Abtak Media Google News

કોરોના મહામારીનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે ત્યારે સંક્રમણને તોડવા સરકાર તથા સ્થાનિક તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે શાકભાજીના આવશ્યક હોવાથી શાકભાજીના ફેરિયાઓને પરવાનગી આપવામાં આવી છે પરંતુ જો આ ફેરિયાને કોરોનાનો ચેપ હોઈ તો સંક્રમણ ફેલાવાની શક્યતાઓ વધી જતી હોય છે ત્યારે મોરબી પાલિકા,પોલીસ અને હેલ્થ વિભાગ દ્વારા શાકભાજીના ફેરિયાઓનું હેલ્થ ચેકઅપ હાથ ધરવામાં આવ્યું જેમાં આશરે ૨૦૦ જેટલા શાકભાજી ફેરિયાઓનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું તથા લોકડાઉન નિયમોનું ચુસ્ત પણે પાલન કરવા અપીલ કરવામાં આવી હતી જેથી કરીને ફેરિયા મારફતે સંક્રમણ ફેલાઈ નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.