Abtak Media Google News

૨૯મી જુલાઈએ સતત ૨૪ કલાક સુધી ચાલનાર સ્માર્ટ સિટી રાજકોટ હેકેોન-૨૦૧૭ ઇવેન્ટનું નોલેજ પાર્ટનર દર્શન એન્જી. કોલેજ ખાતે આયોજન: હેકેોન માટે ૮૦થી ૯૦ ટીમો પસંદ કરાશે અને શ્રેષ્ઠ ટેકનીકલ સોલ્યુશન પ્રસ્તુત કરનાર પ્રમ ત્રણ ટીમોને તા પાંચ અન્ય ટીમોને કુલરૂ૪ લાખના ઇનામ અપાશે

આજી બે ત્રણ માસ પૂર્વે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્માર્ટ ઇન્ડિયા હેકેોનનું આયોજન કરી દેશભરના એન્જીનીયરીંગના છાત્રોને દેશની વિવિધ સમસ્યાઓનો ટેકનોલોજીકલ ઉકેલ લાવવા આહ્વાન કર્યું હતું. જેમાં ભારતની અનેક એન્જીનીયરીંગ કોલેજોના વિર્દ્યાી ભાઈ બહેનો જોડાયા હતાં અને તેઓએ સતત એકધા ૩૬ કલાક સુધી પ્રોગ્રામિંગ કરી ટેકનીકલ સોલ્યુશન પ્રસ્તુત કર્યા હતાં. પ્રધાનમંત્રીના આ અદભૂત વિઝનને રાજકોટ શહેર કક્ષાએ અમલમાં મુકવાનો નિર્ણય કરી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સિટી રાજકોટ હેકેોન-૨૦૧૭ ઇવેન્ટનું શાનદાર આયોજન કરવામાં આવેલ છે. કેન્દ્ર સરકાર દ્વારા રાજકોટ શહેરને સ્માર્ટ સીટી મિશનમાં સિલેક્ટ કરવામાં આવતા હવે સ્માર્ટ સિટી રાજકોટ હેકેોન-૨૦૧૭નું મહત્વ અનેક ગણું વધી જવા પામ્યું છે. હેકેોનના આયોજનમાં એન્જીનીયરીંગ અને કોમ્પ્યુટરના છાત્રોએ જબરદસ્ત દિલચસ્પી લીધી હોવાની પ્રતીતિ ઇ રહી છે. આ ઇવેન્ટ ગત તા.૨૯-૬-૨૦૧૭ ના રોજ લોન્ચ યા બાદ સુધીમાં કુલ ૧૯૫ ટીમોએ તેમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવી લીધું છે અને આ ટીમોએ ૧૬ પ્રોબ્લેમ સિલેક્ટ કર્યા છે, તેમ મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.

કમિશનરે વિશેષમાં એમ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરના લોકોના મહાનગરપાલિકા  સો સુસંગત  અને  અન્ય એમ કુલ ૧૦૧ જેટલા નાના મોટા પ્રશ્નો અલગ તારવવામાં આવ્યા છે. જેના ટેકનીકલ સોલ્યુશન મેળવવા માટે મહાનગરપાલિકાએ રાજકોટ  શહેરની  દર્શન એન્જીનીયરીંગ  કોલેજને સ્માર્ટ સિટી રાજકોટ  હેકેોન-૨૦૧૭ ના આયોજનમાં નોલેજ પાર્ટનર તરીકે સામેલ કરી પ્લાનિંગ કર્યું છે. આ માટે દર્શન એન્જીનીયરીંગ કોલેજ દ્વારા એક વેબસાઈટ બનાવવામાં આવેલ છે. આ ઉપરાંત  મોબાઈલ એન્ડ્રોઇડ  એપ્લીકેશન  અને  આઈ  ફોન  માટેની  એપ્લીકેશન  બનાવવામાં આવેલ છે, જેનું  લોન્ચિંગ  માન. વડાપ્રધાનશ્રીના વરદ હસ્તે કરાયું હતું. ત્યારબાદ વેબસાઈટ http://www.rajkotsmartcity hackathon.com પર જે તે ઇચ્છુક કોલેજ રજીસ્ટ્રેશન કરાવી શકશે. એવી અપેક્ષા છે કે, ૨૫૦ જેટલી ટીમો હેકેોનમાં રજીસ્ટ્રેશન કરાવશે. એક ટીમમાં ૬થી ૭ છાત્રો અને બે મેન્ટર (માર્ગદર્શક) પણ રહેશે. રજીસ્ટ્રેશન કરાવનાર ટીમોમાંથી ૮૦થી ૯૦ ટીમોને પસંદ કરવામાં આવશે. પ્રત્યેક ટીમમાં ફરજીયાત એક મહિલા છાત્રનો સમવેશ કરીથી સશક્તિકરણ અભિયાનને પણ આગળ ધપાવવામાં આવશે. પસંદ કરાયેલી ટીમો એક માસ બાદ એટલે કે, તા.૨૯ મી જુલાઈએ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર્શન એન્જીનીયરીંગ કોલેજ, હડાળા વોટર સંપ પાસે, મોરબી રોડ ખાતે ૨૪ કલાકના સ્માર્ટ સિટી રાજકોટ હેકેોન-૨૦૧૭ અભૂતપૂર્વ ઇવેન્ટનું આયોજન કરવામાં આવશે. જ્યાં એન્જીનીયરીંગ અને એમ.સી.એ.ના છાત્રોની બનેલી ટીમો સતત ૨૪ કલાક બેસી સોફ્ટવેર પ્રોગ્રામિંગ કરી લોકોના વિવિધ પ્રશ્નોનું સોલ્યુશન લાવવાનો પ્રયાસ કરશે.

