Abtak Media Google News

સૌરાષ્ટ્રમાં આજે મિશ્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે. થોડીવાર તડકો તો થોડીવાર વાદળછાંયું વાતાવરણ જોવા મળે છે. આથી બફારાનું પ્રમાણ વધારે રહે છે.

ભાવનગરમાં બપોરે વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. શહેરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. તેમજ રસ્તાઓ પર પાણી ભરાયા હતા.

વરસાદ વરસતા જ બાળકોએ અસહ્ય ગરમીમાંથી રાહત મેળવવા ન્હાવાનો આનંદ માણ્યો હતો. શહેરના રસ્તાઓ પર પાણી વહેલા લાગ્યા હતા. ગ્રામ્ય વિસ્તારમાં પણવરસાદથી ખેતરોમાં ઉભા પાકને જીવતદાન મળતા ખેડૂતોમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે.

વાવાણી બાદ વરસાદનું પ્રમાણ ઘતા ઉભા પાક સુકાવા લાગ્યા હતા. જો કે આજે પડેલા વરસાદથી પાકને ફાયદો થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.