Abtak Media Google News

જામનગર શહેર તેમજ તેમજ જિલ્લાભરમાં છેલ્લા ઘણા સમયથી ડેન્ગ્યુ તેમજ ઋુતુજન્ય બિમારીનો કહેર જોવા મળી રહ્યો છે.છેલ્લા પાંચ વર્ષમાં ડેન્ગ્યુના કેસ નોંધાયેલા ગામડાઓમાં આરોગ્ય વિભાગ દ્વારા જુલાઇ માસ દરમિયાન ડ્રાય ડેની ઉજવણી કરવામાં આવી હતી.જે અંતર્ગત અઠવાડીયામાં એક દિવસ પાણી ભરેલા પાત્રો ખાલી કરાવી લોકો દ્વારા તે પાત્રોને સારી રીતે સાફ કરવા સુચના અપાઇ હતી.આરોગ્ય કર્મચારીઓ દ્વારા ૪૪૪ ગામોમાં ડોર ટુ ડોર રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી.જેમાં ૧૮૮૦૦ કેસ તાવના જોવા મળ્યા હતાં.જેના લોહીના નમુના લઇ પૃથ્થકરણમાં મોકલાતા ૧૦ કેસ મલેરિયાના પોઝિટીવ હોવાનુ સામે આવ્યું હતું.

આરોગ્ય કર્મચારીઓ દ્વારા ૪૪૪ ગામોમાં મુલાકાત લઇ તેમાં સર્વેલન્સ,પોરાનાશક,આરોગ્ય શિક્ષણની કામગીરી કરવામાં આવી હતી.તેમજ ૩૩ સેમીનાર અને ૨૪૭ પ્રદર્શન અને ૭૧૧૯૫ પત્રિકા વિતરણ કરવામાં આવી હતી.તેમજ જામનગર જિલ્લા ગ્રામ્યના ૫૭૩ આરોગ્ય કર્મચારીઓ દ્વારા ૮૭૯૨૦૩ વસ્તી અને ૧૭૨૩૭૧ ઘરો ધરરાવતા ગામની હાઉસ ટુ હાઉસ મુલાકાત કરી હતી.

આ કામગીરી દરમિયાન ૧૮૮૦૦ કેસ તાવના જોવા મળ્યા હતાં.જેમાં તાવના દર્દીઓના લોહીના નમુના લેબોરેટરીમાં પૃથ્થૃકરણમાં મોકલાતા મલેરિયાના ૧૦ પોઝિટીવ કેસ જોવા નોંધાયા હતાં.જુલાઇ માસ દરમિયાન જામનગર ગ્રામ્યમાં શંકાસ્પદ ડેન્ગ્યું તાવના ૯૪ લોહીના સેમ્પલનું પરીક્ષણ કરાતા ડેન્ગ્યુ તાવના ૧૦ પોઝિટીવ કેસ પણ જોવા મળ્યા હતાં.આમ, જામનગર જિલ્લામાં બિમારી જોવા મળતા આખરે આરોગ્ય વિભાગે તપાસણી કરવા કવાયત હાથ ધરી કામગીરી કરવામાં આવી હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.