Abtak Media Google News

જગતમાં વિશ્વાસ અને આધાર માત્ર ભગવાન શ્રીકૃષ્ણનો…

‘અબતક’ આયોજિત શ્રીમદ્ ભાગવત સપ્તાહની આસ્થાભેર પૂર્ણાહુતિ: સૌ પ્રથમવાર સ્ટુડિયોમાંથી ‘ઓનલાઇન કથાનું લાઇવ પ્રસારણ નિહાળી લાખો ભાવિકોએ ઘર બેઠા ભક્તિનાં મહાસાગરમાં ડુબકી લગાવી

‘અબતક’ દ્વારા વિશ્ર્વમાં સૌ પ્રથમવાર સ્ટુડિયોમાથી ‘ઓનલાઇન’ લાઇવ પ્રસારીત થઇ રહેલી ભાગવત સપ્તાહની આજે ભાવભેર પુર્ણાહુતિ થઇ છે. સતત સાત દિવસ સુધી ભાગવતનાં શબ્દોથી ‘અબતક’ મીડિયા હાઉસ પાવન બન્યુ છે. સાથે લાખો લોકોએ કથા શ્રવણ કરીને ઘરે બેઠા ભક્તિના મહાસાગરમાં ડુબકી લગાવી છે.

વિશ્ર્વ કલ્યાણાર્થે આયોજીત શ્રીમદ્ ભાગવાત કથાના પૂર્ણાહતીના પાવન દિવસે શ્રીમદ્ ભાગવત સપ્તાહની કથાનો મંગલમય પ્રારંભ કરાવતા સુમધુર કંઠેથી શાસ્ત્રી રાકેશઅદા (ભટ્ટજી)એ ગણેશ વંદના કરી જણાવ્યું હતુ કે સાત દિવસના ભગીરથ કાર્યની અંદર પૂર્ણાહુતીના પાવન દિવસે શ્રોતાઓની સાથે આજે અમારૂ હૃદય પણ દુભાય રહ્યુ છે આવુ માત્ર ભગવાનની કથાની અંદર જ થાય કેમકે એ પ્રભાવ કથાનો છે વકતાનો નહી. કથાના છેલ્લા દિવસે જયારે જેનું હૃદય દુભાયને ત્યારે સમજવુ કે એ ભક્તિનો ઉભરો છે, ઈશ્વર પ્રત્યેના પ્રેમનો ઉભરો છે અને ઉભરો જ કથાની સફળતા બતાવે છે.

આજે કથાના સાતમાં દિવસે સહુ સાથે મળી ઠાકોરજીને પ્રાર્થના કરીએ કે કોરોનાના કપરા કાળમાંથી હવે મુક્તિ અપાવો. અમે છ દિવસથી પ્રાર્થના કરી રહ્યા છીએ પરીક્ષીતનું પણ તમે સાતમે દિવસે સાંભળ્યુ હતુ કયાંકને કયાંક અમારા હૃદયની અંદર નાનકડો પરિક્ષિત બેઠો જ છે તારા સિવાય અમારો ઉદ્ધાર નથી. જગતમાં વિશ્વાસ અને આધારતો માત્ર ક્રિષ્નનો હોય, ઠાકોરનો હોય આ મહામારી માંથી નિકળવા એક માત્ર રસ્તો છે કયાંક કોઇ રૂપે ભગવાન રસ્તો જરૂર કાઢશે.

