Abtak Media Google News

હૃદયરોગ સહિતની જીવલેણ બિમારીનો ભય: અભ્યાસ

ખોરાકમાં વધુ કેલેરીવાળા વ્યંજનો દૈનિક આહારમાં લેવાથી ઘણી છ મુશ્કેલીઓ સર્જાય છે. તેમાં પણ સાંજે છ વાગ્યા પછી ભારે ખોરાક લેવાથી હૃદય સંબંધી બિમારીઓ જેવી કે હૃદયરોગ અને સ્ટ્રોકનું પ્રમાણ મહિલાઓમાં સવિશેષ વધારે રહેતુ હોવાનું એક નવા અભ્યાસમાં તારણ મળ્યું છે.

અમેરિકન હાર્ટએસોસીએશન સાયન્ટીફીક સેશનના ફિલડોફયામાં યોજાયેલા સેમીનારમાં ૩૩ થી ૪૪ વર્ષની વય જૂથની હૃદય સંબંધી અભ્યાસ માટે ૧૧૨ મહિલાઓને સામેલ કરવામાં આવેલા અભ્યાસમાં ભારેખોરાકથી શરીરમાં શું શુ સમસ્યા સર્જાય તેનું પૃથ્થકરણ કરવામાં આવ્યું હતુ ૧૧૨ મહિલાઓને કોલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશર, સુગરલેવલ અને અન્ય અસરો અંગે અભ્યાસમાં લેવામાં આવ્યા છે.

Whatsapp Image 2019 11 11 At 11.59.49 Am

સંશોધકોએ અમેરિકાની કોલંબીયા યુનિ. અને હાર્ટ એસો.ની દિનચર્યાઅંગેના સાત માપદંડોના પરિણામો અને જીવનશૈલીને અવલોકનમાં લીધી હતી. ધુમ્રપાન ન કરનારાઓ સારો ખોરાક, સારીરીતે સક્રિય અને વજનનિયંત્રણમાં રાખનારાઓને અભ્યાસમાં જોડવામાં આવ્યા હતા. આ અભ્યાસમાં હૃદયના ધબકારાઓ અને દિનચર્યાના સંબંધોને પણ અભ્યાસમાં લેવામાં આવ્યા હતા સહભાગીઓ માટે કોમ્પ્યુટર અને મોબાઈલ પર કાર્યરત ઈલેકટ્રોનિક કાર્યરત ડાયરીનો ઉપયોગ કરી અઠવાડીયામાં કેટલીવાર શું શું જમવામાં લેવાનું અને ત્યાર પછી બાર મહિના પછી એની અસર થઈ તેની વિગતો લેવામા આવી જેના મહિલાઓને બપોર પછી લેવામાં આવેલ ભારેખોરાક હૃદય સંબંધી સમસ્યાઓ માટે કારણભૂત બન્યો હોવાનું બહાર આવ્યું છે. આ અભ્યાસમાં એવું તારણ મળવા પામ્યું છે. કે મહિલાઓએ છ વાગ્યા પછી લીધલો ખોરાક અને વધુ કલેરી હૃદયની તંદુરસ્તીને વિચલીત કરવામાં કારણભૂત બની હતી છ વાગ્યા પછી મહિલાઓ દ્વારા લેવામાં આવતા ખોરાકની વધતી જતી એક એક કેલરી હૃદયના આરોગ્ય માટે જોખમી ગણાય છે. જે મહિલાઓ છ વાગ્યા પછી વધુ કેલેરીવાળા ભારે ખોરાક લે છે તેમને હાઈબીપી અને લાંબાગાળે સુગર લેવલ કંટ્રોલમાં સમસ્યાનું કારણ બની રહે છે. મહિલાઓ છ વાગ્યા પછી વધુ કેલરી વાળા ભારે ખોરાક લે છે. ત્યારે શરીરમાં જે હોમોટીક ફેરફારો થાય છે. તેની સૌથી વધુ અસર હૃદયને થાય છે. મહિલાઓએ તંદુરસ્ત જીવનશૈલી માટે છ વાગ્યા પછી વધુ કેલેરીયુકત ખોરાક ખાવાથી દૂર રહેવું જોઈએ સમી સાંજે કરવામાં આવતા નાસતા અને કેલેરીયુકતા ખોરાકની સીધી અસર બ્લડ પ્રેશર, સુગર લેવલર થાય છે.

જીવનશૈલીની નિયમિતતા અને કેવું ખાઈએ છીએ અને કેટલુ ખાઈએ છીએ. હેલ્થ રીસર્ચના પ્રાથમિક અનુમાનોમાં બપોરનું જમવાનું અને સાંજના જમવામાં લેવામાં આવતી કેલેરીનું નિયમન કરવાથી હૃદય સંબંધી તકલીફો નિવારી શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.