Abtak Media Google News

ઓફ સોર ટ્રફ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાથી લક્ષદ્વિપ સુધી સક્રિય સૌરાષ્ટ્રમાં આગામી પાંચ દિવસ મેઘ વિરામ જેવો માહોલ રહેશે

ઓફ સોર ટ્રફ હાલ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાથી લક્ષદ્વિપ સુધી સક્રિય હોવાના કારણે આજે દક્ષિણ ગુજરાતમાં અને આવતીકાલે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં આગામી પાંચ દિવસ મેઘ વિરામ જેવો માહોલ યાવત રહેશે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૨૨ જિલ્લાના ૪૭ તાલુકામાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. સૌરાષ્ટ્રના ભાવનગરમાં ૧ ઈંચ વરસાદ પડયો છે. અન્ય તાલુકાઓમાં માત્ર સામાન્ય ઝાપટા વરસ્યા છે.

હવામાન વિભાગના સુત્રોના જણાવ્યાનુસાર રાજ્યમાં સાર્વત્રીક વરસાદ આપે તેવી એક પણ સીસ્ટમ હાલ સક્રિય ની. દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાથી લઈ લક્ષદ્વિપ સુધી ઓફ સોર ટ્રફ સક્રિય છે જેની અસરના કારણે આજે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે. આવતીકાલે ઉત્તર ગુજરાતના પંચમહાલ, દાહોદ, મહિસાગરમાં ભારે વરસાદ જ્યારે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને દાદરા નગર હવેલીમાં અમુક સ્થળોએ અતિ ભારે વરસાદની સંભાવના રહેલી છે.

૧૫મી ઓગષ્ટના રોજ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહિસાગરમાં ભારે વરસાદ વરસી શકે છે. આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્રમાં મેઘ વિરામ જેવો માહોલ રહેશે. આજે સતત બીજે દિવસે સૌરાષ્ટ્રમાં વરાપ નીકળતા ખેડૂતોએ હાશકારો અનુભવ્યો હતો અને ખેતી કામમાં પોરવાઈ ગયા છે.ફ

સ્ટેટ ઈમરજન્સી ઓપરેાન સેન્ટરના જણાવ્યાનુસાર છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૨૨ જિલ્લાના ૪૭ તાલુકાઓમાં વરસાદ પડયો છે. જેમાં સૌી વધુ વરસાદ ભાવનગરમાં ૨૩ મીમી એટલે કે આશરે ૧ ઈંચ જેટલો વરસી ગયો છે. આ ઉપરાંત કચ્છના માંડવીમાં, ઉત્તર ગુજરાતના ચાણસમાં સરસ્વતી, બનાસકાંઠાના દાતા, સાબરકાંઠાના પોશીમાં અને પ્રાંતિજ, અમદાવાદ, ખેડા, નડીયાદ, આણંદ, કરજણ, દેવગઢ બારૈયા, ાન, માળીયા મિયાણા, મોરબી, બોટાદ અને ગઢડામાં હળવાી મધ્યમ ઝાપટા પડયા હતા.

ભાદર અને આજી સહિતના જળાશયોમાં પાણીની આવક ચાલુ

સૌરાષ્ટ્રમાં ગત શનિવારે બપોર બાદ મેઘરાજાએ વિરામ લીધો છે તેમ છતાં છલકાતા નદી-નાળાના કારણે જળાશયોમાં નવા નીરની આવક સતત ચાલુ છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન પાંચ જળાશયોમાં નવા નીરની આવક વા પામી છે. મહાપાલિકાની માલીકીના એક માત્ર ડેમ એવા ન્યારી-૧માં નવા નીરની અનરાધાર આવક તાં આજે સવારે પદાધિકારીઓ અને અધિકારીઓએ નવા નીરની વધામણા કર્યા હતા.

રાજકોટ સિંચાઈ વર્તુળ પુર એકમના જણાવ્યાનુસાર આજે સવારે પુરા તાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ભાદર ડેમમાં ૦.૧૬ ફૂટ નવું પાણી આવ્યું છે. ૩૪ ફૂટે ઓવરફલો તાં ભાદરની સપાટી ૨૪.૨૦ ફૂટે પહોંચવા પામી છે અને ડેમમાં ૨૯૬૦ એમસીએફટી પાણી સંગ્રહિત છે. ડેમ ઓવરફલો વામાં હવે ૯.૮૦ ફૂટ બાકી રહ્યો છે. રાજકોટને એક વર્ષ સુધી ચાલે તેટલું પાણી ભાદર ડેમમાં સંગ્રહિત ઈ ગયું છે.

આજી-૧ ડેમમાં પણ નવું ૦.૨૩ ફૂટ પાણી આવતા ૨૯ ફૂટે ઓવરફલો તાં આજીની સપાટી ૨૩.૨૦ ફૂટે પહોંચી જવા પામી છે અને ડેમ ઓવરફલો વામાં હવે માત્ર ૫.૮૦ ફૂટ જ બાકી રહ્યો છે. ડેમમાં હાલ ૫૭૫ એમસીએફટી પાણી સંગ્રહિત છે. આ ઉપરાંત ભાદર-૨ ડેમમાં નવું ૦.૩૩ ફૂટ પાણી આવ્યું છે. ૨૫.૧૦ ફૂટે ઓવરફલો તાં ભાદર-૨ની સપાટી હાલ ૧૫.૮૦ ફૂટે પહોંચી છે અને ડેમ ઓવરફલો વામાં ૯.૩૦ ફૂટ બાકી છે. રાજકોટની જળ જરૂરીયાત સંતોષના અન્ય એક જળાશય એવા ન્યારી-૧ ડેમમાં પણ માતબર પાણીની આવક તા આજે સવારે મહાપાલિકાના મેયર બિનાબેન આચાર્ય સહિતના પદાધિકારીઓ અને ભાજપના અગ્રણીઓ તા મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાની સહિતના અધિકારીઓએ નવા નીરના વધામણા કર્યા હતા. એક જ વરસાદમાં રાજકોટનું જળ સંકટ રીતસર તણાઈ ગયું છે.

મોરબી જિલ્લાના બ્રાહ્મણી-૧ ડેમમાં પણ નવું ૦.૩૦ ફૂટ પાણી આવ્યું છે. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધારી ડેમમાં નવું ૧.૩૧ ફૂટ પાણી આવ્યું છે. સૌરાષ્ટ્રના મોટાભાગના જળાશયોમાં હાલ ૬૦ થી ૭૦ ટકા પાણી સંગ્રહિત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.