ગઇકાલે શાસ્ત્રીજી રાકેશઅદા (ભટ્ટજી)એ જણાવ્યું હતું કે, કૃષ્ણ ભગવાનની એક એક લીલામાંથી આપણે કંઇક શીખવાનું છે. ભગવાન માખણ ચોરી કરી તો એમાંથી એ નથી શીખવાનું કે ભગવાન ચોરી કરતા હતા એટલે આપણેય ચોરી કરાય સુંદર દ્રષ્ટાંત આપતા અદાએ કહ્યું કે મને એક વ્યકિતએ કહ્યું કે કથામાંથી ચોરી અને જુગાર રમવાનું શીખ્યું ત્યારે મે તેને જવાબ આપ્યો કે કૃષ્ણએ તો ગોપીઓના મનોરથ પૂર્ણ કરવા માખણની ચોરી કરી હતી. બાકી એનેે કયાં માખણની કમી હતી..! પાંડવોએ જુગાર રમ્યા બાદ તેમણે પોતાનું સર્વસ્વ ગુમાવ્યું અને ૧ર વર્ષ રહેવું પડયું તો શું આપ બાર વર્ષ જેલમાં રહી શકશો? ઘણા લોકો એવા હોય છે જે કથામાંથી ન શીખવાનું શીખતા હોય છે. કથામાંથી એ શીખવાનું છે કે ખરાબ કામ કરવાનું પરિણામ શું આવે? કંસ, રાવણ આટલી સંપતિનો માલિક અને શકિતશાળી હોવા છતાંય તેનું શું થયું? અધર્મનો અંતે નાશ જ થાય છે. સત કર્મની શરૂઆત થોડી નબળી હોય, પરીક્ષા થાય રૂકાવટ પણ આવે, પાંચ જણા રોકે પણ ખરા પરંતુ એનો અંત બહુ સારો હોય છે. જયારે ખરાબ કાર્યની શરૂઆત મોજ વાળી હોય, જલસા પડે ને માણસને એમ થઇ જાય કે ઓહો… હો…. કરાય તો આજ પણ એનો અંત બહુ ખરાબ હોય છે. આવા હજારો દાખલાઓ આપણા ઇતિહાસમાં છે. ખરાબ કામનું પરીણામ હંમેશા ખરાબ જ આવે છે. માણસ ખરેખર જીવનની અંદર જે કરવાનું છે એ કરતો જ નથી ઈશ્વરે આવુ સરસ જીવન આપ્યું છે તો શા માટે એક કલાક ફાળવવો જ જોઇએ ધ્રુવ અને પ્રહલાદ જેવા બાળકો આજના સમયમાં ભાગ્ય જ કોઇને ત્યાં હશે.

બાળકને કદાચ બાળપણમાં ભકિતનું જ્ઞાન ન હોય, બાળપણ એ પોતે જ ભકિત છે બાળપણમાં ભકિતનું કહેવામાં આવે એટલે યુવાનીમાં કરશું કહે, યુવાનીમાં કહીએ તો ઘડપણમાં કરશું કહી એમ કહેતા કહેતા ભકિતનો સમય વયો જાય છે. આપણી સંસ્કૃતિ તો કેવી સુંદર છે કે સ્મશાનથી આવનાર વ્યકિત ઉપર ઘરમાં પ્રવેશ કરાવતા પહેલા પાણી નાખે, કપળા પલાદી માસણને ભીનો કરી નાખે ત્યાં જ સ્નાન કરવાનું  પછી જ અંદર પ્રવેશવા દે છે. આ કોરોનાનો નિયમ તો હવે આવ્યો આપણી સંસ્કૃતિ તો પહેલેથી જ શીખવાડે છે તો આની અંદર કયાંક ઋષિમુનિઓનું વિજ્ઞાન પણ રહેલું છે કોઇનો અગ્નિ સંસ્કાર થાય છે ત્યારે આપણે ત્યાં સ્નાનકરીને પછી ઘરમાં જવાનું હોય છે.

