Abtak Media Google News

ચાલુ વર્ષે સરેરાશ ૧૦૪ ટકા વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરતો હવામાન વિભાગ

ચાલુ વર્ષે મેઘરાજાનું  વહેલું આગમન થઈ ચૂક્યું છે આ વર્ષે ઉત્પાદન સારું થાય તેવી અપેક્ષા  સેવામાં  આવી રહી છે  જુલાઈ  મહિના સુધી મેઘરાજાએ મન ભરીને  હેત વરસાવ્યા બાદ હવે સપ્ટેમ્બર  એટલે કે અધિક આસો મહિનામાં પણ મેઘરાજા મન મૂકીને  પ્રેમ  વરસાદ છે  તેવું હવામાન વિભાગના આંકડા પરથી  જાણવા મળે છે.

સૌરાષ્ટ્રમાં ચોમાસાની વહેલી શરૂઆત થતા ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી ગઇ હતી. ઘણા સમયથી  વરસાદ જૂનમાં મોસમની ભીની શરૂઆત પછી, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું જુલાઇમાં નબળું પડે તેવી શક્યતાઓ હતી અલબત્ત દેશના કેટલાક વિસ્તારોમાં તો ચોમાસા ની ઋતુ નબળી જશે તેવી ભીતિ પણ કહેવામાં આવતી હતી દરમિયાન જુલાઈ માસમાં ૧૦% વરસાદ ઓછો થતાં ચિંતાના વાદળો ઘેરાયા હતા જોકે સૌરાષ્ટ્રમાં મેઘરાજાને લઈ લોકોને કોઈ ફરિયાદ નથી. જે પાંચ વર્ષમાં જુલાઇથી સૌથી શુષ્ક મહિનો રહ્યો છે. કારણ કે મહિના દરમિયાન ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતના મોટાભાગના વિસ્તારોમાં નબળો વરસાદ પડ્યા હતા.

હવામાન વિભાગે શુક્રવારે મોસમના બીજા ભાગમાં ચોમાસાની આગાહીને સુધારી હતી, જે સપ્ટેમ્બરમાં ભારે વરસાદની સંભાવના તરફ ધ્યાન દોરશે. આઇએમડીએ જણાવ્યું હતું કે ચોમાસાની સીઝનના બીજા ભાગમાં (ઓગસ્ટ-સપ્ટેમ્બર) લાંબા ગાળાની સરેરાશના ૧૦૪% વરસાદ થવાની સંભાવના છે (જેનો અર્થ વરસાદ સામાન્ય કરતા ૪% કરતા વધુ થવાની ધારણા છે).  એજન્સીએ જણાવ્યું હતું કે વરસાદ એલપીએનો ૯૭% હોઈ શકે છે.

સપ્ટેમ્બરમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે કારણ કે પ્રશાંતમાં લા નીનાની સ્થિતિ વિકસવાની સંભાવના છે, જે સામાન્ય રીતે દેશમાં  ચોમાસાને મદદ કરે છે.  એકંદરે ચોમાસું સામાન્ય રહેવાની ધારણા છે, ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ૧૯૧૭ થી સૌથી ભીનું ચોમાસુ અનુભવ્યું હતું એટલે કે વધુ પ્રમાણમાં વરસાદ પડ્યો હતો. જેનાથી દેશના ઘણા ભાગોમાં પૂર આવ્યું હતું.

જૂનમાં વરસાદનો સરપ્લસ લગભગ ૧૮% હતો જ્યારે જુલાઈ, સામાન્ય રીતે ભારતમાં વર્ષનો સૌથી ભીના મહિનો, ૧૦% ની ખાધ સાથે સમાપ્ત થયો હતો. જોકે સપ્ટેમ્બરમાં વરસાદ સારો વર્ષે તેવી અપેક્ષા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.