Abtak Media Google News

લોકલ ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી, મરિન પોલીસ દ્વારા ચેકિંગ: બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડપણ તૈનાત

કચ્છના સરહદી કોસ્ટલ વિસ્તારોમાં પોલીસનું સઘન ચેકીંગ શરૂ કરાયું છે.લોકલ ક્રાઈમ બ્રાન્ચ , સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ,મરીન પોલીસ સહિત પોલીસની વિવિધ ટીમોએ સઘન ચેકીંગ શરૂ કર્યું છે.કચ્છના જુનાકંડલા, નવાકંડલા, મીઠાપોર્ટ, સિરવા સહિતના બંદરિય વિસ્તારમાં સઘન ચેકીંગ હાથ ધરવામાં આવી છે.

Vlcsnap 2019 02 28 09H26M10S85

તો સરહદી તાલુકા ઓ લખપત, અબડાસા , ખાવડા સહિતના ગામડાઓમાં પોલીસનું સઘન ચેકીંગ હાલ શરૂ છે.બોમ્બ સ્કવોડ , ડોગ સ્કવોડ સહિતની ટુકડીઓ સાથે પોલીસની વિવિધ ટીમો હાલ સુરક્ષામાં જોતરાઈ છે કચ્છમાં સુરક્ષા માં કોઈ કચાસ ન રહી જાય તે માટે તકેદારી દાખવવામાં આવી છે.ક્ચ્છ બોર્ડરની સામે પાર પાકિસ્તાની આર્મીની વધતી હિલચાલ ટાંકણે જિલ્લામાં સુરક્ષા સઘન બનાવી દેવાઈ છે.

Vlcsnap 2019 02 28 09H24M24S18

કચ્છનો દરિયો ભારત – પાકિસ્તાન ને જોડતો દરિયો છે અને અહી અવારનવાર પાકિસ્તાની ઘૂસણખોરો ઝડપાતા હોય છે ત્યારે અહીં સુરક્ષા વધારાઈ છે.હાલની પરિસ્થિતિ જોતા , કચ્છની સરહદને અડકીને આવેલા નારાયણ સરોવર , કોટેશ્વરના માછીમારોને તકેદારી રાખવા બીએસએફ દ્વારા સૂચના અપાઈ છે.

Vlcsnap 2019 02 28 09H25M05S207

માછીમારોના જણાવ્યાં મુજબ ,હાલની પરિસ્થિતિ માં બીએસએફ જ્યાં સુધી મંજૂરી આપે ત્યાં સુધી જ  માછીમારી કરવામાં આવી રહી છે અને શક્ય હોય ત્યાં સુધી માછીમારી માટે જતા જ નથી.૪૦ કિલોમીટરની માછીમારીની રેન્જ છે જે માંથી ૨૦ કિલોમીટર સુધી જ હમણાં પરવાનગી આપી છે.અમને બીએસએફ કહે તેમ અમે કરીએ છીએ દરિયામાં કોઈ સંદિગ્ધ હિલચાલ કે અજાણી બોટ દેખાય તો તુરંત બીએસએફને જાણ કરવામાં આવે છે.

Vlcsnap 2019 02 28 09H28M06S220

ભારતે પાકિસ્તાન પર કરેલી એર સ્ટ્રાઈક બાદ જિલ્લાને હાઈ એલર્ટ પર મુકવામાં આવ્યો છે.ત્યારે ભારત – પાકિસ્તાન સરહદને અડીને આવેલા ક્ચ્છ જિલ્લાના લખપત તાલુકાના લોકો ભયમુક્ત જીવન જીવી રહ્યા છે.સરહદી લખપતના કૈયારી , કપુરાશી , કોટેશ્વર , નારાયણ સરોવર , પીપર , ગુનેરી સહિતના ગામો સરહદ પર આવેલા છે.ભારત – પાકિસ્તાન વચ્ચે હાલે તંગ ભરી પરિસ્થિતિ છે તે વચ્ચે સરહદી ગામના લોકોમાં જુસ્સો જોવા મળી રહ્યો છે.ગ્રામજનોએ જણાવ્યું કે , અમને અમારી સેના પર પૂરો ભરોસો છે.અને સરકાર પર વિશ્વાસ છે.જરૂર પડ્યે અમે સરહદ પર પણ જવા તૈયાર છીએ…ત્યારે આ જુસ્સો અને જોમ સૈનિકોને પણ પ્રેરણા આપી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.