સ્માર્ટ સિટી રાજકોટ હેકેોન-૨૦૧૭ ઇવેન્ટમાં ભાગ લેનારી ટીમો સતત ૨૪ કલાકની જહેમત બાદ જે કાંઈ ટેકનીકલ સોલ્યુશન પ્રસ્તુત કરશે તેનું નિષ્ણાંત જજીસો દ્વારા મૂલ્યાંકન કરવામાં આવશે. ત્યારબાદ તા. ૪-ઓગસ્ટના રોજ પુરષ્કાર વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવશે. સૌી શ્રેષ્ઠ ટેકનીકલ સોલ્યુશન બતાવી પ્રમ ક્રમાંક હાંસલ કરનાર ટીમને રૂ૧,૨૫,૦૦૦/-નું ઇનામ, બીજા ક્રમે વિજેતા નાર ટીમને રૂ૧,૦૦,૦૦૦ અને ત્રીજા ક્રમે વિજેતા બનનાર ટીમને રૂ૭૫,૦૦૦/- નો પુરષ્કાર એનાયત કરવામાં આવશે. માત્ર એટલું જ નહી, પાંચ આશ્વાસન ઇનામ રાખવામાં આવેલ છે. જેમાં પાંચેય ટીમોને પચ્ચીસ પચ્ચીસ હજાર ‚પિયાના આશ્વાસન ઇનામ પણ આપવામાં આવશે. આમ આ સ્માર્ટ સિટી રાજકોટ હેકેોન-૨૦૧૭ ઇવેન્ટમાં કુલ રૂ.૪,૦૦,૦૦૦/- ના પુરષ્કાર રાખવામાં આવેલ છે. વિશેષમાં http://www.rajkotsmart cityhackathon.com વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરાવનાર ટીમને યુઝર નેઈમ અને પાસવર્ડ આપવામાં આવશે. જેની મદદી એન્ડ્રોઇડ ફોન કે આઈ ફોન વડે પણ તમામ અધ્યતન માહિતી પ્રાપ્ત કરી શકાશે. આ વેબસાઈટ અને મોબાઈલ એપ્લીકેશન દર્શન એન્જીનીયરીંગ કોલેજ દ્વારા બનાવવામાં આવેલ છે.

ઇવેન્ટ સ્ટેપ વિશે જાણકારી આપતા કમિશનરશ્રીએ કહ્યું હતું કે, સ્ટેપ-૧ માં હેકેોન ટીમે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. સ્ટેપ-૨ માં એસ.એમ.એસ. દ્વારા પ્રાપ્ત યેલ પાસવર્ડની મદદી લોગીન કરવાનું રહેશે. સ્ટેપ-૩મા ટીમ મેમ્બરોની વિગત દર્શાવવાની રહેશે, સ્ટેપ-૪ માં પ્રોબ્લેમ સિલેક્ટ કરવાનો રહેશે, સ્ટેપ-૫ માં ઓોરિટી લેટરની સ્કેન કરેલી કોપી (પી.ડી.એફ.) અટેચ કરવાની રહેશે તા આખરી સ્ટેપ-૬માં પ્રોજેક્ટ પ્રોટોટાઈપ અપલોડ કરવાનો રહેશે. ટીમ રજિસ્ટ્રેશન ફોર્મમાં ગ્રુપનું નામ, ઓર્ગેનાઈઝેશાનની પસંદગી, મોબાઈલ નંબર અને એ-મેઈલ એડ્રેસની વિગત આપવાની હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.