Abtak Media Google News

ગુજરાત સહિત સમગ્ર દેશમાં પોલીસ, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ સહિતની કોઇપણ ઇમરજન્સી માટે હવે એક જ નંબર 112 ડાયલ કરવાનો રહેશે. મંગળવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી આ હેલ્પલાઇનનો પ્રારંભ કરાવશે. ગૃહરાજ્યમંત્રી એ કહ્યું કે ગુજરાતમાં ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, મોરબી, છોટા ઉદેપુર, બોટાદ, અરવલ્લી અને મહિસાગરમાં જીવીકે ઇએમઆરઆઇના હાલના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને 112 નંબર કાર્યરત કરાશે.

ત્યારબાદ સમગ્ર રાજ્યમાં તેનો અમલ થશે. લોકોમાં 112 હેલ્પલાઇન અંગે જાગૃતિ આવે તે દરમિયાન જે-તે સેવાના હાલના નંબર ઉપર આવતા ફોન કોલ્સ 12 મહિના સુધી આપોઆપ નવી હેલ્પલાઇન 112 ઉપર ટ્રાન્સફર થઇ જાય તેવી વ્યવસ્થા ગોઠવાઇ છે.

પ્રથમ તબક્કામાં GVK EMRIના હાલના ઈન્ફ્રાસ્ટ્રકચરનો ઉપયોગ કરીને સાત જિલ્લાઓમાં હેલ્પલાઇન નંબર-૧૧૨ આધારિત ઈન્ટીગ્રેટેડ ઈમરજન્સી સેવાઓ કાર્યરત થશે ત્યારબાદ,બીજા તબક્કામાં સમગ્ર રાજ્યમાં હેલ્પલાઇન ૧૧૨ આધારિત ઈન્ટીગ્રેટેડ ઈમરજન્સી સેવાઓ કાર્યરત કરવાનું આયોજન કરવામાં આવશે. રાજયમાં નેશનલ ઇમરજન્સી રીસ્પોન્સ સિસ્ટમ સ્થાપિત કરવા ગૃહ વિભાગ નોડલ એજન્સી તરીકે કાર્યરત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.