Abtak Media Google News

સતત પાછી ઠેલાતી નવા સુકાની ની વરણી: મજબુત નેતા મળતા નથી કે અન્ય કોઈ કારણ? મહાનગર અને જિલ્લાના પ્રમુખના નામ જાહેર કરવામાં પણ સતત પડતી મુદત

 દિલ્હી વિધાન સભાની ચૂંટણીના પરિણામ બાદ હવે નવા પ્રમુખના નામની જાહેરાત થાય તેવી સંભાવના:વાઘાણીને­­­­­­ રિપીટ કરાય તેવી શકયતા ખૂબજ નહીવત

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સહિતના સંગઠન માળખાની મુદત એક વર્ષ પહેલાજ પૂર્ણ થઈ ગઈ છે.ગત વર્ષ લોકસભાની ચુંટણીના કારણે સંગઠન માળખુ યથાવત  રાખવામાં આવ્યું હતું. ચુંટણી પૂર્ણ થયાના ૯ માસ વિતી ગયા છે અને નવી કેન્દ્ર સરકાર પણ કામે લાગી ગઈ છે. છતા હાઈકમાન્ડ દ્વારા પ્રદેશ પ્રમુખનું નામ જાહેર કરવામાં ભેદી ઢીલ  દાખવવામાં આવી રહી છે સતત નવી-નવી તારીખો આપવામાં આવી છે. જેથી કાર્યકરો પણ ગોટે ચળ્યા છે હવે નવી વાતો એવી સંભળાય રહી છે કે દિલ્હી વિધાન સભાની ચુંટણી પૂર્ણ થયા બાદ ગુજરાતના પ્રમુખના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે

ગત માસે કેન્દ્રીય ગ્રુહ મંત્રી અમિતભાઈ શાહ (ત્યારે તેઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા) ગુજરાતના પ્રવાસે  આવ્યા હતા બે દિવસ દરમિયાન તેઓએ સંગઠનના હોદેદારો,મુખ્યમંત્રી અને રાજય સરકારના સિનીયર મંત્રીઓ  સાથે બેઠક યોજી હતી અને સંગઠનની રચના અંગે ચર્ચા વિચારણા કરી હતી ત્યારે  એવી વાતો વહીત થઈ હતી કે, ઉત્તરાયણ બાદ કમુરતા ઉતરતાની સાથે જ ભાજપ દ્વારા નવા પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત કરી દેવામાં આવશે પરંતુ કમુરતા પુરા થયાને ૨૦ દિવસ વિતી ગયા હોવા છતા હજી સુધી સંગઠનના નવા સુકાનીના કોઈ ઠેકાણા નથી. ગુજરાત પ્રદેશ ભાજપના નવા પ્રમુખ માટે હાલ પૂર્વ ગ્રૃહમંત્રી ગોરધનભાઈ ઝડફીયા, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા અને મહપ્રમુખ મંત્રી કૌશીક પટેલના નામો ચર્ચામાં છે જીતુભાઈ વાઘાણીને પણ રિપીટ કરવામાં આવે તેવી વાતો પણ ચાલી રહી છે.પરંતુ હાલના સંજોગો જોતા એવુ નથી લાગતું કે જીતુભાઈને ફરી પ્રમુખપદનો તાજ પહેરાવવામાં આવે સામાન્ય રીતે  એવુ હોય છે કે જયારે મુખ્યમંત્રી સૌરાષ્ટ્રના હોય ત્યારે  પ્રદેશ પ્રમુખ ઉતર કે દક્ષિણ અથવા મધ્ય ગુજરાતના હોય છે પરતુ છેલ્લા સાડાત્રણ વર્ષથી સરકારના સરતાજ અને સંગઠનના સુપ્રીમો સૌરાષ્ટ્રના છે હાલ હાઈકમાન્ડ દિલ્હી ફતેહ કરવામાં જાતરાયુ છે ત્યારે એવી વાતો ચાલી રહી છે કે દિલ્હી વિધાન સભાની માળખુ જાહેર કરી દેવામાં આવશે.

7537D2F3 2

રૂપાણી સરકારના વર્તમાન મંત્રી મંડળમાં પણ ફેરફાર કરવામાં આવે તેવુ મનાય રહ્યું છે છેલ્લા નવા માસથી સંગઠનની રચના માટે અપાતી તારીખમાં વધુ એક વખત મૂદત  પડે છે હવે આવતા સપ્તાહે નવા પ્રમુખના નામની ઘોસણા કરાય તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે.કોઈ વિધ્ન નહી આવે અને બધુ સમુમંત્રીઓ ઉતરશે તો દશેક દિવસ ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળી જશે

રાષ્ટ્રીય પ્રમુખની નિમણુંક કરી દેવામાં આવી છે.પરંતુ હજી ગુજરાત પ્રદેશ પ્રમુખની વાતતો દુર રહી મહાનગરો અને જિલ્લા પ્રમુખના નામની પણ જાહેરાત કરવામાં આવી નથી નવા સુકાનીની જાહેરાતમાં સતત મૂદત પડતા કાર્યકરોનો જુસ્સાયેણ તુટી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.