડક્ટ માલ વધુ વેચાશે.

મોરબી સિરામિક એસો.ની હાઈકોર્ટમાં સરકારની એન્ટીડમ્પિંગ ડ્યુટી અને ચાઈના સામે પ્રથમ તબક્કામાં મોટી જીત થઈ છે. ઉલ્લેખનીય છે કે હાઇકોર્ટના આ ચુકાદાથી ભેદભાવ ભરી નીતિ અપનાવનાર ડિરેક્ટર જનરલ ઓફ એન્ટી ડમ્પિંગ ડ્યૂટીને ફટકાર પડી છે અને આ સાથે જ તેઓએ આશા પણ વ્યક્ત કરી હતી કે, આવનારા સમયમાં હાઈકોર્ટનો અંતિમ ચુકાદો મોરબી સિરામિક એસો.ની તરફેણમાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.