Abtak Media Google News

એક વર્ષ પહેલા એરપોર્ટ ખાતે યોજાયેલા કાર્યક્રમનાં રૂ.દોઢ લાખ ચૂકવવાનાં બાકી

ગત વર્ષે એપ્રિલ માસમાં રાજકોટની મુલાકાતે આવેલા નેપાળના રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારીના સ્વાગત માટે યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમનું બિલ ચૂકવવામાં જિલ્લા કલેકટર તંત્રના પ્રોટોકોલ વિભાગે ઠાગાઠૈયા શરૂ કર્યા હોવાનું વિગતો બહાર આવી છે અને એક વર્ષ કરતા પણ વધુ સમય વિતવા છતાં હજુ સુધી બિલ ન ચૂકવાતા ખાનગી કોન્ટ્રાકટરો કચેરીના ધક્કા ખાઈ થીકી ચૂકયા છે.

જાણવા મળતી વિગતો મુજબ ગત વર્ષે તા.૨૦ એપ્રિલના રોજ નેપાળના રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારી સોમના મહાદેવ અને દ્વારકા દર્શન બાદ રાજકોટમાં ટૂંકુ રોકાણ કર્યું હતું. આ તકે કલેકટર કચેરીના પ્રોટોકોલ વિભાગ દ્વારા એરપોર્ટ ખાતે નેપાળના રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારીની આગતા-સ્વાગતતા માટે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેનું અંદાજે ૧.૫૦ લાખી વધુ રકમનું બીલ હજુ સુધી ન ચૂકવાતા કોન્ટ્રાકટરો કચેરીના ધકકા ખાઈ રહ્યાં છે.

વધુમાં જાણવા મળ્યા મુજબ એરપોર્ટ ખાતે નેપાળના રાષ્ટ્રપતિની આગતા સ્વાગતા માટે યોજવામાં આવેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં બાળકો માટે ભાડે લેવાયેલા ડ્રેસ, ડેકોરેશન, સ્વાગત માટે પુષ્પગુચ્છ સહિતની ચીજવસ્તુઓના બિલ ચૂકવાયા ની. બીજી તરફ કલેકટર દ્વારા આ ખર્ચ કેન્દ્ર સરકાર પાસેથી મેળવવાનો તો હોય સામાન્ય વહીવટ વિભાગ મારફતે બિલની કાર્યવાહી ચાલી રહી હોવાનું બિન સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.