રેમડેસીવીર ઇન્જેકશનના કાળાબજારનો પર્દાફાશ કરનાર ક્રાઇમ બ્રાન્ચની હાઇકોર્ટે પીઠ થાબડી

ડોકટર, એમઆર, નર્સીંગ સ્ટાફ સહિત દસ શખ્સો દ્વારા કોરોના પોઝિટીવ દર્દી પાસેથી ઉંચી કિંમત વસુલ કરી મજબુરીનો લાભ ઉઠાવ્યો’તો

કોરોના મહામારીમાં એક બીજાને સધિયારો આપી ઉપયોગી થવાના બદલે કોરોના પોઝિટીવી દર્દીની મજબુરીનો લાભ ઉઠાવી કેટલાક તબીબ, નર્સીંગ સ્ટાફ અને એમઆર સહિતના શખ્સો દ્વારા રેમડેશીવીર ઇન્જેકશનના કાળા બજાર કર્યાના ચોકાવનારા પ્રકરણનો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરાયેલા પર્દાફાસની સરાહનીય કામગીરીની હાઇકોર્ટ દ્વારા પસંશા કરી ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફની પીઠ થાબડી છે.

રેમડેશીવીર ઇન્જેકશનના કાળા બજાર કરવાના ગુનામાં વાંકાનેર સોસાયટીમાં રહેતા અને નાણાવટી ચોકમાં શુભમ ક્લિનીક ધરાવતા બી.એચ.એમ.એસ ડોકટર દીપક દેવરાજ ગઢીયા, નિલકંઠ કોવિડ હોસ્પિટલના સુપરવાઇઝર મુકેશ ભીખુ રાઠોડ, શાંતિ કોવિડ હોસ્પિટલની નર્સ દેવ્યાની, જીતેન્દ્ર ચાવડા, લક્ષ્મીનગરના વિશાલ ભૂપત ગોહેલ, પંચવટી સોસાયટીના અંકિત મનોજ રાઠોડ, નવલનગરના જગદીશ ઇન્દ્રવદન કંસારા, લક્ષ્મીનગરના હિંમત કાળુ ચાવડા અને પરેશ ઝાલાવાડીયા સહિતના શખ્સોની ધરપકડ કરી પૂછપરછ કરતા રેમડેશીવીર ઇન્જેકશનની કુત્રિમ અછત ઉભી કરી બોગસ બીલ બનાવી ઇન્જેકશન કાળા બજારમાં વેચાણ કર્યાનું ખુલ્યું હતું.કોરોના પોઝિટીવ દર્દી માટે ખુબજ જરૂરી ગણાતા ઇન્જેકશનની અછત ઉભી કરવી અને તેની મજબુરીનો લાભ લઇ કાળા બજાર કરવાના કૌભાંડનો પર્દાફાસ કરવાની સરાહનીય કામગીરી કરનાર રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફની પીઠ થાબડી છે.

Loading...