આ કવોરનટાઇનનો નિયમતો આપણે ત્યાં વર્ષો પહેલાનો છે. માતાઓ જયારે ધર્મમાં થાય ત્યારે એ ધર્મની અંદર એને કવોરન્ટાઇન કરવામાં આવે એને કોઇ વસ્તુને અડવાનું નહીં ખરેખર આને બધા અંધ શ્રઘ્ધા માને છે પણ આપણા ઋષિમુનિઓનું આ વિજ્ઞાન છે કે એ સમયે એના શરીરની અંદરથી કેટલાક એવા જમ્સ છુટતા હોય તો એના હિસાબે એ થોડાક દૂર રહે સુતક અને સુવારૂને તમે સીધો સાદો અર્થ કરો તો સુતક એટલે જન્મ થાય અને જે સવા મહિનો પાડીએ એને સુતક કહેવાય એટલે એનો અર્થએ કે સારી તક મળી છે કે જે બાળક આવ્યું છે આંગણે એની સેવા કરવાની હોય છે કહેવાનો અર્થએ છે કે ભગવાન કહે છે કે સવા મહિનો મારી પૂજા નહી કરો તો ચાલશે આવેલા આ બાળકની સેવા કરો તે હું જ છું સુવારૂ એટલે કોઇ આપણા વચ્ચેથી કોઇ જતું રહે અને એની ક્રિયા આપણે ૧૩ દિવસ કરીએ તો એમાં આપણને સુવારુ લાગે એમાં પણ આપણી સંસ્કૃતિ મુજબ ભગવાનના મંદિરને પડદો મારી દઇએ છીએ. સુવારુનો અર્થ પણ જેને તમારા માટે પૂર્ણ જીવન આપી દીધું છે. એને સારી રીતે વારો એટલે સુવારુ ભગવાન કહે છે. એના માટે ૧ર-૧૩ દિવસ કાઢો એની પાછળ પજા વિધિ કરો શ્રાઘ્ધ કરો આ દિવસોમાં એને મુકિત  આપવાનો એક પ્રયાસ કરો.

ભગવાન કહે છે કે મારી પૂજા ન કરો તો ચાલશે. પણ એ જીવનને ગતિ આપવાની જવાબદારી પરિવારની છે આમ શાસ્ત્રીની ઘણી બધી વાતો ને અદાએ સાવ સામાન્ય શબ્દોમાં સમજાવી હતી. પ્રત્યેક માણસ જાણતો હોય છે કે આ સંસારમાં એકલા આવ્યા હતા અને એકલા જ જવાના છીએ છતાં મોહમાયા છુટતી નથી. સાથે માત્ર કર્મની ગતિ જ આવે છે માણસના પાપ અને પુણ્યના કર્મો સાથે આવતા હોય છે. છતાય આ જગત કોઇ જીવથી માયા મેલાતી નથી. સમયનું મહત્વ સમજાવતા શાસ્ત્રીજીએ જણાવ્યું હતું કે માણસનો સમય સારો હોય ત્યારે સહુ હાથ જોડી છે અને ખરાબ સમય આવે ત્યારે પડછાયો પણ સાથ છોડી દેતો હોય છે ત્યારે જે માણસે આપણા દુ:ખમાં આપણને સાથ આપ્યો હોય એને જીવનમાં કયારેય ન ભૂલવા જોઇએ આ જગતની અંદર ઇશ્ર્વરનું નામ એ જ સત્ય છે.

Wwr

વીતેલો સમય ફરી પાછો નથી આવવાનો પણ જે છે એને પ્રભુ ભકિત કરી સુધારી લેવાનો છે. ઇશ્ર્વર પણ જો સમાધિની અંદર બેસતા હોય તો એનો અર્થ એક જ થાય કે આ જગતનો આધાર જ તપ છે. શરીરને ખોરાક આપવા માટે આપણે બહુ દોડયા પરંતુ અંદરના આત્માને ખોરાક આપવાની આવશ્યકતા છે. ઓશો રજનીશને યાદ કરતા શાસ્ત્રીજીએ કહ્યું હતું કે તેમના જેવું તો કદાચ જ હવે કોઇ થાય. ભગવાનની ભકિત કરવી, સ્મરણ કરવું એ આપણા પૂર્વ જન્મના કર્મો હોય તો સતકર્મ કરવાનો વિચાર આવે, સારા વિચારો આવે ત્યારે સમય ન જોતા એ કાર્ય તુરંત કરવું આમ આ રીતે શાસ્ત્રીજીએ છઠ્ઠા દિવસમાં કથાનો મૂળ ભાવ આપણને શું શીખવે છે તેનું સુંદર વર્ણન કર્યુ હતું. માણસ પોતે જ પોતાના સ્વભાવને બનાવી અને બગાડી શકે છે.

