ઈન્ટરનેટ વગર આવી રીતે કરો ગૂગલ મેપનો ઉપયોગ, સરળ છે ઓફલાઇન GPS ચલાવાની રીત

હાલમાં મોટી સંખ્યામાં વપરાશકર્તાઓ ગૂગલ મેપ્સનો ઉપયોગ કરે છે. સ્માર્ટફોનમાં ઉપલબ્ધ જીપીએસ સેવાની સહાયથી તમે ફક્ત તમારા સ્થાનને બાકીના લોકો સાથે શેર કરતા નથી, પરંતુ તમે કોઈપણ તકલીફ વિના ચિહ્નિત સ્થાનની મુલાકાત પણ લઈ શકો છો. જો તમે નવી જગ્યાએ છો, તો ગૂગલ મેપ્સ સૌથી વધુ ઉપયોગી નેવિગેશન ટૂલ્સ હોય શકે છે.

ગૂગલ મેપ્સ અથવા નેવિગેશન સર્વિસ દર વખતે તમારી મદદ કરી શકે તે જરૂરી નથી. ખાસ કરીને એવી સ્થિતિમાં જ્યારે તમારા સ્માર્ટફોનમાં ઇન્ટરનેટ એક્સેસ ન હોઈ અથવા સેલ્યુલર નેટવર્ક આવતું નથી.

ખાસ વાત એ છે કે આવી સ્થિતિમાં પણ તમે ઓફલાઇન જીપીએસનો ઉપયોગ કરી શકો છો. જો કે, આ માટે તમારે પહેલાથી કેટલાક સ્ટેપ અનુસરવા પડશે. તમારા એન્ડ્રોઇડ ફોન અથવા આઇફોન પર ઓફલાઇન જીપીએસ ચલાવવા અને નકશાને એક્સેસ કરવા માટે તમારે સ્થાન અગાઉથી સેવ કરવું પડશે.

આ સ્ટેપ અનુસરો

– સ્માર્ટફોન પર ગૂગલ મેપ્સ એપ્લિકેશન ખોલો.
– પછી ઉપર ડાબી બાજુએ બતાવેલ તમારા પ્રોફાઇલ ફોટો પર ટેપ કરો અને ‘ઓફલાઇન મેપ’ પસંદ કરો.
– પછી ‘સિલેક્ટ યોર ઓન મેપ’ પર ટેપ કરો અને તમે જ્યાં જઇ રહ્યા છો તે સ્થળ પસંદ કરો.
– આ પછી નકશો ડાઉનલોડ થશે અને તમે તેને ઓફલાઇન પણ એક્સેસ કરી શકો છો.

Loading...