Abtak Media Google News

માહિતી, સંવાદ, શિક્ષણ-આઇસીઇની તાલીમને સાર્થક કરી

રાજકોટના જંગલેશવર વિસ્તારમાં સંક્રમણનો ખતરો વધતા આરોગ્ય કેન્દ્રના મલ્ટીપર્યઝ હેલ્થ વર્કરને તાત્કાલિક કોરોના જન જાગૃતિ માટે જંગલેશવરમાં ફરજ પર મુકવામાં આવ્યા હતા. ૨૭ દિવસની ફરજ પૂરી કર્યા બાદ રાકેશભાઇ ડાભીએ પોતાના જંગલેશવર વિસ્તારમાં ફરજના દિવસો વિશે વાત કરતા જણાવ્યુ હતુ કે કોરાની મહામારી દરેક માટે નવી હતી પહેલીવારના આ રોગની કોઈ દવા, કોઈ ગાઇડલાઇન કે ઉપાય કોઈ પાસે નહોતો. હતી ફક્ત રોગ સામે જાગૃતિ દાખવવી. આ જાગૃતિનું સફળ સોપાન પાર પાડવામાં જસદણ તાલુકાના કનેસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સબ સેન્ટર રામળીયાના મલ્ટીપર્પઝ હેલ્વર્કર રાકેશભાઈ એ તેમણે મેળવેલ તાલીમ ને કામે લગાડી હતી.

માહિતી સંવાદ અને શિક્ષણ ICEની તાલીમને રાકેશભાઈએર્સાકકરી. રાજકોટના કોરોના હોટસ્પોટ જંગલેશ્વર વિસ્તારમાં રહીશોને એક બાળકને સમજાવતા હોય તેવી રીતે તેમને કોવિડ  ૧૯ ના રોગની માહિતી આપી. લોકોને આ રોગથી બચવાના ઉપાયો જેવા કે માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા, ઘરમાં રહેવા બાબતે ખૂબ જ ધીરજ અને કુનેહી સમજાવ્યા હતાં, અને રોગના સંક્રમણને ખાળવા ડિફેન્સ વોરિયરની ભૂમિકાને “કર્મયોદ્ધા” તરીકે નિભાવી હતી.

રાકેશભાઈ જણાવે છે કે,”જંગલેશ્વર વિસ્તારમાં ફરજ બજાવવાનો ઓર્ડર મળ્યો ત્યારે તેઓ સાથે તેમના પરિવારજનોએ પણ એક પ્રકારનો ગભરાટ અનુભવ્યો હતો. પહેલા તો આ ડયુટી ન નિભાવવાનો વિચાર આવ્યો પણ એ નકારાત્મક વિચાર ત્યાગીને,”જંગલેશ્વરના રહીશો પણ ’આપણા’ જ છે અને તેમની સેવા કરવાની મારી પહેલી ફરજ છે તે વિચારે હું જંગલેશ્વરમાં ડ્યુટી ઉપર હાજર થઈ ગયો.”

“સતત ૨૭ દિવસની ફરજ દરમિયાન જંગલેશ્વરના સ્થાનિકોને કોરોનાની જાણકારી આપવા સાથે તેનાથી બચવાના દરેક ઉપાયો વિશે પૂરતી સમજણ આપતો અને ઘરમાં રહીને આ રોગના ભોગ બનતા બચી શકાય તેમ એક બાળકને સમજાવીએ તેમ રહેવાસીઓને સમજાવ્યા હતાં.

રાકેશભાઈ આજે પોતાની મૂળભૂત ફરજ પર પરત ફર્યા છે પણ એ ૨૭ દિવસ તેમને આખી જિંદગી યાદ રહેશે તેમજ એ દિવસોએ તેમણે “સેવા”ની એક આગવી અનુભૂતિને હવે તેમની બાકીની ફરજમાં નિભાવશે તેમ તેમણે ખૂબ જ ભાવપૂર્વક અને ભારપૂર્વક કહ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.