Abtak Media Google News

જસદણ વિધાનસભા બેઠકમાં ૬૦ હજાર જેટલી વસતી ધરાવતા પાટીદાર સમાજને કોંગ્રેસ તરફી મતદાન કરવાની હાર્દિક પટેલની ભલામણ

ભાજપ દ્વારા હજુ સુધી માત્ર સામ અને દંડની નીતિનો જ ઉપયોગ: ભાજપ યોગ્ય સમયે દાણા નહિ નાખે તો અવસરને ખરા અર્થમાં અવસર મળી જશે

જસદણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી એક સામાન્ય ચૂંટણી મટીને કોંગ્રેસ અને ભાજપ આ બંને મુખ્ય પક્ષોની પ્રતિષ્ઠાનો જંગ બનવાજઈ રહી છે બંને પક્ષો પ્રચાર-પ્રસારમાં વ્યસ્ત છે. આ દરમિયાન પાસ કન્વીનર હાર્દિક પટેલે પાટીદાર સમાજનેજ્ઞાતિગત મતોને ‘અવસર’માં ફેરવવાનું આહવાન કર્યું છે. હાર્દિક પટેલે કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયા તરફી મતદાન કરવાની તમામ જ્ઞાતિજનોને ભલામણ કરી હોવાથી રાજકારણ થોડા અંશે ગરમાયું છે.

જસદણ વિધાનસભા બેઠક પર કોંગ્રેસપક્ષમાંથી ચૂંટાયેલા કોળી અગ્રણી કુંવરજીભાઈ બાવળીયાએ પક્ષમાંથી રાજીનામું આપીને કેસરીયો ધારણ કર્યો હતો. જેથી ખાલી પડેલીઆ બેઠક માટે પેટા ચૂંટણી યોજવાની જાહેરાત થઈ હતી. ભાજપ દ્વારાકુંવરજીભાઈ બાવળીયાનું નામ ઉમેદવાર તરીકે અગાઉથી જ નકકી હતુ સામે કોંગ્રેસે ઘણી વિચારણા બાદ કોળી આગેવાન સામે કોળી આગેવાનને જ મેદાનમાં ઉતારવાનું નકકી કરીને રાજકોટ જિલ્લાપંચાયતના પૂર્વ ઉપપ્રમુખ તેમજ હાલના સદસ્ય અવસર નાકીયાને ઉમેદવાર તરીકેક પસંદ કરવામાં આવ્યા હતા. ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવારોએ જસદણ ખાતે પોતાની શકિતનું પ્રદર્શન પણ કર્યું છે.બંને ઉમેદવારો પોત પોતાની રીતે એડી ચોટીનું જોર લગાવીને પ્રચાર પ્રસાર કરી રહ્યા છે.

નોંધનીય છે કે જસદણ વિધાનસભાની બેઠક વિસ્તારમાં ૮૦ હજાર જેટલી વસ્તી કોળી સમાજની છે. સામે ૬૦ હજાર જેટલી વસ્તી પાટીદાર સમાજની છે. ભાજપ અને કોંગ્રેસે બંનેએ કોળી સમાજના નેતાઓને ચૂંટણી જંગમાં મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે બંને ઉમેવારોને પોત પોતાની પ્રતિષ્ઠાને લીધે કોળી સમાજના મતતો મળી રહેશે. પરંતુ મહત્વનું એ છે કે ૬૦ હજારની વસ્તી ધરાવતો પાટીદાર સમાજ કોના તરફ વળે છે.

તાજેતરમાં જસદણ વિધાનસભા બેઠકવિસ્તારમાં આવતા વિંછીયા ખાતે પાસ કન્વીનર હાર્દિક પટેલે ખેડૂત વેદના સંમેલનને સંબોધ્યું હતુ. જેમાં હાર્દિક પટેલે કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકીયાને સમર્થન આપતા લોકોને જણાવ્યું હતુ કે ‘તમારી જોડે સારો અવસર આવ્યો છે. આ અવસરને વધાવી લેજો.’

આમ હાર્દિક પટેલે જાહેરસભામાં પાટીદાર સમાજને કોંગ્રેસ તરફી મતદાન કરવાની ભલામણ કરતા રાજકારણ થોડા અંશે ગરમાયું છે. આ મામલે રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશવોરાએ જણાવ્યું કે કોંગ્રેસ તરફથી હાર્દિક પટેલને વિછીંયા ખાતે પધારવાનું કોઈ પણ પ્રકારનું આમંત્રણ આપવામાં આવ્યું ન હતુ તેઓએ પોતાની જાતે જ વીંછીયા આવીને કોંગ્રેસના ઉમેદવારને મત આપવાની ભલામણ કરી હતી.

જાણકારોનાં જાતે ભાજપનાં ઉમેદવાર કુંવરજીભાઈ બાવળીયા હાલ પોતાનાજોરે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે ભાજપ પક્ષ દ્વારા સામઅને દંડની નીતિ અપનાવાઈ ચૂકી છે. હાલ છેલ્લી બાકી રહેલી ત્રીજી નીતિ અત્યાર સુધીમાં ભાજપ દ્વારા અપનાવવામાં આવી નથી.જો ભાજપ યોગ્ય સમયે યોગ્ય આગેવાન પાસે ત્રીજી બાકી રહેલી નીતિ અપનાવીને દાણાનાખશે તો જ જસદણ બેઠકની પેટા ચૂંટણીમાં ધાર્યું પરિણા મેળવી શકશે.

Aucharbhai Jilapanchayat 1

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.