ગુજરાત, મહારાષ્ટ્ર સહિત 7 રાજ્યમાં ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં આવતીકાલે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ ગઈ હોવાથી સૌરાષ્ટ્ર સહિત પૂરા રાજ્યમાં સાર્વત્રિક અને ભારે વરસાદ પડવાની શક્યતા છે.

બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, જે મુંબઈ થઈને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે.હવામાન વિભાગે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત, ગોવા-કોંકણ, છત્તીસગઢ અને બિહારમાં આજે ભારે વરસાદની આગાહી કરી છે. મુંબઈ અને આસપાસના વિસ્તારમાં પણ 24 કલાકમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. શનિવારે આ વિસ્તારમાં રેડ એલર્ટ બહાર પાડ્યું છે.

શુક્રવારે આખો દિવસ મુંબઈ સહિત ઘણા વિસ્તારમાં ભારે વરસાદ થયો હતો. રત્નાગિરી અને રાયગઢના અમુક વિસ્તારમાં પાણી ભરાયું હતું. 5 મીટર ઉંચા મોજા ઉછળી શકે છે. BMCએ દરિયા કિનારે ન જવાનું કહ્યું છે.

Loading...