Abtak Media Google News

સ્ટોરમાંથી તરબૂચ ખરીદતી વખતે ઇજાગ્રસ્ત થઈ જવાને કારણે વૉલમાર્ટને એક વ્યક્તિને 50 કરોડ રૂપિયાનું નુકસાની વળતર ચૂકવવાની ફરજ પડશે.  ઘટના અમેરિકાના અલબામા રાજ્યની છે. જુલાઈ 2015માં હેનરી વૉલ્કરનો પગ લાકડાની પટ્ટીઓ વચ્ચે ફસાઈ ગયો હતો. આ ઘટના વૉલમાર્ટમાંથી ફ્રૂટ ખરીદતી વખતે બની હતી. આ સમયે વૉલ્કરની ઉંમર 59 વર્ષની હતી. તેમણે આ મામલે ફેનિક્સ સિટી કોર્ટમાં કહ્યું હતું કે તેઓ પડી ગયા હતા. વૉલ્કરે કહ્યું કે આ દુર્ધટનામાં તેમની કમર અને પગમાં ગંભીર ઇજાઓ થઈ હતી. બીજી તરફ વૉલમાર્ટનું કહેવું છે કે તેમના સ્ટોરમાં ડિસપ્લે સુરક્ષિત રીતે જ રાખવામાં આવ્યા હતા અને આ ઘટના પછી પણ સંચાલકો તરીકે તઓ તેમાં કોઈ ફેરફાર કરવાના નથી. વૉલમાર્ટનું કહેવું છે કે કંપની આ ચૂકાદાની સામે અપીલ કરશે. વૉલ્કર એક નિવૃત્ત આર્મીમેન છે. જ્યૂરીએ 25 લાખ ડૉલર વળતર રૂપે અને 50 લાખ ડૉલર સજાના ભાગરૂપે ચૂકવવાનો આદેશ કર્યો છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.