અજમાવવા જેવી હેલ્થ ટીપ્સ

અપૂરતી ઉંઘ ચીડિયા સ્વભાવનું એક કારણ છે, જેથી અઢાર વર્ષથી ઉપરના વ્યકિતએ દિવસમા સાતથી આઠ કલાકની ઉંઘ કરવી જરૂરી છે.

ભૂખ્યા પેટે સ્વિમિંગ કરવું નુકશાન કારક છે.

ખૂબ તણાવ અનુભવવાની સ્થિતિમાં ઉંડા શ્વાસ લેવાથી મન હળવું બને છે.

રાત્રે મીઠાની કાકરી મોંમા મૂકી રાખવાથી ઉઘરસ ઓછી આવે છે.

પ્રતિદિન સવારે તુલસીના પાન સાથે બે કાળા મરી ચાવી જવાથી કફ નથી થતો.

અજમો અને તલ ભેગા કરીને ખૂબ ચાવીને ખાવાથી વારંવાર પેશાબ કરવા જવાની સમસ્યામાં રાહત મળે છે.

મોંમા થોડીવાર મધરાખી કોગળા કરવાથી મોંમા પડેલા છાલામાં રાહત મળે છે.

સૂંઠને પાણીમાં ઘસી તેની પેસ્ટ કપાળે લગાડવાથી આધાશીશી મટે છે.

Loading...