Abtak Media Google News

ટોલનાકા પર થતા ટ્રાફિકને કારણે વીઆઈપી તેમજ જજોને ૧૦ થી ૧૫ મિનિટ રાહ જોવી પડે છે જે નિરાશાજનક છે

મદ્રાસ હાઈકોર્ટે ભારતના રાષ્ટ્રીય રાજમાર્ગ પર સમગ્ર ભારતમાં જજ સહિત વીઆઈપીઓ માટે ટોલનાકા પર અલગ અલગ લેનની વ્યવસ્થા કરવા જણાવ્યું છે.

કોર્ટે કહ્યુંં ટોલપ્લાઝા પર થતા ટ્રાફીકને કારણે જજ કે વીઆઈપીને ગાડીમાં બેસી પોતાની ગાડીનો નંબર આવે ત્યાં સુધી રાહ જોવી પડે છે જે ખૂબજ નિરાશાજનક બાબત છે. ટોલપ્લાઝા પર ૧૦ થી ૧૫ મીનીટ સુધી રાહ જોવા મજબૂર કરવામાં આવે છે જે તેમના હોદાની ગરીમાને ઠેસ પહોચાડે છે.

ન્યાયમૂર્તિ ટુલુવાડી જી રમેશ અને એમવી મુરલીધરનનીઅકે ખંડપીઠે એનએચએઆઈને બધા ટોલનાકા માટે એક પરિપત્ર મોકલવાનો નિર્દેશ કર્યો છે અને એક આદેશ પણ આપ્યો છે. કોર્ટે કહ્યું કે વીઆઈપી અને જર્જ માટેની અલગ લેનના નિર્દેશના પરિપત્રનું કોઈ પણ અધિકારીઓ દ્વારા ઉલ્લંઘન કરવામાં આવશે તો કોર્ટ દ્વારા તેને નોટીસ આપવામાં આવશે.

કોર્ટે અલઅડટી કૃષ્ણગીરી વાલજાપેર ટોલવે લિમિટેડની અપીલની સુનાવણી કરી જેમાં તમિલનાડુ રાજય પરિવહન નિગમલિમિટેડના વિલ્લૂપુરમને સેલમ ડિવિઝનને ટોલટેક્ષ માટે અલગ લેનની માંગણી કરી હતી કોર્ટે આ અંગેની વધુ સુનાવણી એક મહિના પછી કરશે.

મહત્વનું છે કે એનએચઆઈ એક સ્વતંત્ર સરકારી એજન્સી છે અને રાષ્ટ્રીય રાજમાર્ગોનું સંચાલન કરે છે. જો કે દેશમાં વધતી જતી ટ્રાફીકનીક સમસ્યાને કારણે ટોલનાકા પર ભારે ટ્રાફીક જોવા મળે છે. અને વીઆઈપી કે જજોને આ ટ્રાફીકમાંથી પસાર થવું પડે છે. જો તેઓ માટે અલગ લેન શરૂ કરવામાં આવે તો તેમની ગરીમા પણ જળવાય અને તેઆને ટ્રાફીકમાંથી પસાર પણ ન થવું પડે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.