Abtak Media Google News

એમેઝોન અને ફ્લિપકાર્ટ સહિતની ઇ કોમર્સ વેબસાઈટમાંથી શોપિંગ કરનારની સંખ્યા સતત વધી રહી છે. તહેવારોમાં બમ્પર ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. ઓનલાઇન શોપિંગમાં વ્યાજબી દરે વસ્તુઓ મળે છે જેથી ગ્રાહકો ઓનલાઈન શોપિંગ તરફ વધુ આકર્ષાય છે. અલબત્ત ઓનલાઈન શોપિંગમાં ઘણા જોખમ રહેલા છે. લોકો બેદરકારી કે અજ્ઞાનતાના કારણે છેતરપિંડીનો ભોગ બને છે. આવી સ્થિતિમાં, જો તમે પણ ઓનલાઈન ખરીદી કરવાનું વિચારી રહ્યાં છો તો તે પહેલાં આ બાબતો ધ્યાનમાં રાખવાની જરૂર છે.

સત્તાવાર વેબસાઇટને પ્રાધાન્ય આપો

Ecommerce Website Development

ઇ કોમર્સ વેબસાઇટ સિવાય તમે તમારા ઉત્પાદને તેની ઉત્પાદક કંપનીની સત્તાવાર વેબસાઇટ અથવા એપ્લિકેશન પર પણ શોધી શકો છો. આઇટમ ત્યાં ઉપલબ્ધ હોય ત્યારે જ ખરીદો. આવી સ્થિતિમાં, તમને સારો સામાન મળશે અને નાણાં આપવાની પદ્ધતિ પણ સુરક્ષિત રહેશે. દેશમાં 100થી વધુ ઇ કોમર્સ વેબસાઇટ ચાલી રહી છે. આમાંની કેટલીક વેબસાઇટ્સ સારી રીતે જાણીતી છે, જ્યારે કેટલીક એવી છે જે ફક્ત લોકોને છેતરવાના કામ કરે છે. ઘણી વખત લોકોને અવાસ્તવિક ઓફર આપવામાં આવે છે. જેની લાલચમાં ગ્રાહક આવી જાય છે અને નાણાં ગુમાવે છે અથવા નકલી વસ્તુ ધાબડી દેવામાં આવે છે.

કેશ ઓન ડિલિવરી સૌથી સુરક્ષિત

Screenshot 3 8

કોઈપણ પ્રકારની છેતરપિંડી ટાળવા માટે કેશ ઓન ડિલિવરી એ સૌથી સહેલો અને સલામત રસ્તો છે. જો તમને કોઈ વસ્તુનો ઓર્ડર આપતી વખતે આ સુવિધા મળે છે, તો તમારે ફક્ત તે પસંદ કરવું જોઈએ. આમાં, માલ પ્રથમ તમારા સુધી પહોંચે છે, તે પછી તમારે રોકડ ચુકવણી કરવાની રહે છે. આવી સ્થિતિમાં છેતરપિંડીનું જોખમ ઓછું થાય છે

સેવ ડીટેઈલમાં ‘નો’ પર ક્લિક કરો

Screenshot 1 13

જ્યારે ખરીદી દરમિયાન કોઈ ચુકવણી કરતી વખતે તમારા એટીએમ કાર્ડની માહિતી દાખલ કરો છો, ત્યારે તમને કાર્ડ વિગતો સેવ કરવા માટેનો વિકલ્પ મળે છે. આ વિગતો જાહેરમાં આપી શકાય નહીં. છેતરપીંડી થવાનો ભય રહે છે. જેથી સેવ ડીટેઈલનો વિકલ્પ આવે ત્યારે નો ઉપર ક્લિક કરવું જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.