Abtak Media Google News

એલજીબીટીકયુ અંતર્ગત કેરાલામાં સમલૈંગિક કપલને પહેલીવાર કોર્ટ દ્વારા મંજૂરી અપાઈ

ભારતના દક્ષિણી રાજય કેરલમાં સમલૈંગિક કપલને સાથે રહેવા કોર્ટે મંજૂરીની મહોર મારી છે. ૪૦ વર્ષિય એસ શ્રીજા અને ૨૪ વષિય અરુણાએ અગાઉ કોર્ટમાં અરજી કરી હતી કે તેમને પરિવાર દ્વારા સાથે રહેવા દેવામાં આવતા નથી કોર્ટમાં તેમણે જણાવ્યું કે શ્રીજા અને અરુણા બે વર્ષથી એકબીજા સાથે સંબંધમાં છે. અને તેઓ ઓગષ્ટમાં એક સાથે રહેવા લાગી.

કોર્ટના ફેસલા અ પ્રથમ કિસ્સો માનવામાં આવી રહ્યો છે. પોતાની અરજીમાં શ્રીજાએ કહ્યું હતુ કે અરુણાને પરિવારના સભ્યો દ્વારા આ સંબંધો નહી રાખવા માટે કનડગત કરવામાં આવે છે. અને અરુણાની માતા દ્વારા પણ આ અંગે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. જેના પગલે તેને પકડી લેવામા આવી.

શ્રીજાએ આરોપ લગાવ્યો કે પોલીસે એવું જણાવ્યું હતુ કે તે ઘરેથી ભાગી ગઈ હતી માટે તેને પકડી લેવામાં આવી છે. પરિવારજનોની કનડગતને લઈ શ્રીજા અને અરુણાએ કોર્ટનો સહારો લીધો હતો.

જો કે તાજેતરમાં એલજીબીલીટીકયુ અંતર્ગત સમલેંગિકોની તરફેણમાં આવેલા ચુકાદા બાદ હવે શ્રીજા અને અરુણા એક સાથે રહેશે કોર્ટના ચૂકાદા બાદ પણ ઘણી જગ્યાએ ‚ઢિવાદી અને પરંપરાને લઈ પરિવારના સભ્યો આવા સંબંધોને માન્ય રાખતા નથી પરંતુ મેગા કે મેટ્રો સિટીમાં આવા સંબંધોને માન્યતા મળી રહી છે. કોર્ટના ફેસલા બાદ પણ સમલેંગિકોનો વિરોધ થઈ રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.