Abtak Media Google News

સરકારની તિજોરી ઉપર ‚રૂ.૧૦૦ કરોડનો બોજ પડવાનો અંદાજ

ગુજરાત હાઈકોર્ટે ૭૫૦ નિવૃત પ્રધ્યાપકોને ૬ઠ્ઠા પગાર પંચનો લાભ આપવા સરકારને આદેશ આપ્યો છે.

આ કેસની વિગતો મુજબ વર્ષે ૨૦૦૬માં નિવૃત થયેલા ૭૫૦ પ્રધ્યાપકો સરકારી અને ગ્રાન્ટેડ કોલેજમાં સેવા આપતા હતા અને તેમના છેલ્લા પગારના આધારે પેન્શન મળવા પાત્ર હતુ અલબત રાજય સરકારે તેમને આ લાભ આપવાનો નનૈયો ભણી દીધો હતો. સરકારે માંગણી પુરી ન કરતા નિવૃત પ્રધ્યાપકોએ એડવોકેટ ભાર્ગવ હસુર્કરની મદદથી હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા આ કેસની સૂનાવણી બાદ વર્ષ ૨૦૧૪માં સીંગલ જજની બેંચે તેમની માંગ માન્ય રાખી હતી ત્યારબાદ લેકચરર્સ દ્વારા ડીવીજન બેન્ચ સમક્ષ અપીલ કરાઈ હતી. હવે આ કેસમાં હાઈકોર્ટે સરકારને નિવૃત પ્રધ્યાપકોને તા.૨૧ ઓગષ્ટના ધોરણે ૬ઠ્ઠા પગાર પંચ પ્રમાણે પેન્શન ચૂકવવા આદેશ આપ્યો છે. સરકાર ૭૫૦ નિવૃત પ્રધ્યાપકોને ૬ઠ્ઠા પગાર પંચ મુજબ પેન્શન ચૂકવશે તો સરકારી તીજોરી ઉપર ૧૦૦ કરોડના ભારવાનો અંદાજે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.