Abtak Media Google News

વિજય સંકલ્પ યાત્રાનો પ્રારંભ: ગામે ગામી હજારો લોકો આંદોલનમાં જોડાશે

જસદણ તાલુકાના આટકોટ ગામના પોલીસ મથક હેઠળ આવતું મોટા દડવા ગામથી આજે સવારે ગુજરાત પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ દ્વારા યોજાયેલ એક દિવસીય મોટા દડવાથી દ્વારકા સુધીની વિજય સંકલ્પ યાત્રાનો પ્રારંભ થયો તે પૂર્વે પાસના આ યુવા ડાયનેમિક નેતા હાર્દિક પટેલનું અભૂતપૂર્વ અને ઐતિહાસિક સન્માન થયું હતું. સવારે આ યાત્રાનો પ્રારંભ થતાં જેમાં આટકોટ, ઈશ્ર્વરીયા, કાનપર, ખારચીયા હનુમાન, રામોદ, ઘોઘાવદર, સાણલી જેવા અનેક ગામોના પાસના કાર્યકરો ખુશીથી ઝુમી ઉઠયાં હતા.

યુવા પાસના કાર્યકરોએ હાર્દિક પટેલ સાથે ફોટો પડાવવા અને હાથ મિલાવવા માટે રીતસરની પડાપડી કરી હતી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સજ્જડ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. આ વિજય સંકલ્પ યાત્રા આજે બુધવારે સાંજ સુધીમાં મોટા દડવાથી દ્વારકા સુધીમાં ત્રણ જિલ્લા અને ૧૪ તાલુકાના અંદાજે ૯૦ ગામોથી પસાર થઈ રાત્રીના દ્વારકા મંદિર ખાતે ધ્વજારોહણ કરવામાં આવશે. હાર્દિક પટેલ ૨૫ ઓગષ્ટી ઓબીસી અનામતની માંગ લઈને આમરણાંત ઉપવાસ કરવાના છે. ત્યારે અમદાવાદમાં ગુજરાતના ગામેગામી હજારો લોકો આ આંદોલનમાં જોડાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.