ધોરાજીમાં ધોધમાર વરસાદથી મનપાની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખુલી

નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા: પાણીનો યોગ્ય નિકાલ ન થતા લોકો પરેશાન

અષાઢી ચોમાસુ શરૂ થઈ ગયું છે અને ગુજરાત ભર માં વરસાદ મન મૂકી ને વરસી રહેલ છે ત્યારે, સૌરાષ્ટ્ર માં પણ વરસાદ વરસી રહેલ છે ઘણા શહેરો અને ગામો માં સરકાર દ્વારા કરવા માં આવેલ ચોમાસાની કામગીરી ની પોલ ખુલી જવા પામેલ છે, ધોરાજી માં પણ સરકાર ની પ્રિ મોન્સૂન કામગીરી ની પોલ ખુલી હતી, આજે અહીં પ્રથમ વરસાદ ને લઈ ને નીચાણ વાળા વિસ્તાર માં પાણી ભરાણા હતા, અહીં બે દિવસ થી શરૂ થયેલ વરસાદ ને લઈને ધોધમાર વરસાદ વર્ષયો હતો જેને હિસાબે વરસાદી પાણી નીચાણ વાળા વિસ્તાર માં જમા થયેલ હતા. નીચાણ વાળા વિસ્તાર માં પાણી નો યોગ્ય નિકાલ ના હોય અહીં ના લોકો હેરાન પરેશાન જોવા મળ્યા હતા, એક તરફ સરકાર અને નગરપાલિકા પ્રિ મોન્સૂન ની કામગીરી ના દાવા કરી રહેલ છે ત્યારે અહીં પાણી ભરતા સરકાર ની પ્રિ મોન્સૂન કામગીરી ની પોલ ઉઘડી ગઈ હતી

Loading...