Abtak Media Google News

યોગ શારીરિક અને માનસિક બંને રૂપે ઉપયોગી છે. યોગ દરમ્યાન કરવામાં આવેલા દરેક નાના આસનનું અલગ જ મહત્વ છે. એવું નથી કે તમારે રોજ અમુક કલાકો સુધી યોગ કરવું જરૂરી છે. તમે અઠવાડિયામાં માત્ર ત્રણ-ચાર દિવસ પણ યોગ કરો તો એ તમારા શરીરને સ્વસ્થ રાખવા માટે કાફી છે.

આજની લાઈફસ્ટાઈલ એટલી વ્યસ્ત થઈ ગઈ છે કે વજન વધવું એ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. તમે રોજ દિવસમાં માત્ર 15 થી 20 મિનિટ સુધી યોગ કરીને આ પરેશાનીથી છુટકારો મેળવી શકો છો. તો ચાલો જાણીએ ક્યાં યોગસન કરવાથી શું ફાયદા થાય છે.

તમે વઘુ વજનને લઈને પરેશાન છો તો તમારે હવે પરેસાન થવાની કે કલાકો સુધી જીમમાં એક્સસાઇઝ કરવાની જરૂર નથી. વધેલા વજન ને કંટ્રોલમાં લાવવા માટે નિયમિત ત્રિકોણાસાન કરો. આ આશન તમને વજન ઉતારવામાં મદદ રૂપ થાશે. સાથે તમારી કમર પરની ચરબીને પણ ઘટાડશે.

Trikona

આ આશન કરવા માટે તમારે બંને પગ વચ્ચે એક સરખું અંતર રાખી હાથને સમાંતર રીતે ફેલાવો. હવે ડાબા પગને જમણા હાથે અડવાની ટ્રાય કરો અને ડાબા હાથને સીધો રાખો જેથી 90 ડિગ્રીનો કોણ બને આ પોઝિશનમાં 15 થી 20 સેકન્ડ સુધી રહો ત્યાર બાદ સીધા ઊભા રહો. નિયમિત આ અશન કરવાથી તમારા સ્વસ્થને ઘણા ફાયદા થશે અને તમારું વધેલું વજન પણ ઓછું થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.