Abtak Media Google News

યુધ્ધના ધોરણે કામગીરી કરવા ધારાસભ્ય માડમની માંગ

વીજાંભલા અને ટ્રાન્સફોર્મર અંગે યુદ્ધના ધોરણે કામગીરી કરવા ધારાસભ્ય વિક્રમ માડમની રજૂઆત

દેવભૂમિ દ્વારકામાં સાડાત્રણસો જેટલા વીજાંભલા પડી ગયા છે, સાત જેટલા ટ્રાન્સફોર્મર બળી ગયા છે તેમજ અનેક સ્ળે વીજવાયરો તૂટી પડ્યા છે. આ સંજોગોમાં જિલ્લાના ગ્રામ્ય પંકના ખેડૂતો, ગ્રામજનોને ભારે મુશ્કેલી પડી રહી છે. ખંભાળિયા, ભાણવડ મતવિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમભાઈ માડમે કાર્યપાલક ઈજનેરને વિસ્તૃત આવેદનપત્ર પાઠવી આ અંગેની તમામ કામગીરી યુદ્ધના ધોરણે કરવા રજૂઆત કરી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ભારેી અતિભારે વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારના અંદાજે ૩પ૦ જેટલા વીજપોલ તૂટી જવાના કે પડી જવાના અને સાત જેટલા ટ્રાન્સફોર્મર બળી જવાની આ વિસ્તારના લોકો દ્વારા ફરિયાદો ઊઠવા પામી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અનેક વીજપોલ પડી જવાના અને ટ્રાન્સફોર્મર બળી જવાના કિસ્સાઓ બનતા આ બધા ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી બિલકુલ નહીં હોવાની, ઉપરાંત વીજળી અનેક સ્ળોમાં નહીં હોવાની ફરિયાદ લોકો વીજ કચેરીમાં કરતા, કોઈ ફરિયાદ પણ વીજ કચેરીમાં સાંભળતું નહીં હોવાનું કે ફરિયાદ પણ નહીં નોંધવાની રજૂઆતો આવી છે. આ તમામ વીસ્તાર ગ્રામ્ય વિસ્તાર હોવાી રાત્રિના સમયે વાડી-ખેતરોમાં ચોમાસા દરમિયાન ઝેરી જીવ-જંતુઓ પણ લોકોને ડંખવાના કિસ્સા વીજળી નહીં હોવાી તા રાત્રિના અંધારાને કારણે બનવાની દહેશત (ભય) ગ્રામ્ય પ્રજાને રહે, તે સમજી શકાય તેવી બાબત છે. હાલમાં ચોમાસાનો સમય હોવાી વીજ કામગીરી માટેના માણસોની અછત જણાય તો આ બાબત માટે યુદ્ધના ધોરણે કામગીરી કરી પૂરી કરવા તાત્કાલિક વીજ કામગીરી કરતા વધુ માણસો રાખીને પણ દરેક સ્ળે વીજ કનેક્શન ચાલુ ઈ જાય, તે જોવા ભારપૂર્વકની રજૂઆત કરી છે. આ તમામ વિગતોની જાણની સો દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ ગ્રામ્ય વિસ્તારમાં વીજળી તાત્કાલિક ચાલુ કરવી, તેમજ વીજ નહીં હોવાની લોકોની ફરિયાદો પણ જે કોઈ જવાબદાર હોય, તે અધિકારી/કર્મચારી નોંધે તે બાબત પણ જોતે રજૂઆત કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.