Abtak Media Google News

વૈશ્વિક મનુષ્ય જીવનમાં ૫.૫ વર્ષનો વધારો: બાળકો કરતા બાળકીઓ રોગ સામે ઝઝુમવામાં વધુ સફળ

વૈશ્વિક સરેરાશ માનવજીવનમાં સાડા પાંચ વર્ષની આયુષ્ય રેખામાં વધારો નોંધાયો છે. તાજેતરમાં જ વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા સર્વે આધારીત રિપોર્ટમાં જણાવાયું છે કે ર૦૦૦ થી ૨૦૧૬ સુધીમાં માનવ જીવન રેખામાં સરેરાશ સાડા પાંચ વર્ષનું આયુષ્ય વઘ્યું છે. સાથે સાથે આવકની અસમાનતાના કારણે આરોગ્ય જાળવણીની ઉપેક્ષા ઘણાં લોકોની જીંદગી ટુંકી કરવા માટે જવાબદાર હોવાની ચેતવણી પણ ઉચચારી છે. સુખી અને સારા આયુષ્ય માટે જરુરી આરોગ્ય જતનની બાબત નિશ્ર્ચિત કાયમી અને ચિંતા વગરની આવક વ્યવસ્થા સાથે જોડાયેલી છે.

કમાણીની ચિંતા અને ભરણપોષણની વ્યવસ્થાની અનિશ્ચિતતા સુખી અને દીર્ધાયુ સાથે સીધો સંબંધ રાખે છે. કહેવત છે કે ‘ચિંતાથી ચતુરાઇ ધટે, ઘટે રંગરુપ’ સુખી દિધાર્યુ માટે આવકની નિશ્ચિતતા જરુરી હોવાનું સાબિત થયું છે. આવકની અસમાનતા અને આરોગ્યની, જાળવણી અને તેની દુર્લક્ષતા ટુંકા જીવનના પરિણામો છે.

વિશ્ર્વ આરોગ્ય સંસ્થાઓ જ લીંગ ભેદ જેવા પરિબળોમાં વૈશ્વિ સરેરાશ આયુષ્ય સાથે સીધા જ ધનિષ્ઠ રીતે જોડાયેલા હોવાનું જાણવા મળ્યું છે. માનવજીવન માટે સારા સમાચાર જેવા વિશ્વ રોગ્યના અહેવાલમાં માનવીનું સરેરાશ આયુષ્ય સાડા પાંચ વર્ષનું વઘ્યું હોવાનું જાહેર કર્યુ છે. તાજેતરમાં જન્મેલું બાળક સરેરાશ ૭ર વર્ષનું આયુષ્ય ભોગવશે આ સરેરાશ આયુષ્ય વર્ષ ૨૦૦૦માં  જન્મેલા બાળકોના ૬૬.૫ વર્ષ ના સરેરાશ આયુષ્ય કરતા ૫.પ વર્ષ વઘ્યું છે.

આ સદીના પ્રથમ ૧૬ વર્ષ દરમિયાન પાંચ વરસથી નાના બાળકોના મૃત્યુ દરમાં નાટકીય રીતે ધટાડો નોંધાયો છે. આફ્રિકાના દેશોમાં મેલેરીયા અને પરંપરાગત જીવલેણ રોગો પર કાબુ મેળવ્યા ના કારણે આ સદીના પ્રથમ ૧૬ વર્ષમાં ૧ થી પ વર્ષના બાળકના મૃત્યુદરમાં ધટાડો નોંધાયો છે.

૧૯૯૦ના દાયકામાં આફ્રિકામાં એચઆઇવી એઇડસની મહામારી સામે રક્ષાત્મક પગલાઓ ના કારણે પણ સરેરાશ આયુષ્યમાં વધારો થયો છે. અલબત અતિ ગરીબ દેશો અને વિકસીત અને વિકાશીલ દેશો વચ્ચે હજુ સરેરાશ જીવનની સ્થિતિ વચ્ચે મોટો તફાવત પ્રર્વતી રહ્યો છે. ઓછી આવક ધરાવતા દેશોમાં સરેરાશ વધુ આવક ધરાવતા દેશોની ૧૮ વર્ષનું જીવન રોગિષ્ઠ રીતે જીવાય છે.

