Abtak Media Google News

વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપૂર, દાહોદ, બોટાદ અને ભાવનગરમાં ખાબકશે ભારે વરસાદ

રાજસ્થાનમા અપર એર સાયકલોનીક સરકયુલેશન સર્જાતા આગામી ૨૮ અને ૨૯ ઓગષ્ટના રોજ સૌરાષ્ટ્ર સહિત રાજય ભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજયનાં ૧૩૬ તાલુકાઓમાં વરસાદ વરસ્યો હોવાનું નોંધાયું છે.રાજસ્થાન અને તેની આસપાસનાં વિસ્તારોમાં દરિયાઈ સપાટીથી ૩.૧ કીમી ઉંચાઈ પર ગઈકાલે અપરએર સાયકલોનીક સરકયુલેશન સિસ્ટમ સર્જાય છે.

જેની અસર તળે આગામી ૨૮મી ઓગષ્ટના રોજ દક્ષિણ ગુજરાતનાં વલસાડ, નવસારી, સુરત, ડાંગ અને દાદરાનગર હવેલી જયારે ૨૯મી ઓગષ્ટના રોજ દક્ષિણ ગુજરાતનાં વલસાડ, નવસારી, સુરત ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપૂર, દાહોદ, અને દાદરાનગર હવેલી ઉપરાંત સૌરાષ્ટ્રના બોટાદ અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. અમૂક વિસ્તારોમાં અતિભારે વરસાદ પણ વરસી શકે છે.

છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજયનાં ૧૩૬ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. આણંદમાં ૫૦મીમી, તારાપૂરમાં ૩૦ મીમી, જલાલપોરમાં ૨૮ મીમી, નવસારીમાં ૨૬ મીમી, મહુવામાં ૨૦ મીમી વરસાદ પડયો હતો આજે સવારે રાજકોટ શહેરમાં વરસાદનું જોરદાર ઝાપટુ વરસી ગયું હતુ જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. ઉપરવાસમાં વરસી રહેલા વરસાદના કારણે નર્મદા ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે. આજે ડેમની સપાટી ૧૧૮.૬૦ મીટરે પહોચી જવા પામી હતી દર કલાકે ડેમની સપાટીમાં બે સે.મીનો વધારો થઈ રહ્યો છે. આગામી ચાર દિવસમાં ડેમની સપાટી ૧૨૧.૯૨ મીટરે પહોચી જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.