Abtak Media Google News

હળવદ મોરબી જિલ્લા ખાણ ખનીજ વિભાગના અધિકારીએ હળવદ પંથકમાં પેટ્રોલીંગ માં દરમ્યાન હળવદ માળીયા હાઈવે પર આવેલ માળીયા ચોકડી પાસે પથ્થર ભરેલી ટ્રક ઝડપી લીધો હતો. ખાણ ખનીજ વિભાગ ની તપાસમાં ટ્રકમાં ભરેલો 20 ટન પથ્થર ગેરકાયદે હોવાનું ખુલતા જિલ્લા ખાણ ખનીજ ના અધિકારીઓ તેમજ નાયબ મામલતદાર ટ્રકને સીઝ કરી હળવદ પોલીસ સ્ટેશનમાં સોંપી આપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ બનવાની જાણવા મળતી વિગતો મુજબ હળવદ પંથકમાં ચાલતી ખનીજ ચોરીને ડામવા જિલ્લા ખાણ ખનીજ ના અધિકારીઓએ હળવદ પંથકમાં ધામા નાખ્યા છે. ત્યારે આજે સવાર ના જિલ્લા ખાણ ખનીજ નો રોયલ્ટી ઇન્સ્પેક્ટર ભરતભાઇ ચૌધરી હળવદ નાયબ મામલતદાર હસમુખભાઈ પટેલ સહિતનાઓ હળવદ હાઇવે પર પેટ્રોલિંગ કરી રહ્યા હતા.ત્યારે હળવદ માળિયા ચોકડી પર પથ્થર ભરેલી ટ્રક પસાર થતા તેને અટકાવી તપાસ કરાતા ટકા મા ગેરકાયદેસર લાઈમ સ્ટોન નામનો 20 ટન પથ્થર મળી આવ્યો હતો.

જેથી જિલ્લા ખાણ ખનીજ ના અધિકારીઓ દ્વારા ટ્રક ચાલક રફી ઈસ્માઈલ ભાઈ રહે માળીયા વાળા ને ઝડપી લઈ હળવદ પોલીસ મથકે લઈ આવી ખાણ ખનીજ નો મેમો ફટકારી ધોરણ ની કાર્યવાહી હાથ ધરી હતી. વધુમાં હળવદ પાસે ઝડપાયેલા પથ્થર ભરેલી ટ્રક નંબર જીજે એટી ૮૭૭૭ માં ગેરકાયદેસર પથ્થર ભર્યા હોય જે અધિકારીઓને ધ્યાન ન આવે તે માટે પથ્થર પર નારિયેળીના પાંદડા ઢાંકી દીધો હોય તેમ છતાં પણ ખાણ ખનીજ ના હાથે ટ્રક ઝડપાઇ ગઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.