Abtak Media Google News

ટાઈપ-૧ ડાયાબિટીસ માટે ઈન્જેકશનથી ઈન્સ્યુલીન અને સારવાર અંગે ડોકટરોનું વિશેષ માર્ગદર્શન

શહેરની જુવેનાયલ ડાયાબીટીશ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા ડાયાબીટીશથી પીડાતા બાળકો માટે અનેકવાર કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગ રૂપે ડાયાબીટીશના બાળ દર્દી માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં ૫૦૦થી વધુ બાળકોએ ભાગ લીધો હતો. શહેરના એન્જીનીયરીંગ હોલ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં ડાયાબીટીશના રોગને કેવી રીતે કાબુમાં રાખવો તે અંગે અનેક ડોકટરોએ માર્ગદર્શન આપ્યું હતુ.

બાળકોને ડાયાબીટીસથી કેવી રીતે બચાવવા ડાયાબીટીસ થાય તો કેવી રીતે સાર સંભાળ રાખવી તે વિશે જાણકારી આપવામાં આવી હતી તેમના વાલીઓને આ અંગે કાળજી રાખવા માટે કહેવામાં આવ્યું હતુ આ ડાયાબીટીસ ટાઈપ-૧નું આયોજનમાં ૨ થી ૫ વર્ષથી ૧૫ થી ૨૦ વર્ષ સુધી થતો હોય છે. અને આ ડાયાબીટીસમાં સોપ દ્વારા ઈન્જેકશનથી ઈન્સ્યુલીંગ દેવામાં આવે છે.Vlcsnap 2019 03 18 10H46M56S81

સાથે જ બાળકો ને ખાવા પીવામાં કાળજી રાખવી તેથી ડાયાબીટીશ ક્ન્ટ્રોલમા રહે તે વિશે જણાવ્યું હતુ સાથે જ બાળકો માટે ૫૦૦થી ૬૦૦ રૂપીયાની ડાયાબીટીશમાં રૂટીનમાં ઉપયોગી થાય તેવી કીટ પણ ગીફટના રૂપમાં આપવામાં આવી હતી સાથે જ વાલીઓ તથા બાળકો માટે નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતુ.

આ જુવેનાયલ ડાયાબીટીશ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા દર ૩ મહિને ડાયાબીટીશથી પીડાતા બાળકો માટે અલગ અલગ જગ્યાએ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. અને બાળકોને તથા તેમના વાલીઓને આ ડાયાબીટીશ રોગ માટે જાણકારી આપવામાં આવે છે. આ સંસ્થા ૧૫ વર્ષથી આ ડાયાબીટીસ રોગ માટે પોતાની સંસ્થા ચલાવે છે. જેમાં ગરીબ ઘરના બાળકોનો સમાવેશ કરવામાં આવે છે.

ડાયાબિટીસ અંગે સમાજની માનસિકતા બદલાવવી છે ડો. પંકજ  એમ પટેલVlcsnap 2019 03 18 10H46M26S46

શહેરમાં જુવેનાયલ ડાયાબીટીશ ફાઉન્ડેશનમાં આવેલ ડો. પંકજ એમ.પટેલે અબતકની મુલાકાતે જણાવ્યું હતુ કે ડાયાબીટીશ વિશે વાત કરીએ તો ડાયાબીટીશનાં મુખ્ય બે પ્રકાર હોય છે. ટાઈપ-૧ અને ટાઈપ-૨ ડાયાબીટીશઆ જુવેનાયલ ડાયાબીટીશ સંસ્થામાં જે ટાઈપ ૧ ડાયાબીટીશ માટે છે. અને ટાઈપ ૧ ડાયાબીટી વિશે વાત કરીએ તો ટાઈપ ૧ ડાયાબીયીશ એટલે કે એ એવું ડાયાબીટીશ કે જે નાના બાળકોને થતુ હોય છે. મોટા ભાગે ૨ થી ૫ વર્ષથી લઈ ૧૫ થી ૨૦ વર્ષના ને પણ થતુ હોય છે.

જેમાં ઉક કારણોસર શરીરમાંથી સ્વાદુપીંડમાંથી જે ઈન્સ્યુલીંન નીકળવાનું હોય તે નીકળવાનું બંધ થાય જેને કારણે શરીરમાં ઈન્સ્યુલીનની ઉણપ થાય અને સુગરનુ લેવલ વધવા માડે જેને કારણે શરીરમાં બીજા બધા ઘણા પ્રોબ્લેમ વધી જતા હોય છે. જેને આપણે ડાયાબીટીશ કહેતા હોય છે. અને વૈજ્ઞાનિકો પણ તપાસ કરી રહ્યા છે. આ ડાયાબીટીશ કેના કારણે થાય છે.

પરંતુ એક એન્ટીબોડી ઈન્સ્યુલીંન નામના તત્વને જે નીકળતું બંધ કરે છે. તેને ડાયાબીટીશ થાય મોટા ભાગે આપણે સમાજમાં જોતા હોય છીએ કે વજન વધે, ખોરાકમાં જક ફૂડ ખાવાથી થાય તે એક અલગ પ્રકારનું ડાયાબીટીશ છે તેને ટાઈપ ૨નું ડાયાબીટીશ કહેવાય છે. અને જે જુવેનાયલ ડાયાબીટીશ સંસ્થા સાથે જોડાયેલા છે. તે ટાઈપ ૧નું ડાયાબીટીશ છે અને તેમા બાળકને દિવસમાં ૩ થી ૪ વખત ઈન્સુલીન સોય મારફતે ઈન્જેકશન દ્વારા આપવામાં આવતું હોય છે.

બાળકોમાં પણ ડાયાબિટીસનું પ્રમાણ વધ્યું અપુલ દોશીVlcsnap 2019 03 18 10H46M35S132

શહેરમાં જુવેનાયલ ડાયાબીટીશ ફાઉન્ડેશન ચલાવતા અપુલભાઈ દોશી એ અબતકની મુલાકાતે જણાવ્યું હતુ કે જે બાળકોમાં થતા ડાયાબીટીશ રોગ ઉપર કામ કરતા ચલાવે છે તેના છેલ્લા ૧૫ વર્ષથી આ સંસ્થામાં તે કાર્યરત રહેલા છે. તે માટે તેમણે ૧ એજયુકેશનલ કેમ્પનું આયોજન કર્યું હતુ જેમાં સૌરાષ્ટ્રમાથી ૫૦૦થી પણ વધુ બાળકો આ કેમ્પમાં હાજર હતા અને તેમાં ડો.નીલેશ દેથરોજા , ડો.પંકજ પટેલ, ડો. મુકેશા થોરવાલ, ડો.વીભાકર વચ્છરાજાની જેવા ડોકટરો ડાયાબીટીશ કેવી રીતે ક્ન્ટ્રોલમાં રહે અને જો ડાયાબીટીશ કંટ્રોલમાં ન રહે તો તેનાથી શું થાય તે માટે માર્ગદર્શન આપી રહ્યા છે. અને હાજર રહેલા દરેક બાળકને ૫૦૦થી ૬૦૦ રૂપીયાની ગીફટ જે બાળકને ડાયાબીટીશ રૂટીનમાં ઉપયોગમાં આવે તે આપવાના છે. અને સાથે જ આ કાર્યક્રમ દરમ્યાન બાળકો તથા તેમના વાલીઓ માટે નાસ્તાની પણ સુવિધા કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.