રાજકોટમાં હીલ દે ની આઠમી બ્રાંચ ખુલી

Heel Dee's eighth branch open in Rajkot
Heel Dee's eighth branch open in Rajkot

સ્કીન ટ્રીટમેન્ટ, હેર ટ્રીટમેન્ટ બોડી સ્પા સહિતની સુવિધાઓ

હાલની સ્ટ્રેસભરી લાઇફમાં ખાસ રીલેકસ થવા માટે વિવિધ સ્થળોએ સ્પા તેમજ સલુનનો દબદબો જોવા મળી રહ્યો છે. ત્યારે લોકો રીલેકસ થવા માટે સ્પાના જવાનું પસંદ કરી રહ્યાં છે. જેને લઇને રાજકોટના કિસ્ટલ મોલના બીજા ફલોર પર હીલ દીની આઠમી બ્રાન્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્ક્રીન ટ્રીટમેન્ટ, હેર ટ્રીટમેન્ટ, બોડી સ્પા સહિતની સુવિધા આપવામાં આવી રહી છે.

આ તકે ઓનર પ્રકાશભાઇએ જણાવ્યું હતું કે પ્રાચીન સમયમાં પણ માલીક કરાવવામાં આવતુ હતું ત્યારે હવે બદલાતા સમય સાથે સ્પાનું ચલણ વઘ્યું છે. મોટે ભાગે રીલેકસ થવા માટે લોકો સ્પાનો સહારો લેતા હોય છે. જેના માનસીક તેમજ શારીરિક ઘણાં બધા ફાયદાઓ છે. તેનાથી માનસિક શાંતિ ઉપરાંત બ્લડ સરકયુલેશન થાય છે. મસલ્સ પેઇનમાં રાહત મળે છે તેમજ ત્વચા માટે પણ ઘણો ફાયદો રહે છે.

આઉપરાંત વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ બ્રાન્ચમાં અમે જેન્ટસ માટે સ્પેશિયલ હેર ટ્રીટમેન્ટનું સેગમેન્ટ પણ રાખેલું છે. જેમાં હેરસ્પા ઉપરાંત હેર કટીંગનો પણ સમાવેશ કરાયો છે. ઉપરાંત સ્કીન ટ્રીટમેન્ટ પણ ખુબ જ સુંદર રીતે આપવામાં આવશે. ઉ૫રાંતમાં સલુનની એકવાર મુલાકાત લેવા તેમણે અપીલ કરી હતી.

Loading...