Abtak Media Google News

અમેરિકાએ ભારતને 24 એમએચ-60 આર રોમિયો સીહોક હેલિકોપ્ટર વેચવાની મંજૂરી આપી છે. અમેરિકન વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ભારતને આ હેલિકોપ્ટર રૂ. 16 હજાર કરોડમાં વેચવામાં આવશે. હેલિકોપ્ટર દુશ્મનની સબમરીન નષ્ટ કરવા સિવાય જહાજોને હાંકી કાઢવા અને દરિયામાં સર્ચ અને બચાવ ઓપરેશનમાં પણ ખૂબ મદદગાર સાબીત થશે.

રોમિયો સીહોક હેલિકોપ્ટરને લોકહીડ-માર્ટિન કંપનીએ બનાવ્યા છે. આ બ્રિટિશ સી કિંગ હેલિકોપ્ટરની જગ્યા લેશે. મંગળવારે ટ્રમ્પ પ્રશાસને ભારતને 24 હેલિકોપ્ટર વેચવાનું નોટિફિકેશન જાહેર કર્યું છે.

નેટિફિકેશન પ્રમાણે- હેલિકોપ્ટરની પ્રસ્તાવિત વેચાણથી ભારત અને અમેરિકાની રણનીતિના સંબંધો મજબૂત થશે. ભારત, અમેરિકાનું ખૂબ મોટુ ડિફેન્સ માર્કેટ છે. આ ડીલથી ઈન્ડો-પેસિફિક અને દક્ષિણ એશિયામાં સ્થાયિત્વ શાંતિ જાળવી રાખવામાં મદદ મળશે. બીજી બાજુ રોમિયો હેલિકોપ્ટરથી ભારતીય ફોજની એન્ટી સરફેસ અને એન્ટી સબમરીન સુરક્ષા ક્ષમતામાં પણ વધારો થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.