મઘ્ય આફ્રિકન દેશોમાં સરેરાશ જીવન પર થી પ૩ વરસનું છે. પ૩ વર્ષનું આ આફ્રિકન દેશોનું વિશ્ર્વના સરેરાશ જીવન સામે સ્વીન્ઝલેન્ડમાં ૮૩ વર્ષ અને જાપાનમાં ૮૪ વર્ષનું સરેરાશ જીવન સરળતાથી ભોગવી શકે છે. સમૃઘ્ધ દેશોમાં મૃત્યુ પામનાર લોકોમાં વૃઘ્ધોની સંખ્યા વધુ હોય છે જયારે ગરીબ દેશોમાં સરેરાશ ત્રણ માંથી એક મૃત્યુ એકથી પ વર્ષના બાળકનું મૃત્યુ થતું હોય છે. તેમ વિશ્ર્વ આરોગ્ય સંસ્થાના અહેવાલમાં જણાવાયું છે.

આધાતજનક તફાવત દર્શાવતા હું દ્વારા કરવામાં આવેલા વિશ્વ ની વર્તમાન આરોગ્ય સ્થિતિને જાતિ આધારીત સર્વેમાં સ્પષ્ટ દર્શાવાયું છે કે છોકરીઓ (બાળકીઓ) છોકરા કરતા વધુ જીવે છે. જો કે બાળકીઓ કરતાં છોકરાઓનો જન્મદર વધુ રહે છે. આ વર્ષે ૮૩ મિલિયન છોકરાઓનો જન્મ સામે  દીકરીઓના જન્મનો આંકડો ૬૮ મીલીયન હોવાનું હું ના સર્વેમાં જણાવાયું .

સાથે સાથે જૈવિક બંધારણ અને જોખમી પરિબળોના કારણે છોકરા અને પુરૂષોમાં મૃત્યુ દરનું પ્રમાાણ વધુ છે. સરેરાશ જીવનમાં મહિલાઓનું જીવન ૭૪.૨ વર્ષ અને પુ‚ષોનું જીવન ૬૯.૮ ટકા રહે છે. પુરૂષોની સરખામણીમાં મહિલાઓના સરેરાશ  લાંબા જીવનકાળનાં કારણમાં મહિલાઓ સારી રીતે ઘ્યાન આરોગ્ય જાળવણીની સ્વચ્છતાનો ઉપયોગ કરે છે. હું ના તારણમાં જણાવાયું છે કે જે દેશોમાં એાઆઇવીની સમસ્યા વધી છે ત્યાં પ્રાથમીક પરીક્ષણ અને આગોતરી સારવારની વ્યવસ્થા અને ટી.બી. જેવા દર્દોની સારવાર મહિલાઓ ખંતપૂર્વક લેતી હોવાથી પુરુષો કરતા મહિલાઓનું સરેરાશ જીવન વધું છે.

ગરીબ અને ઓછી આવક ધરાવતા દેશોમાં વધુ આવક ધરાવતા સમૃઘ્ધ દેશોની સરખામણીમાં મહિલા મૃત્યુદર વધુ છે ગરીબ દેશોમાં ૪૧ સામે ૧૦૮ મૃત્યુદર અને અમરી દેશોમાં ૩૩૦૦ મૃત્યુ સામે ૧ મહિલા મૃત્યુ નોંધાય છે. આ ખુબ ચોકાવનારા આંકડા હોવાનું વિશ્વ આરોગ્ય સંસ્થાના સમીરા અસ્માએ જણાવ્યું હતું. સરેરાશ જોવા જઇએ તો સમગ્ર વિશ્ર્વમાં સરેરાશ આયુષ્યમાં નોંધપાત્ર વધારો થયો છે એરિટેરિયા જેવા દેશોમાં ર૦૦૦ ના સમયગાળા ના પ૩ વર્ષના સરેરાશ જીવનમાં રર વર્ષનો વધારો નોંધાયો છે. સિરિયામાં સતત ધર્ષણ સ્થિતિમાં સરેરાશ આયુષ્યમાં ધટાડો નોંધાયો છે.

ર૦૦૦ ના દાયકામાં અહિ લોકો ૭૩ વર્ષનું સરેરાશ જીવન જીવતા હતા. જયારે ૨૦૧૬ માં સીરીયાનું સરેરાશ જીવન ૬૩.૮ જોવાયું છે. અમેરિકાના નાગરીકોનું ૨૦૧૪નું સરેરાશ ૮૯ વર્ષનું આયુષ્ય ૭૮.૫ વર્ષનું થવાનું તારણ મળ્યું છે. સરેરાશ લાઇફ લાઇનના વધારા ધટાડા પર જીવનની આર્થિક સ્થિતિ અને આરોગ્ય જાળવણીની ખેવના મહત્વનો પરિબળ ગણાય છે. વ્યવસ્થિત આવક અને આરોગ્યની જાળવણી થી દુનિયામાં સરેરાશ માન જીવનમાં સાડા પાંચ વર્ષનો વધારો નોંધાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.