કથાને આગળ વધારતા બાળકૃષ્ણ કૃષ્ણ ગેડી દડે રમવાજાય છે ત્યાંથી માંડીને યમુના નદીનો ઘરો, કાલિયા નાગ શેષનાગ અને કૃષ્ણ વચ્ચેના સંવાદો સહિત શેષનાગના ઉઘ્ધાર સુધીની કથાનું સુંદર વર્ણન કરાયું હતું. ત્યારબાદ ગીરીરાજ પર્વતના ધારણની આબેહુબ કથાનું અદભૂત વર્ણન કરવામાં આવ્યું હતું. ધોધમાર વરસાદ જયારે વિનાશ કરવા લાગ્યો ત્યારે માત્ર સાત વર્ષના કૃષ્ણ પોતાની ટચલી આંગળીથી ગીરીરાજ પર્વતને ધારણ કરે છે. ત્યારથી ભગવાન ગીરીરાજ ધરણી કહેવાયા શ્રીનાથથી એટલે આ સાત વર્ષના ગીરીરાજ પર્વત ધારણ કરનાર ભગવાન કૃષ્ણ ભગવાને સાત દિવસ સુધી પોતાની ટચલી આંગળીએ પર્વતને ધારણ કરી વ્રજવાસીઓનું રક્ષણ કર્યુ હતું. કંઇક મેળવ્યા વગરનો નિર્મળ પ્રેમ એટલે રાધા-કૃષ્ણનો પ્રેમનું વર્પન ગોપીઓનો વિલાપનું પણ અદભૂત વર્ણન કરવામાં આવ્યું હતું. આગળ કામદેવની કથા વર્ણવવામાં આવી હતી ત્યારબાદ કૃષ્ણ દ્વારા કંસ વઘનું અદભૂત વર્ણન કથાના છઠ્ઠા દિવસથી કરવામાં આવ્યું હતુંી. પાર્વતીજી અને ભોળાનાથ ગોપી બનીને રાસમાં જાય છે તેનું પણ વર્ણન કરાયું હતું. સુદર્શન અને શંખચૂરના ઉઘ્ધારની વાત કૃષ્ણ અને બલરામનું મથુરા તરફ પ્રયાણ કુબજાનો ઉઘ્ધાર, કંસ સાથે યુઘ્ધ, કંસનો વઘ, સાંદિપની આશ્રમની કથા સાથે દસમાં સ્કંધને પૂર્વાધ પૂર્ણ થાય છે. ઉતરાર્ધની કથાનું વર્ણન કરતા રણછોડરાય કહેવાયા એ કથા દ્વારકાનગરીની વાત દ્વારીકામાં કૃષ્ણનું રાજ તિલક, રૂકક્ષમણી વિવાહનું અક્ષરસંહ નિરૂપણ કરી કથાને વિરામ આપવામાં આવ્યો હતો.

આ કથામાં સિંગર-નિરવ રાયચુરા, કીબોર્ડ-દિપક વાઢેર, તબલા-હાર્દિક કાનાણી, ઢોલક-યશ પંડ્યા, ઓક્ટોપેડ-કેયુર બુદ્ધદેવ અને સાઉન્ડ-ઉમંગી સાઉન્ડના કારણે અવિસ્મરણીય બની રહી છે.

2 7

પુર્ણાહૂતિ પ્રસંગે આજે ‘ચાલને જીવી લઇએ’માં અનેરી જમાવટ

‘અબતક’ પરિવાર આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહના આજે અંતિમ દિવસે ચાલ ને જીવી લઈએ કાર્યક્રમમાં પુર્ણાહૂતિ પ્રસંગને અનુસંધાને અનેરી જમાવટ થવાની છે. જેમાં જાણીતા કલાકારો ભક્તિરસમાં દર્શકોને તરબોળ કરી દેવાના છે. એન્કર-ડાયરેકટર પ્રિત ચૌહાણ અને સંકલન મયુરભાઈ બુદ્ધદેવનું રહેશે. સાઉન્ડ ઉમંગી સાઉન્ડ અને રાકેશભાઈ ઉભડીયા દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.