Abtak Media Google News

હાઈકોર્ટમાં કુલ ૫૨ જજોની જરીયાત સામે માત્ર ૨૭ ન્યાયધીશો

કોર્ટની જટીલ પ્રક્રિયા અને જજોની અછતના કારણે રાજયના કેટલાક કેસોની તારીખ પે તારીખ નહીં પરંતુ વર્ષોના વર્ષ વિતી ગયા છે છતાં આવા કેસોને ન્યાય મળ્યો નથી જેને લઈને ગુજરાત બાર એસોસીએશન હડતાલ પર જઈ શકે છે.

કેન્દ્ર સરકાર દ્વારા હાઈકોર્ટમાં સમયાંતરે જજોની નિમણુક ન થતા બાર એસોસીએશન કાઉન્સીલે નારાજગી જતાવી ચિમકી ઉચ્ચારી છે કે જો ૧૪મી પહેલા જજોની નિમણુક નહીં થાય તો હાઈકોર્ટના વકિલો હડતાલ ઉપર ઉતરી જશે.

ઝડપી ધોરણે જજોની વરણી અંગે ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસીએશને પોતાના મુદાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય કાયદા મંત્રીને અપોઈમેન્ટ દ્વારા ત્રણ દિવસની અંદર જ રજુઆત કરવાનો નિર્ણય લીધો છે.

ગત માસે સુપ્રીમ કોર્ટ કોલેજીયમે હાઈકોર્ટ બેંચ માટે ચાર જજોના નામના સુચનો કર્યા હતા જેમાંથી ચારના નામ સંગીતા વિશેન, બી.ડી.કારીયા, વી.પી.પટેલ અને એડવોકેટ મેઘા જાનીનો સમાવેશ થાય છે.

હાઈકોર્ટમાં હાલ ૫૨ જજોની આવશ્યકતા છે જેની સામે વર્તમાન સમયમાં માત્ર ૨૭ જજો કાર્યરત છે. બુધવારે પસાર કરાયેલા રીજોલ્યુશન મુજબ એડવોકેટ એસોસીએશને કહ્યું કે, ૧૪મી સુધીમાં જો જજોની નિમણુક તેમની ઉમ્રનું વેરીફીકેશન ઉપરાંત તમામ પ્રક્રિયા જો પૂર્ણ કરવામાં ન આવી તો ૧૫મી જાન્યુઆરીએ વકિલો હડતાલ દ્વારા પ્રદર્શન કરશે.

આ ચીમકી સાથે બાર એસોસીએશને કેન્દ્રને ધ્યાન દોર્યું કે કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને અને રાજયના લોકોને પુરતો ન્યાય મળી રહે માટે જજોની નિમણુક જે આવશ્યક છે તે થવી જોઈએ. હાયર જયુડીશરીની જે ક્ષમતા છે તે મુજબ સરકારે રાજયમાં પુરતા જજોની વરણી કરવી જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.