Abtak Media Google News

વોટ્સએપનો ઉપયોગ કરતા મોટાભાગના લોકોને ક્યારેકને ક્યારેક મહત્વના મેસેજ ડીલીટ થઈ જતા હોવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. આવા મેસેજને રિકવર કરવાના ઘણા રસ્તા છે. મેસેજને રિકવર કરવા માટે ગૂગલ ડ્રાઈવનો ઉપયોગ કરી શકાય છે.

આ સ્ટેપને અનુસરો..

એકવાર વોટ્સએપને અનઇન્સ્ટોલ કરો અને ફરીથી ઇન્સ્ટોલ કરો.

ઇન્સ્ટોલ કર્યા પછી, વોટ્સએપ ખોલો અને તમારો નંબર વેરીફાઈ કરો.

ત્યારબાદ ગૂગલ ડ્રાઇવથી ચેટને રિકવર કરવા માટેનો મેસેજ ફ્લેશ થશે

જો રીસ્ટોર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, તો તમારે નેક્સ્ટ પર ક્લિક કરવું પડશે.

આ પછી તમારી ચેટ રિકવર થશે. ત્યારબાદ વોટ્સએપ તમારી મીડિયા ફાઇલને પુનર્સ્થાપિત કરશે.

આ બાબતો ધ્યાનમાં રાખો

જો ગૂગલ ડ્રાઇવના પહેલાંના બેકઅપ વિના વોટ્સએપ ઇન્સ્ટોલ કરેલું હોય, તો વોટ્સએપ આપોઆપ લોકલ બેકઅપ ફાઇલને રિકવર કરશે. જો તમે લોકલ બેકઅપનો ઉપયોગ કરો છો, તો તમારે કમ્પ્યુટર, ફાઇલ એક્સ્પ્લોરર અથવા એસડી કાર્ડનો ઉપયોગ કરીને તમારી ફાઇલને નવા મોબાઇલમાં નાખવાની રહેશે.

ઉલ્લેખનીય છે કે, તમારો ફોન લોકલ બેકઅપ ફાઇલને દર અઠવાડિયે સ્ટોર કરે છે. સ્થાનિક બેકઅપ દરરોજ સવારે 2 વાગ્યે આપમેળે બને છે. જે તમારા ફોનમાં ફાઇલ તરીકે સાચવવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.