આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ વધુ એક વખત રાજકોટ દોડી આવ્યા

સાંસદ અભયભાઇ ભારદ્વાજની સારવાર, નર્સીંગ સ્ટાફ પર હુમલો: મૃત્યુદરમાં વધારો: તમામ ઘટનાની તપાસ-સમીક્ષા માટે સિવિલ હોસ્પિટલમાં તાકીદની બેઠક યોજી

રાજકોટ જીલ્લામાં કોરોનાએ ફરી આક્રમણ કરતા રાજ્યના અગ્રસચિવ જયંતિ રવિ સતત બીજી વખત રાજકોટ દોડી આવ્યા છે. કોવીડ બિલ્ડીગની મુલાકાત લીધા બાદ મેડીકલ કોલેજ ખાતે  પત્રકાર પરિષદ સંબોધતા અગ્રસચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે શહેરમાં ૧૦ થી ૧૨ દિવસ પહેલા કોરોના સંક્રમણની સ્થિતિ વધુ હતી, ત્યારે વધારે કેસ હતા જયારે આજે સ્થિતિ કાબુમાં છે અને શહેરમાં ટેસ્ટીંગ વધારાયુ છે,હાલ મનપાની ૧૧૦૦ જેટલી આરોગ્યની ટીમ સતત ટેસ્ટીંગ કરી રહી છે,શહેરમાં કોરોનાના દર્દી જલ્દીથી સાજા થઈ રહ્યા છેઅને  ડિસ્ચાર્જ રેટ વધી ગયો છે.હાલ દરેક સ્થળે કો-ઓર્ડીનેટર નિમવામાં આવી રહ્યા છે તેઓને તાલીમ આપવામાં આવી રહી છે જેના કારણે સંક્રમણ ઘટવા લાગશે.

શહેરમાં કોરોનાની સ્થિતિ દિવસેને દિવસે સ્ફોટક થતી જાય છે ત્યારે રાજ્યના આરોગ્ય અગ્રસચિવ જેન્તી રવિ વધુ એક વખત રાજકોટ આવી પહોચ્યા હતા. પ્રભારી રાહુલ ગુપ્તા અને ખાસ ફરજ પરનાં અધિકારી મિલિન્દ તોરવણેને સાથે બેઠકનું આયોજન કર્યું હતું. જેમાં સાંસદ અભયભાઇ ભારદ્વાજની સારવાર, નર્સીંગ સ્ટાફ પર હુમલો, મૃત્યુદરમાં વધારો, તમામ ઘટનાની તપાસ-સમીક્ષા માટે સીવીલ હોસ્પિટલમાં તાકીદની બેઠક યોજી ચર્ચા વિમર્શ કર્યાં હતા . હાલ રાજકોટમાં આવતા ૧૦૦ થી વધુ આવતા પોઝેટીવ દર્દીઓ અને ૩૫ જેટલા લોકોના મૃત્યુ અંગે ચિતા વ્યકત કરી હતી. આમ, આ તમામ ઘટનાઓની સમીક્ષા કરી અને રાજકોટ સિવિલની કોવિડ હોસ્પિટલમાં તેમજ અન્ય ખાનગી હોસ્પિટલમાં ઘનિષ્ઠ સારવારની વ્યવસ્થા, કોરોના ટેસ્ટ વધારવા, સંક્રમણ અટકાવવા સહિતની બાબતોના તમામ પગલા લેવા બાબતે સમીક્ષા બેઠક યોજી હતી.

ત્યારે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં મેડીકલ કોલેજમાં રાજ્યના આરોગ્યના અગ્રસચિવ જયંતિ રવિએ રાજકોટના પ્રભારી અધિકારી રાહુલ ગુપ્તા તેમજ મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલ હોસ્પિટલ માટે ખાસ મુકાયેલા ડે.કલેકટરો, ડીન અને નિષ્ણાંત ડોકટરો સાથે તાકિદની સમીક્ષા બેઠક યોજી કોરોના સંક્રમણ રોકવા અંગેનું આયોજન કરવામાં આવ્યું હતું.

Loading...